Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
Homeન્યૂઝબનાસકાંઠામાં ભાજપની જન આશીર્વાદ યાત્રા નીકળશે

બનાસકાંઠામાં ભાજપની જન આશીર્વાદ યાત્રા નીકળશે

bjp jan aashirvad yatra
Share Now

બનાસકાંઠા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી ઘ્વારા આગામી 16 ઓગષ્ટના રોજ જન આશીર્વાદ યાત્રા નીકળવામાં આવશે જેમાં કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ સૌ પ્રથમ અંબાજી ખાતે માતાજીના દર્શન કરી બાદમા પાલનપુર ખાતે સભા યોજાશે જન આશીર્વાદ યાત્રાનો પ્રારંભ કરાવશે

ગુજરાતમાં આગામી દિવસોમાં ચુંટણીઑ આવી રહી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા પ્રજાના કામો કરી રહ્યા હોવાના દાવા કરવામાં આવે છે તેમાં પણ આ વખતે આમ આદમી પાર્ટી એ પણ જંપલાવ્યું છે અને તે પણ ક્યાંક રાજકારણ નહીં પણ લોકોની વહારે આવ્યા હોવાની વાતો કરી જન સંવેદના યાત્રા કાઢી કોરોના કાળમાં મૃત પામેલા લોકોની વાતો સાંભળી લોકોની સંવેદના માં સહભાગી બની રહ્યા છે અને લોકોની સાથે હોવાની વાત કરી રહ્યા છે ત્યારે બીજી બાજુ કોંગ્રેસ સરકારના તાયફા માત્ર સરકારની વાહવાહી લૂટવા કરી રહ્યાની સામે વિરોધ કરી પ્રજાને પડતી મુશ્કેલી સામે અવાજ ઉઠાવી રહ્યાની અનુભૂતિ કરાવી રહ્યા છે ત્યારે ભાજપ દ્વારા જન આશીર્વાદ યાત્રા કાઢી લોકોના આશીર્વાદ લેવા નીકળી રહ્યા છે ત્યારે એક બાજુ આશીર્વાદ અને બીજીબાજુ નેતાઓ દ્વારા એવું પણ કહેવામાં આવી રહ્યું છેકે કોરોના કાળ માં થયેલી ક્ષતિ સામે માફી આપી આશીર્વાદ મેળવવાનો પ્રયાસ કરતાં હોય તેવું લાગી રહ્યું છે

press

આ પણ વાંચો:અંગદાન એ જ મહાદાન 

બનાસકાંઠામાં 164 કિલોમીટરના રૂટ પર પરિભ્રમણ કરનારા ભાજપની જન આશીર્વાદ યાત્રા અંગે પાલનપુર ખાતે જિલ્લા ભાજપ ઘ્વારા પ્રેસ કોંફરન્સ યોજવામાં આવી હતી જેમાં ભાજપ જિલ્લા પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે આગામી 16 ઓગષ્ટના રોજ કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ અંબાજી ખાતે માં અંબા ના દર્શન કરી પાલનપુર પહોંચશે જ્યાં સભા યોજી જન આશીર્વાદ યાત્રાનું પ્રસ્થાન કરાવાશે જે યાત્રાનું રૂટ પર ઠેરઠેર વેપારીમંડળ ,સામાજિક આગેવાનો ઘ્વારા સ્વાગત કરવામાં આવશે આ જન આશિર્વાદ યાત્રા પાલનપુરથી નીકળી ચંડીસર, ડીસા,ખીમાણા,દિયોદર,ભાભર ,થરા થઈ 164 કિલોમીટરનું અંતર કાપી સદારામ બાપાના ધામ ટોટાણા ખાતે યાત્રાનું સમાપન કરાશે આ યાત્રામાં ઉત્તર ગુજરાત યાત્રાના ઇન્ચાર્જ ગોરધનભાઇ ઝડફિયા,સહ ઇન્ચાર્જ તરીકે ભરતભાઇ આર્ય અને ગીરીશભાઈ જગાણિયા સહિત ના આગેવાનો જોડાશે ભાજપની આ પ્રેસ કોંફરન્સમાં પ્રભારી નંદાજી ઠાકોર,મહામંત્રી ડાહ્યાભાઈ પીલિયાતર,
મહામંત્રી દિલીપજી ઠાકોર,મહામંત્રી કનુભાઈ વ્યાસ, ઉપપ્રમુખ માધુભાઈ રાણા ઉપસ્થિત રહ્યા હતા.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment