Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 27.
Homeન્યૂઝKeshod: કરેણી ગામના શહિદ જવાનનો પાર્થિવદેહ પંચમહાભૂતમાં વિલીન

Keshod: કરેણી ગામના શહિદ જવાનનો પાર્થિવદેહ પંચમહાભૂતમાં વિલીન

Martyr
Share Now

કેશોદ (Keshod)ના કણેરી ગામનાં વતની અને છેલ્લાં 10 વર્ષથી સીમા સુરક્ષા દળના કોન્સ્ટેબલ તરીકે આસામ (Assam)ની બોર્ડર પર ફરજ બજાવતાં જવાન આકસ્મિક ઘટનામાં વીરગતિ (Martyr)પામ્યા હતા. જેમની અંતિમયાત્રામાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા.

શહીદ (Martyr)જવાનનો પાર્થિવ દેહ પહોંચ્યો વતન

જૂનાગઢ જિલ્લાના કણેરી ગામનાં વતની અને આસામ બોર્ડર (Boarder)પર ફરજ બજાવતા જવાન આકસ્મિક ઘટનામાં વીરગતિ પામ્યા હતા. જવાનનો પાર્થિવ દેહ કેશોદ ખાતે પહોંચતા કરેણી ગામ સુધી 13 કીમીની અંતિમયાત્રા યોજાઇ હતી. જણાવી દઇએ કે કેશોદ તાલુકાના કણેરી ગામા વતની છેલ્લા 10 વર્ષથી સીમા સુરક્ષા દળમાં કોન્સ્ટેબલ તરીકે આસામની બોર્ડર પર ફરજ બજાવતા હતા. જવાન મહેશભાઇ મક્કા ગત્ત શનિવારના રોજ એક આકસ્મિક ઘટવામાં વીરગતિ પામ્યા હતા. જેમનો પાર્થિવ દેહ હવાઇ માર્ગે અમદાવાદ ખાતે પહોંચ્યો હતો, ત્યારબાદ ત્યાંથી રોડ દ્વારા શહેરના બાયપાસ ખાતે પહોંચ્યો હતો. જવાનની અંતિમયાત્રામાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા.

આ પણ વાંચો: Vadodara: માતા-પુત્રીના શંકાસ્પદ મોત મામલે થયો ચોંકાવનારો ખુલાસો

જવાનની અંતિમયાત્રા બાયપાસથી ચાંદીગઢના પાટીયા, શરદચોક, ચાર ચોક, એરપોર્ટ રોડ, ફુવારા ચોક, અક્ષયગઢ, રાણેકપરા થઇ કરેણી ખાતે પહોંચી હતી. જ્યાં શહિદ જવાનને ગાર્ડ ઓફ ઓનર તથા રાષ્ટ્રીય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી. દેશનાં કાજે શહીદી વ્હોરી લેનારા મહેશભાઈ મક્કાનો પાર્થિવ દેહ માદરે વતનમાં પંચમહાભૂતમાં વિલીન થયો હતો. જેમાં મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, રાજકીય, સામાજિક તેમજ મહિયા ક્ષત્રિય સમાજના આગેવાનોએ શ્રધ્ધાંજલી આપી હતી.

કણેરી ગામનો જવાન શહીદ થતા અંતિમ વિદાય અપાઇ હતી જુઓ વીડિયો:

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment