ભાવનગર જિલ્લાનાં જેસર તાલુકાનાં બિલા ફોરેસ્ટ એરિયા વિસ્તારમાં આવેલી માલણ નદીમાંથી એક પુખ્ત વયની માદા સિંહણ (Lion)નો મૃતદેહ તણાઈ આવ્યો હતો. આ ઘટનાને પગલે વન વિભાગે સિંહણનો મૃતદેહ કબ્જે લઈ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે.
વનવિભાગને પેટ્રોલિંગ દરમિયાન સિંહણ (Lion)નો મૃતદેહ મળી આવ્યો
તાજેતરમાં ભાવનગર તથા અમરેલી સહિતનાં જિલ્લાઓમાં થયેલા ભારે વરસાદને પગલે વન્ય જીવસૃષ્ટિ પર ખતરો તોળાઈ રહ્યો હતો. જેના પગલે પાલિતાણા ફોરેસ્ટ ડીવીઝનનાં અધિકારી દ્વારા ભાવનગર જિલ્લામાં વિવિધ સિંહોનાં વસવાટ તથા શેત્રુંજી નદી માલણ નદી સહિતની જે નદીઓ ગીર પંથકમાંથી ભાવનગર જિલ્લામાં પ્રવેશતી હોય એવી નદીઓ પર સતત મોનીટરીંગ કરવાની તથા રેસ્ક્યુ ઓપરેશન માટે સ્ટેન્ડ ટૂ રહેવા સુચનાઓ આપી હતી. તે અન્વયે જેસર તાબેનાં બિલા- કરઝાળા વન વિભાગના વિસ્તારમાં બિલા ગામ પાસેથી પસાર થતી માલણ નદી કિનારા પર 15 સભ્યોની ટીમ પેટ્રોલીંગ કરી રહી હતી. તે દરમિયાન નદી (River)નાં પ્રવાહમાં એક સિંહણનો મૃતદેહ તરતો જણાયો હતો. બાદમાં ટીમે આ મૃતદેહને કબ્જે લઇ સ્થળ પર પ્રાથમિક તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચો: ઉપલેટાના ગઢાળામાં વિદ્યાર્થિનીઓ જીવના જોખમે કોઝવે પાર કરી સ્કૂલે જવા મજબૂર
સિંહણ (Lion)નો મૃતદેહ મળતા વનવિભાગની પ્રાથમિક તપાસમાં શું બહાર આવ્યું?
વનવિભાગે (Forest Department)તપાસ હાથ ધરતા પુખ્ત વયની સિંહણની ઉંમર આશરે 10 થી 12 વર્ષની અને 24 કલાક પૂર્વે નદીમાં આવેલા પૂરના ભારે પ્રવાહમાં ફસાઈ જતાં મોતને ભેટી હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું હતું. ત્યારબાદ ટીમે આ સિંહણનાં મોતનું ખરૂં કારણ જાણવા વેટરનરી ડોક્ટરની રાહબરી હેઠળ રાણીગાળા સ્થિત એનીમલ કેર સેન્ટર ખાતે ખસેડી હતી. આ સિંહણનો મૃતદેહ મળવાની વાત વાયુવેગે સોશિયલ મિડીયામાં વાઈરલ થતાં વન્યપ્રેમીઓમાં ભારે શોકની લાગણી વ્યાપી હતી. આ અંગે વધુમાં અધિકારીએ જણાવ્યું હતું કે, સિંહ જેવી એશિયાઈ અનમોલ ધરોહરને બચાવવા માટે તંત્ર 24 કલાક આઉન્ડ ધ કલોક ફરજ બજાવે છે.
પરિમલ નથવાણીનો ગીર અને સિંહો પ્રત્યેનો પ્રેમ જુઓ વીડિયો:
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4