Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / August 12.
Homeન્યૂઝભાજપના મહિલા કાર્યકર્તાએ કર્યું નિમોનું ઉલ્લંઘન

ભાજપના મહિલા કાર્યકર્તાએ કર્યું નિમોનું ઉલ્લંઘન

surat bjp
Share Now

સમગ્ર દેશમાં હાલ કોરોના મહામારી ચાલી રહી છે. થોડા સમય પહેલાજ દેશમાં કોરોનાની બીજી . અને હવે કોરોનની આવવાની આગાહીઓ વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવી રહી છે. અને કહેવાય રહ્યું છે કે આ ત્રીજી લહેર બાળકો માટે ખુબ ખતરનાક સાબિત તરહાઇ શકે છે. જેને લઈને શાળા કોલેજો હજુ સુધી બંધ રાખવામાં આવી છે. તેમાં પણ ખાસ કરીને આંગણવાડી અને પ્રાથમિક વિભાગમાં ભણતા બાળકો માટે તો સરકારે ખાસ ધ્યાન રાખવાનું કહ્યું છે. ત્યારે ભાજપનાજ(BJP) એક કાર્યકરે પહોત્રીના જન્મ દિવસની ઉજવણી કરવા માટે આંગણવાડીમાં બાળકો એકઠા કર્યા હતા. અને સરકાર દ્વારા અપાયેલી ગાઇડલાઇનનું ઉલ્લંગન કર્યું હતું. આ ઘટના સુરતના લીંબાયત વિસ્તારમાં ઘટી હતી.

ભાજપના કાર્યકર્તાએ કર્યું નિમોનું ઉલ્લંઘન

દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની સંભાવના છે. અને વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે કોરોનાની ત્રીજી લહેર બાળકો માટે ખુબ ખતરનાક સાબિત થઇ શકે છે. ત્યારે સુરતના લિંબાયત વિસ્તારના ભાજપના મહિલા કાર્યકર્તાની પૌત્રીનો જન્મદિવસ આંગણવાડીમાં ઉજવાયો હતો. બે દિવસ પહેલા પરવત ગામમાં આવેલી આંગણવાડીમાં ભાજપના મહિલા કાર્યકર્તાની પહોત્રીનો જન્મ દિવસ ઉજવવામાં આવ્યો હતો. જન્મ દિવસની ઉજવણી માટે પર્વત ગામની આંગણવાડીમાં બાળકોને એકત્રિત કરવામાં આવ્યા હતા. અને પાઓઉટરીના જન્મ દિવસની ઉજવણી નિમિતે ભાજપના કાર્યકર્તા દ્વારા બાળકોની જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમજ તેમના દ્વારા બાળકોને રમકડાં ભેટમાં આપવામાં આવ્યા હતા. વધુમાં ભાજપના કાર્યકરતા લાજવવાને બદલે ફૂટોસેશન કરીને સમગ્ર ઘટનાને સોશ્યલ મીડિયામાં વાયરલ કરી હતી.

surat bjp

PC- FACEBOOK

આ પણ વાંચો:અમૂલનો ટેસ્ટ થયો મોંઘો

સામાન્ય પ્રજા માટે છે બધા નિયમો

ગુજરાત સરકાર દ્વારા આંગણવાડી, શાળા અને કોલેજો કોરોનના કારણે બંધ કરવામાં આવી છે. જ્યાઅને ખેવગમાં આવ્યું છે કે સૂચના ન મળે ત્યાં સુધી આંગણવાડી શરૂ કરવી નહીં. રાજ્ય સરકારે તાજેતરમાં જ આંગણવાડી ને લઈને પરિપત્ર જાહેર કર્યો હતો. જેમાં પણ સ્પષ્ટ લખ્યું હતું કે, આવનાર 13 જુલાઈ સુધી સમગ્ર રાજ્યમાં આંગણવાડી બંધ રાખવામાં આવે. ગુજરાત સરકારના પરિપત્રમાં જોગવાઈ હોવા છતાં પણ પરવત ગામની આંગણવાડીમાં ભાજપના(BJP) મહિલા કાર્યકર્તા દ્વારા આંગણવાડી ખોલવકામાં આવી હતી. ત્યારે એવું જણાઈ રહ્યું છે કે સરકાર દ્વારા બનાવેલ તમામ નિયમો સામાન્ય પ્રજા પર જ લાગુ કરવામાં આવે છે.

સમગ્ર દેશમાં હાલ કોરોના મહામારી ચાલી રહી છે. થોડા સમય પહેલાજ દેશમાં કોરોનની બીજી લહેર આવી હતી. અને જેને લઈને સરકાર દ્વારા પ્રજા પર નિયંત્રો લગાવવામાં આવ્યા હતા. અને હજુ પણ કેટલાક નિયંત્રણો પ્રજા પર લાગુ છે. ત્યારે બીજી બાજુ રાજકીય પક્ષોના કાર્યકર્તાઓ દ્વારા કોઈ પણ નિયમો પાળવામાં આવતા નથી. અને તેમાં પણ ભાજપના કાર્યકર્તાઓંતો ખુલ્લેઆમ તમામ સરકારી ગાઈડલાઇનનું ઉલ્લંઘન કરવામાં આવે છે. ત્યારે પ્રશ્ન થાય છે કે શું તમામ સરકારી ગાઆઇડ લાઈન એ ફક્ત સામાન્ય [પ્રજા માટેજ હોય છે?

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment