ગાંધીનગર મનપાની ચૂંટણીનું પરિણામ આવી ગયું છે. જેમાં ભાજપનો ભગવો લહેરાયો છે. ગાંધીનગર મનપાની 44 માંથી 41 બેઠકો પર ભાજપની ભવ્ય જીત થઈ છે. જ્યારે કોંગ્રેસનો 2 સીટ પર અને આમ આદમી પાર્ટીનો એક સીટ પર વિજય થયો છે. આમ ગાંધીનગર મનપામાં ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવી છે. જેને કારણે કામલમ ખાતે ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે.
કોંગ્રેસ-આપના કાર્યાલય પર સન્નાટો છવાયો
ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત થઈ છે. જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સુપડા સાફ થઈ ગયા છે. ત્યારે ચૂંટણીના અપરિણામો જાહેર થયા બાદ ભાજપના પ્રદેશ કાર્યાલય કામલમ ખાતે ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યાલયો પર સન્નાટો છવાયો હતો.
આ પણ વાંચો:સિક્કા નગરપાલિકાની એક બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપની જીત
સીએમ ભૂપેન્દ્ર પટેલ પાસ થયા
થોડા સમય પહેલાજ ભાજપે ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તન કર્યું હતું. અને ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવ્યા હતા. અને રાજ્યના મંત્રીમંડળમાં પણ નો રિપીટ થીયરીનો ઉપયોગ કરીને તમામ નવા લોકોને મંત્રી પદ સોંપવામાં આવ્યું હતું. ત્યારે ગાંધીનગર મનપાની ચુંટણીએ ભાજપ, નવા મુખ્યમંત્રી અને મંત્રીમંડળ તમામ માટે એક ચેલેન્જ અને પરીક્ષા સમય હતું. ત્યારે ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત થઈ છે. અને મનપાની 44 માંથી 41 બેઠકો મેળવીને સ્પષ્ટ બહુમતી મેળવી છે. ત્યારે ગુજરાતનાં નવા સીએમ અને તમામ મંત્રીઓ આ પરીક્ષામાં પાસ થયા છે.
ગાજ્યાં મેઘ વરસ્યા નહીં: સી આર પાટિલ
ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત થઈ છે. ત્યારે કમલમ ખાતે ભાજપના કાર્યકર્તાઓમાં ઉજવણી કરી રહ્યા હતા. ત્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલે આમ આદમી પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે ગાજ્યાં મેઘ વરસ્યા નહીં. તેમજ વધુમાં તેમને કહ્યું હતું કે, ગુજરાતમાં ક્યારેય ત્રીજો વિકલ્પ સફળ થયો નથી. ત્યારે ગોપાલ ઇટાલીયાએ પત્રકાર પરિષદને સંબોધિત કરતાં કહ્યું હતું કે, આમ આદમી પાર્ટીએ મજબૂતાઈથી ચૂંટણી લડી છે.
ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર મનપાની ચૂંટણીનું પરિણામ આવી ગયું છે. જેમાં ભાજપનો ભગવો લહેરાયો છે. ગાંધીનગર મનપાની 44 માંથી 41 બેઠકો પર બાજપની ભવ્ય જીત થઈ છે. જ્યારે કોંગ્રેસનો 2 સીટ પર અને આમ આદમી પાર્ટીનો એક સીટ પર વિજય થયો છે. આમ ગાંધીનગર મનપામાં ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવી છે. જેને કારણે કામલમ ખાતે ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4