Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / August 12.
Homeન્યૂઝપીએમ મોદીના જન્મ દિવસ નિમિતે ભાજપનું સેવા અને સમર્પણ અભિયાન

પીએમ મોદીના જન્મ દિવસ નિમિતે ભાજપનું સેવા અને સમર્પણ અભિયાન

pm modi bday, sewa ane samrpan abhiyan
Share Now

આજે ૧૭ સપ્ટેમ્બરના રોજ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ છે. ભારતીય જનતા પાર્ટી દર વર્ષે તેમના જન્મદિનને સેવાકીય સપ્તાહ તરીકે ઉજવે છે. પીએમ મોદી જ્યારે ગુજરાત સરકારના મુખ્યમંત્રી બન્યા હતા તેને  7 ઓક્ટોબરના રોજ 20 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ વર્ષે તા. ૧૭ સપ્ટેમ્બર થી ૦૭ ઑક્ટોબર સુધી ભાજપ સેવા અને સમર્પણ અભિયાન ચલાવવાની છે. જે અંતર્ગત વિવિધ સ્વાસ્થ્ય સંબંધિત કાર્યક્રમો જીલ્લા મહાનગરમાં યોજાશે. 

અનેક સેવાકીય કાર્યક્રમો યોજાશે 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 71 મો જન્મ દિવસ છે ત્યારે, ભાજપ દ્વારા ૧૭ સપ્ટેમ્બરથી ૭ ઓક્ટોબર ૨૦૨૧ સુધી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ૨૦ વર્ષની રાજકીય સફર નિમિત્તે ૨૦ દિવસ સુધી અનેકવિધ ભવ્ય સેવાકિય કાર્યક્રમો યોજાનાર છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને અત્યાર સુધીમાં મળેલી ભેટ અને સોગાદોની જાહેર ઓનલાઇન નીલામી યોજવામાં આવશે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પદાધિકારીઓ તથા જિલ્લા મહાનગરના પદાધિકારીઓ પણ આ લીલામી માં ભાગ લેશે અને આ નીલામીમાંથી થતી આવકને ગરીબોના કલ્યાણ માટે વાપરવામાં આવશે. 

શું છે ભાજપનો કાર્યક્રમ 

  • પીએમ  નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે 20 દિવસ અવિરત સેવાકીય કાર્યોનો મહાસેવા સમર્પણ યજ્ઞ
  • પીએમ મોદીને મળેલ ભેટ સોગાદોની જાહેર હરાજીની આવક ગરીબ કલ્યાણ માટે વપરાશે.
  • ડોકટર સેલ દ્વારા બહેનોના ગર્ભાશયના કેન્સરના નિદાનનો પેપટેસ્ટ કેમ્પ 170 સ્થળોએ 8500 બહેનો લાભાન્વિત થશે.
  • રક્તદાન શિબિરો, 71 બાળકોની ઓપન હાર્ટ સર્જરી, 71 લાખ વૃક્ષારોપણ, 01 લાખ નોટબુક વિતરણ, 850 રેન વોટર હાર્વેસ્ટિંગ, 1000 સાઇકલ રેલીઓ જેવા અનેક પ્રજાલક્ષી સેવાકીય કાર્યો થશે.
  • 7100 ગામોમાં સાંજે 07:00 વાગ્યે રામમંદિરમાં આરતી-મહાઆરતીનો સંકલ્પ
  • 41 જીલ્લા/મહાનગરોમાં પીએમ નરેન્દ્ર મોદીની જીવનગાથાની પ્રદર્શનીનું આયોજન

pm modi bday, sewa ane samrpan abhiyan
આ પણ વાંચો:
નરેન્દ્ર દામોદરદાસ મોદીની રાજકીય સફર પર એક નજર

રાજ્યના 8 મહાનગરમાં મેડિકલ કેમ્પ યોજાશે 

 ૧૭ સપ્ટેમ્બરના રોજ પીએમ મોદીના જન્મદિવસ નિમિત્તે ૮૫૦૦ બહેનોનો સર્વાઈકલ કેન્સર (ગર્ભાશયના મુખનુ કેન્સર)ના નિદાન માટે Pep Smear Testના નિદાન કૅમ્પ રાજ્યના ૮ મહાનગરોમાં ૧૭૦ વોર્ડમાં ગાયનેક હોસ્પિટલોમાં આયોજન કરવામાં આવેલ છે. ૮૫૦૦ બહેનોનો કેન્સર નિદાન કૅમ્પ એ એક નવો વર્લ્ડ રેકોર્ડ થવા જઈ રહ્યો છે. આ નિદાન કૅમ્પોમાં ચૂંટાયેલા લોકપ્રતિનિધિશ્રીઓ અને ભાજપ સંગઠનના પદાધિકારીશ્રીઓ બપોરે ૨ થી ૫ના સમયગાળામાં ઉપસ્થિત રહેવાના છે. આ ઉપરાંત જીલ્લા મહાનગરના દરેક મંડલ અને વોર્ડમાં ડૉકટર સેલની મદદથી મેડીકલ કૅમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

દરેક વિધાનસભા ક્ષેત્રમાં રજતડાં શિબિરનું આયોજન 

જીલ્લા મહાનગરમાં તમામ વિધાનસભા સીટોમાં ૧ રક્તદાન શિબિરનું આયોજન કરાયું છે. આ કેમ્પ વિધાનસભામાં આવેલી કોઈપણ સહકારી સંસ્થાની સાથે રહીને સંયુક્ત રીતે કરવામાં આવશે. રકતદાનમાં ભાજપના યુવા મોરચો, સહકારી સંસ્થાઓ, એનજીઓ પાર્ટીના કાર્યકરો ભાગ લેશે. ૭૧ બાળકોની ઓપન હાર્ટ સર્જરી તેમજ રાજકોટ ૭૦૧ લાખ વૃક્ષારોપણ સહકારી સંસ્થાઓ સાથે ૧ લાખ નોટબુક વિતરણ, ૮૫૦ રેઈન વોટર હાર્વેસ્ટીંગ લોકાર્પણ, ૧૮૨ વિધાનસભામાં ૨૫૦ થી ૧૦૦૦ સાયકલ રેલીઓ યોજાશે. અને અમરેલી ખાતે ૧ આઈ.સી.યુ. એમ્બ્યુલન્સનું લોકાર્પણ, ૧૦૦ પ્રજ્ઞાચક્ષુઓને સેન્સરવાળી સ્ટીંકનું વિતરણ થશે.

દરેક બુથ પર નમો એપ ઇન્સ્ટોલ કરાવવામાં આવશે 

આ સિવાય દરેક બુથમાં નમો એપનું ઇન્સ્ટોલેશન થશે તેમજ સફાઈ કાર્યક્રમો પણ યોજાશે. આ સિવાય  મેડીકલ કેમ્પ – અમદાવાદ ૭૦ વોર્ડમાં ૧૦૦ ગાયનેક અને ૧૦૦ પેથોલોજી – લેબોરેટરીઓની સહાયતા દ્વારા ડરબન, સાઉથ આફ્રીકાનો પેપટેસ્ટ કરવાનો ઇ.સ.૨૦૧૭નો રેકોર્ડ ૨૦૦૦ હતો જે હવે ૮૫૦૦નો રેકોર્ડ થશે. આ ઉપરાંત ફ્રુટ વિતરણ, દિવ્યાંગોને સહાયતા જેવા તો અનેક સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

પીએમ મોદીની જીવનગાથા પરના પુસ્તકોના પ્રદર્શન 

પીએમ મોદીના વ્યક્તિત્વ તેમજ તેમની જીવનગાથા ઉપર ૩૫૩ પુસ્તકો નાં ૪ શહેરોમાં પ્રદર્શનો યોજાશે. અયોધ્યામાં રામમંદિરની રચના નો માર્ગ ખુલ્લો થયો છે તેવા સમયે ભાજપ કાર્યકરોએ ૭૧૦૦ ગામોમાં સાંજે ૭ વાગે રામ મંદિરમાં આરતી મહાઆરતી કરવાનું આયોજન પણ કર્યું છે. ૨૫ સપ્ટેમ્બર પંડીત દીનદયાળજીની જન્મ જ્યંતી પ્રસંગે અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કર્યું છે. તદઉપરાંત સેવાકીય પ્રવૃત્તિઓનાં આયોજન દરમિયાન ૨ જી ઓક્ટોબરે ગાંધી જ્યંતી નિમિત્તે સામુહિક ‘ ખાદી ખરીદી’ તેમજ સફાઈના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

કૃતજ્ઞતા પોસ્ટકાર્ડ સંદેશ

ઉલ્લેખનિય છે કે રાજ્યમાં વડાપ્રધાન મોદી દ્વારા લાગુ કરાયેલ યોજનાઓના લાભાર્થીઓ પૈકી આશરે ૨૫ લાખ લાભાર્થીઓ તેમની કૃતજ્ઞતા પીએમ મોદીને પોસ્ટકાર્ડ લખીને  જન્મદિવસની શુભકામનાઓ પાઠવશે.

યુગપુરુષ જીવનગાથા પ્રદર્શન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે ભપ દ્વારા તેમના શૈશવકાળ થી લઈને તેમની ૨૦ વર્ષની રાજકીય કારકિર્દી ને તાદર્શ કરતી જીવનગાથા પ્રદર્શન સ્વરૂપે પ્રસ્તુત કરવામાં આવશે. અને આ પ્રદર્શનને જાહેરજનતાને આમંત્રણ આપવામાં આવ્યું છે.  

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment