તમે અત્યાર સુધી મહિલાઓના ટૂંકા વસ્ત્રો સાથે મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ (ban)હોવાનું સાંભળ્યો હશે. પરંતુ અહીં ગુજરાતની એક નગરપાલિકામાં પહેલીવાર એવુ જોવા મળ્યું કે, ટૂંકા વસ્ત્રો પર પ્રતિબંધ મૂકાયો છે. આણંદ પાસેના બોરીયાવી (Boriavi)નગરપાલિકામાં વિચિત્ર ફરમાન બહાર પાડવામાં આવ્યું છે. અહીં ટૂંકા વસ્ત્રો પહેરી પ્રવેશવા પર પ્રતિબંધ મૂકાયો છે. એટલુ જ નહિ, ટૂંકા વસ્ત્રો પહેરીને આવનાર પાસેથી દંડ વસૂલવાનો પણ નિર્ણય લેવાયો છે. જોકે, નગરપાલિકાના આ તઘલગી નિર્ણય મામલે વિવાદ થયા બાદ બોર્ડ ઉતારી લેવામાં આવ્યુ હતું.
Boriavi પાલિકાનું ફરમાન શું છે?
બોરીયાવી નગરપાલિકાના ચીફ ઓફિસરે (Chief officer)ફરમાન જાહેર કર્યું હતુ કે, નગરપાલિકા પરિસરમાં કે ચીફ ઓફિસર કે પ્રમુખની ચેમ્બરમાં ટૂંકા વસ્ત્રો (કેપરી, ચડ્ડો) પહેરી પ્રવેશ કરવો નહિ. જો માલૂમ પડશે તો દંડ વસૂલ કરવામાં આવશે. નગરપાલિકાની બહાર આ પ્રકારનું બોર્ડ લગાવાયું હતુ.
આ પણ વાંચો: ખંભાળિયા નજીક રૂપિયા 350 કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું, એક શખ્સની કરાઇ ધરપકડ
Boriavi પાલિકાએ બોર્ડ શા માટે ઉતાર્યુ?
જોકે, નગરપાલિકા (Municipality)ના આ તઘલકી નિર્ણય મામલે વિવાદ થયા બાદ બોર્ડ ઉતારી લેવામાં આવ્યુ હતું. ટૂંકા વસ્ત્રોનો વિવાદ સર્જાયા બાદ પ્રમુખ આ બોર્ડથી અજાણ હોવાનું જણાવ્યું હતું અને તાત્કાલિક બોર્ડ ઉતારી લેવામાં આવ્યું હતું. બોર્ડ લગાવી સમગ્ર વિવાદ સર્જનાર ચીફ ઓફિસરની ગઈકાલે જ બદલી કરવામાં આવી છે.
ડ્રોન શુટિંગ પર પ્રતિબંધ જુઓ વીડિયો
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4