Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / June 24.
Homeન્યૂઝVadodara: કેન્ટોન લેબોરેટરીઝ કંપનીમાં બોઈલર ફાટ્યું, 4 કામદારના મોત

Vadodara: કેન્ટોન લેબોરેટરીઝ કંપનીમાં બોઈલર ફાટ્યું, 4 કામદારના મોત

Vadodara
Share Now

વડોદરા (Vadodara)માં ફરી એકવાર મોટી દુર્ઘટના સર્જાઈ છે. આજે શુક્રવારે વડોદરાના વડસર બ્રિજ પાસે આવેલી કંપનીમાં બોઈલર ફાટવાની ઘટના બની હતી. ત્યારે બોઈલર ફાટતા કંપનીમાં કામ કરતા 14 જેટલા કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા છે. જ્યારે 4 કામદારના મોત થયાનુ સામે આવ્યુ છે. ઘટના એટલી ભયંકર હતી કે દોઢ કિમી સુધી બિલ્ડિંગોના કાચ તૂટ્યા હતા.

Vadodara ની દુર્ઘટનામાં ઘાયલને હોસ્પિટલ ખસેડાયા

વડોદરાના વડસર બ્રિજ પાસે આવેલી કેન્ટોન લેબોરેટરીઝ કંપનીમાં આજે શુક્રવારે સવારે પોણા નવ વાગ્યાની આસપાસ બોઈલર ફાટવાની ઘટના બની હતી. બોઈલર ફાટતાં કંપનીમાં કામ કરતા અનેક કર્મીઓ દાઝ્યા હતા. તમામ કર્મચારીઓને એમ્બ્યુલન્સ (Ambulance)મારફતે સારવાર અર્થે હોસ્પિટલ (Hospital)ખાતે ખસેડાયા હતા. આ ઘટના બાદ તાત્કાલિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો સ્થળ પર પહોંચી હતી.

આ પણ વાંચો: ગુજરાતમાં દુષ્કર્મીઓની ખેર નથી, સુરત કોર્ટે દુષ્કર્મના સતત ચોથા કેસમાં આપ્યો ચુકાદો

Vadodara વસાહતની નજીક જ બોઇલર ફાટ્યું

કેન્ટોન લેબોરેટરીઝ કંપની પરિસરમાં કામદારોના રહેવા માટે વસાહત બનાવવામાં આવી હતી. વસાહતની નજીક જ બોઇલર ફાટ્યું હતું. જેમાં કામદારોના નાના બાળકો સહિત પરિવારજનો પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment