Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 27.
Homeન્યૂઝસિક્કા નગરપાલિકાની એક બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપની જીત

સિક્કા નગરપાલિકાની એક બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપની જીત

sikka nagar palika, by election
Share Now

સિક્કા નગરપાલિકાની એક બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપની જીત  થઈ છે. સિક્કાના વોર્ડ નં.4ના ભાજપના નગરસેવિકાના અવસાન થતાં બેઠક ખાલી થઈ હતી. ત્યારે આ બેઠક પર પેટા ચૂંટણી યોજાઇ હતી. જેમાં  ભાજપા તરફથી સમીનાબેન ગજીયા આ બેઠક પરથી 625 મતે જીત્યા છે. જ્યારે આ બેઠક પરથી કોંગ્રેસના હસીનાબેન સંઘારને 350 અને એન.સી.પી.ના નૂરજહાંબેન હુંદડાને 564 મત અને નોટા 37 મળ્યા હતા. એક જ બેઠકની પેટાચુંટણી હોવા છતાં પણ 55 ટકા મતદાન થયું હતું.

ફેબ્રુઆરીમાં 28 બેઠકો પર યોજાઇ હતી ચૂંટણી 

ગત ફેબ્રુઆરીની સિક્કા ન.પા.ની ચુંટણીમાં 7 વોર્ડની 28 બેઠકોમાંથી કોંગેસને 14, એનસીપીને 2 અને ભાજપાને 12 બેઠકો મળી હતી. બાદમાં એનસીપીના ટેકાથી કોંગ્રેસની બોડી બની હતી. દરમ્યાન બે સભ્યો ભાજપામાં જોડાઈ ગયા હતા. તેથી ભાજપાનું સંખ્યાબળ 14 અને કોંગ્રેસનું 12 થયું હતું. ત્યારબાદ ભાજપાના એક સભ્ય કોંગ્રેસમાં ભળી જતાં કોંગ્રેસનું અને ભાજપાનું સંખ્યાબળ 13-13 થઈ ગયું હતું. તેથી એનસીપીના બે સભ્યો નિર્ણાયક બન્યા હતા. દરમ્યાન ગત દિવસોમાં વોર્ડનં-4ના ભાજપાના ઝરીનાબેન અલવાણીના નિધનથી ખાલી પડેલી જગ્યા પર ભાજપા તરફથી તેના પુત્રી સમીનાબેન ગજીયા આ બેઠક પરથી લડ્યા હતા અને આજે તેઓ સિક્કા નગરપાલિકાના વોર્ડ નં. 4 પરથી જીત મેળવી લીધી છે

https://read.ottindia.app/gu/bjp-wins-two-seats-in-mehsana-by-electiona/

આ પણ વાંચો:પૂર્વ નાયબ મુખ્યમંત્રીના ગઢમાં ભગવો લહેરાયો

કુંવરજી બાવળિયાના ગઢમાં કોંગ્રેસની જીત 

રાજકોટ જિલ્લા પંચાયતની સાણથલી અને શિવરાજપુર બેઠક પર પણ પેટા ચૂંટણી યોજાઇ હતી. જેમાં કોંગ્રેસના બંને ઉમેદવારની જીત થઇ છે. આ બંને બેઠક જસદણ તાલુકામાં આવે છે, જેના પગલે ભાજપે આ બેઠક જસદણના ધારાસભ્ય કુંવરજી બાવળિયાને સોંપી હતી. જોકે તેમાં તેઓ ક્યાંકને ક્યાંક નિષ્ફળ નિવળ્યા છે.

સાણથલી બેઠક પર પણ કોંગ્રેસનાં ઉમેદવારની જીત

રાજકોટ જિલ્લા પંચાયતના સભ્યનું પણ કોરોનાકાળ દરમિયાન નિધન થયુ હતુ જેમાં ખાલી પડેલી આ બેઠકની પેટાચૂંટણી યોજવામાં આવી હતી, જેમાં કોંગ્રેસ તરફથી શારદાબેન ધડુક અને ભાજપ તરફથી રસીલાબેન વેકરિયા વચ્ચે જંગ ખેલાયો હતો. જેમાં કોંગ્રેસનાં શારદાબેનને 5100 થી વધુ મત મળ્યા હતા અને ભાજપનાં રસીલાબેનને 4800 થી વધુ મત મળ્યા હતા, આથી કોંગ્રેસનાં શારદાબેન 200 થી વધુ મતથી વિજેતા થયાં છે.

ઉપલેટામાં પણ કોંગ્રેસ (Congress)ની જીત

રાજકોટના ઉપલેટા નગરપાલિકામાં વોર્ડ નં.5ની પેટાચૂંટણીમાં પણ કોંગ્રેસની જીત થઇ છે. જણાવી દઇએ કે ભાજપનાં મહિલા સભ્યનું કોરોનામાં મૃત્યુ થતાં બેઠક ખાલી પડી હતી જેમાં પેટાચૂંટણી યોજવામાં હતી, આ બેઠકમાં પણ કોંગ્રેસનાં મહિલા ઉમેદવાર દક્ષાબેન વેકરિયાની જીત થઇ છે. ભાજપના ઉમેદવાર કૃણાલ સોજીત્રાને 885 મત મળ્યા છે જ્યારે કોંગ્રેસના ઉમેદવાર દક્ષાબેનને 1098 મત મળ્યા છે, આથી કોંગ્રેસના દક્ષાબેનની 150 થી પણ વધુ મતથી જીત થઇ છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment