Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / June 26.
Homeલાઇફ સ્ટાઇલહનીમૂનને લઈને છોકરાએ કરી એવી ડિમાન્ડ કે છોકરીના પગ નીચેથી સરકી ગઈ જમીન

હનીમૂનને લઈને છોકરાએ કરી એવી ડિમાન્ડ કે છોકરીના પગ નીચેથી સરકી ગઈ જમીન

HONEYMOON PLAN
Share Now

લગ્ન કર્યા બાદ હનીમુન જવુ એ કોઈ પણ કપલ માટે ખુબ જ ખાસ હોય છે. હનીમુન ગયેલ કપલ એકબીજાની વધુ નજીક આવે છે. અને નવી નવી યાદો બનાવે છે. પરંતુ યુકેના એક કપલનો હનીમુન પ્લાન સોશિયલ મિડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. પુરુષે રીલેશનશીપ પોર્ટલ પર પોતાના હનીમુન પ્લાન વિશે જણાવ્યુ  હતુ જે બાદ લોકો તેનેે ખુબ જ ટ્રોલ કરી રહ્યા છે.  

હનીમુન પર મિત્રોને સાથે લઈ જવાનો વિચાર 

પુરુષે રીલેશનશીપ પોર્ટલ પર લખ્યુ કે હુ હનીમુન પર મારા મિત્રોને સાથે લઈ જવા માંગુ છુ. શુ હુ કંઈ ખોટુ કરી રહ્યો છુ? પુરુષે લખ્યુ કે, 7 મહિના બાદ મારા લગ્ન થવાના છે. હું અને મારી મંગેતર જ્યાં હનીમૂન પર જઈ રહ્યા છીએ તે સ્થળ હંમેશાથી મારા મિત્રોનું ડ્રીમ ડેસ્ટિનેશન રહ્યું છે. જ્યારે મેં તેમને કહ્યું કે અમે એ જ જગ્યાએ હનીમૂન પર જઈ રહ્યા છીએ, ત્યારે મારા મિત્રોએ કહ્યું કે તેઓ પણ ત્યાં જવા માગે છે.

HONEYMOON PLAN

આ પણ વાંચો:ગર્લફ્રેન્ડે માંગ્યુ બોયફ્રેન્ડનું ટ્રેક પેન્ટ, ખિસ્સુ ચેક કરતા પગ નીચેથી સરકી ગઇ જમીન

મિત્રોને સાથે લઈ જવાની આ એક સારી તક 

‘મેં તેમને કહ્યું કે હું હનીમૂન પણ પ્લાન કરી શકું છું જેમાં અમારા બધા મિત્રો પણ સામેલ થશે. મારા મિત્રોને મારો આ વિચાર ગમ્યો. અમને બધાને આ જગ્યા ખૂબ જ ગમે છે પરંતુ દુઃખની વાત એ છે કે અમે ક્યારેય સાથે મળીને એ જગ્યા પર જવાનો પ્લાન બનાવી શક્યા નથી. પણ આ વખતે દરેકનો પ્લાન સરળતાથી બની રહ્યો છે, તેથી મને લાગ્યું કે મિત્રોને સાથે લઈ જવાની આ એક સારી તક છે.

મંગેતરે કર્યો ગુસ્સો

જ્યારે પુરુષે તેની મંગેતરને તેના આ પ્લાન વિશે જણાવ્યું,ત્યારે તે ગુસ્સામાં ચીસો પાડવા લાગી હતી. પુરુષે લખ્યું કે, ‘મારો વિચાર સાંભળીને, મારી મંગેતર મારા પર પાગલ થઈને રડવા લાગી. તેણીએ કહેવાનું શરૂ કર્યું કે હું તેના સિવાય બીજા બધાનું ધ્યાન રાખું છું. મેં તેને સમજાવવાની ઘણી કોશિશ કરી કે મેં આ પ્લાન અગાઉથી બનાવ્યો ન હતો પરંતુ અચાનક જ બધુ થઈ ગયુ છે. મેં હમણાં જ વિચાર્યું કે મારા મિત્રોને પણ તે સ્થળે ફરવાની ઈચ્છા પુરી થશે. મેં મારી મંગેતરને પણ કહ્યું કે જો તે ઈચ્છે તો તે તેના મિત્રોને પણ લાવી શકે છે.

મંગેતરે આપી ગાળો

‘મારી મંગેતરે મને કહ્યું કે હું આવી વાહિયાત વસ્તુઓ વિશે કેવી રીતે વિચારી શકું? મારો આવો સારો વિચાર તેને ભયંકર લાગ્યો નતો. તેણે મારા પર આરોપ લગાવ્યો કે હું તેની બિલકુલ કાળજી નથી રાખતો. તેણે કહ્યું કે હનીમૂનનું આયોજન આપણા બંને વચ્ચે જ થવું જોઈએ અને મેં તેને ફ્રેન્ડશિપ ટ્રીપ બનાવી દીધી. તેણીએ મને ગાળો આપી અને કહ્યું કે મારી સલાહ લીધા વિના તે તારા મિત્રો સાથે આ વિશે કેવી રીતે ચર્ચા કરી લીઘી. જોકે, મને લાગે છે કે તેની વાત સાચી છે. મારે મારી મંગેતરનો અભિપ્રાય અગાઉ જાણવો જોઈતો હતો પણ મને નતા ખબર કે તે મારા વિચારને આટલી ખરાબ રીતે લેશે. 

લોકોએ કરી ટીકા

આ પોસ્ટ પર લોકો આ પુરુષની ખૂબ આકરી ટીકા કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘આ તારું હનીમૂન છે, મૂર્ખ. તારી સાથે લગ્ન કર્યા પછી તેનું જીવન બગડશે. અન્ય એક યુઝરે લખ્યું, ‘આ સમયે તમારા મંગેતરે તમારી સાથે લગ્ન કરવાના વિચાર પર ફરીથી વિચાર કરવો જોઈએ. તમે તેમને પૂછ્યા વિના પ્લાન કેવી રીતે કરી શકો? આ હનીમૂન ઓછું અને, તમારા મિત્રોની સફર વધુ લાગી રહી છે, જેમાં તમે તમારી પત્નીને પણ આમંત્રણ આપી રહ્યા છો.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment