પાટણ (Patan)ના રાધનપુર નગરપાલિકાના વોર્ડ નં.7 ની પેટાચૂંટણીનું મતદાન યોજાયુ હતુ. આ પેટાચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત થઇ છે.
Patan ની રાધનપુર પાલિકાના વોર્ડ 7 માં ભાજપની જીત
રાધનપુર નગરપાલિકા (Municipality)ના વોર્ડ નં.7 ના ભાજપના કોર્પોરેટર અંકુરભાઈ જોષીનું બીમારીને કારણે અને ચલવાડા તાલુકા પંચાયત બેઠકના સદસ્ય જોરાજી ઠાકોરનું કોરોનામા દુઃખદ અવસાન થતાં બંને બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ હતી. જે બંને બેઠકો પર બે દિવસ પહલે રવિવારના રોજ મતદાન થયુ હતુ. જેમાં વોર્ડ નંબર 7 પર ભાજપની ભવ્ય જીત થઇ છે. ભાજપના ઉમેદવાર ડૉ. વિજય સુથારની 630 મતથી જીત થઇ છે.
આ પણ વાંચો: ગાંધીનગર મનપાની 44 બેઠકોની મતગણતરી શરૂ, પાંચ કેન્દ્રો પર ચાલી રહી છે મતગણતરી
Patan ની રાધનપુર પાલિકામાં ભાજપની પેનલ વિજેતા હોવા છતાં કેમ કોંગ્રેસની બોડી બની?
ઉલ્લેખનિય છે કે, નગરપાલિકા (Municipality)ના વોર્ડ નં.7 માં ગત ચૂંટણીમાં ભાજપની આખી પેનલ વિજેતા બની હતી. પરંતુ કોંગેસની બહુમતી હોવાથી કોંગ્રેસની બોડી બની હતી. ભાજપનો ગઢ ગણાતા આ વોર્ડમાં લોકોએ ભાજપ તરફ વોટિંગ કર્યું હતુ. એક સમયે અહીં આમ આદમી પાર્ટીના ઉમેદવારે ભાજપને ટેકો આપ્યો હોવાની પણ અફવા ઉડી હતી, જેના કારણે થોડીક ગરમાગરમી પણ જોવા મળી હતી.
મહત્વનું છે કે, આજે મંગળવારે ગાંધીનગર મનપાની ચૂંટણીનું પણ પરિણામ જાહેર થશે. ત્યારે આજે મંગળવારે વહેલી સવારથી જ મત ગણતરીની શરૂઆત થઈ ગઈ છે. જણાવી દઇએ કે ગાંધીનગર મનપાની ચૂંટણીનું 3 ઓકટોબર રવિવારના રોજ મતદાન થયું હતું. જેમાં સરેરાશ 56.17 ટકા મતદાન થયું હતુ. જ્યાં ગાંધીનગર મનપા વિસ્તારના દોઢ લાખથી વધુ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ત્યારે ગાંધીનગર મનપાના 11 વોર્ડના 44 કોર્પોરેટર કોણ હશે તેની જાહેરાત આજે મંગળવારે જ થઈ જશે.
ગોંડલ માર્કેટ યાર્ડ પર BJP નું શાસન યથાવત રહેશે જુઓ વીડિયો:
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4