Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / May 16.
Homeલાઇફ સ્ટાઇલઆ 5 હેરસ્ટાઇલની મદદથી ગરમીને કહો બાય અને સ્ટાઈલને કહો હાઇ!

આ 5 હેરસ્ટાઇલની મદદથી ગરમીને કહો બાય અને સ્ટાઈલને કહો હાઇ!

hairstyle for summer
Share Now

ઉનાળો આવી ગયો છે અને આ સિઝનમાં સૌથી વધારે છોકરીઓ જો કોઈ વસ્તુથી પરેશાન થતી હોય તો તે જ હેર સ્ટાઈલ. કેવી હેરસ્ટાઈલ રાખવી જેની મદદથી ગરમી અને પરસેવાથી પરેશાન પણ ન થવાય અને સાથે સ્ટાઇલીશ પણ લાગી શકાય? આ પ્રશ્ન દરેક છોકરીના મનમાં હોય છે. ત્યારે આજે અમે જણાવીશું એવી Top 5  હેર સ્ટાઇલ કે જે તમે આ ઉનાળામાં અપનાવી શકો છો. આ હેરસ્ટાઇલની મદદથી તમે સ્ટાઇલિશ તો લાગશો જ, પણ સાથે જ ગરમીની સમસ્યાથી પરેશાન પણ નહીં થાવ.

1. Side Braid

Deepika padukone hairstyle

સૌથી પહેલી હેર સ્ટાઈલ છે Side Braid. આ હેર સ્ટાઇલ તો આપણી સ્ટાઇલિંગ કવીન દીપિકા પાદુકોણની પણ ફેવરિટ છે. દીપિકા પાદુકોણ ઘણા ઇવેન્ટમાં side braidની મદદથી એકદમ સ્ટાઇલિશ લુકમાં જોવા મળે છે. Side Braid નો સૌથી મોટો ફાયદો એ છે કે આનાથી ગરમી અને પરસેવા જેવી સમસ્યા ઊભી નથી થતી અને સાથે જ લુક એકદમ સ્ટાઇલિશ લાગે છે.

2. High Bun

Celeb bun hairstyle

છોકરીઓની મોસ્ટ ફેવરિટ હેર સ્ટાઈલ છે High Bun. High Bun હેર સ્ટાઈલ અત્યારે ખૂબ જ ટ્રેનિંગ છે અને ઘણા બધા સેલિબ્રિટીઝ પણ High Bunની મદદથી પોતાના લુકમાં એકદમ સ્ટાઇલ એડ કરી રહ્યા છે અને સાથે જ ગરમી અને પરસેવા જેવી સમસ્યાને પણ માત આપી રહ્યા છે. જો તમારે પણ સ્ટાઇલિશ લૂક જોઈતો હોય તે પણ કોઇપણ જાતની પરેશાની વગર, તો તમે High Bun બનાવીને એક્સપેરિમેન્ટ કરી શકો છો.

જુઓ આ વિડિયો: તમારી આ ભૂલો કરી રહી છે તમારા વાળને ખરાબ

3. Boxer Braids

hairstyle for summer

ત્રીજી હેર સ્ટાઈલ છે બોક્સર Boxer Braids.  એક એવી હેર સ્ટાઇલ જેની મદદથી તમને ઇન્સ્ટન્ટ સ્ટાઇલિશ લુક મળે છે. વાળ બાંધેલા હોવાથી ગરમીમાં ઘણી રાહત મળે છે અને સાથે જ તમારો લૂક એકદમ ગ્લેમરસ બની જાય છે.

4. Ponytail

katrina kaif in ponytail

ચોથી હેર સ્ટાઈલ છે Ponytail. પોનીટેઇલ એ એક એવરગ્રીન અને સાથે જ easy to make હેર સ્ટાઈલ છે. પોનીટેઇલની મદદથી તમારો લૂક એકદમ અલગ દેખાય છે તમારો ચેહરો નિખરીને આવે છે. આ હેરસ્ટાઇલની મદદથી અમૂક જ સેકન્ડ્સમાં તમે ફેશનેબલ લાગી શકો છો.

5. Half up Half down

Disha patni hairstyle

પાંચમી અને સૌથી સિમ્પલ હેર સ્ટાઈલ છે Half up Half down.  જેની મદદથી તમે ખૂબ જ ઓછા સમયમાં સ્ટાઇલિશ અને એલિગન્ટ લૂક  મેળવી શકો છો. તમારે માત્ર તમારા વાળ ન થોડો ભાગ લઇને તેને ઉપર બાંધી દેવાનો છે. બાકીના વાળને એમનેમ જ ખુલ્લા રહેવા દો. આ ઘણી બધી સેલેબ્રિટીની ફેવરેટ હેર સ્ટાઇલ પણ છે અને ચોક્કસથી આ હેરસ્ટાઇલની મદદથી તમે વધારે સમય અને મહેનત વગર પણ એકદમ સ્ટાઇલિશ લુક મેળવી શકો છો.

તો આમાંથી તમને કઈ હેરસ્ટાઇલ સૌથી વધારે પસંદ આવી? કમેન્ટ કરીને જણાવો. વધુ રોચક જાણકારી અને સ્ટાઈલિંગ ટિપ્સ મેળવવા ડાઉનલોડ કરો OTT INDIA Application.

Android : http://bit.ly/3ajxBk4

iOS : http://apple.co/2ZeQjTt

No comments

leave a comment