જેલ લોકો માટે એવી જગ્યા છે જ્યાં ગુનાહિત પ્રકૃતિના લોકો પોતાના ગુનાની સજા પૂરી કરતા હોય છે. અહીં લોકોને સજા આપવામાં આવે છે જેથી ભવિષ્યમાં તેઓ કોઈ ગુનો ન કરે. જેલમાં લોકોને સુવિધાઓથી વંચિત રાખવામાં આવે છે. પરંતુ જો કોઈ ડાન્સર જેલમાં આવીને કેદીઓનું મનોરંજન કરે તો કદાચ દરેક વ્યક્તિ જેલની સજા ભોગવવા તૈયાર થઈ જશે. આવું જ કંઈક બ્રાઝિલની(Brazil Dance Video) ગોયણા જેલમાં થયું છે. બ્રાઝિલની ગોયણા જેલનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં ઘણી ડાન્સર્સ જેલની અંદર પોતાની કમર લચકાવતી જોવા મળી રહી છે.આ પ્રસંગ જેલમાં આયોજિત ક્રિસમસ પાર્ટીનો હતો.
કેદીઓ વચ્ચે બે ડાન્સર ડાન્સ કરતી જોવા મળી
જેલનો એક વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં કેદીઓ વચ્ચે બે ડાન્સર ડાન્સ કરતી જોવા મળી હતી.જેલમાં થઈ રહેલા ડાન્સનો વીડિયો (Jail Dance Video) વાયરલ થયો હતો. આ પાર્ટી બ્રાઝિલની જેલમાં રાખવામાં આવી હતી. અને તે પાર્ટીમાં ડાન્સ કરતી ડાન્સરનો વીડિયો મોબાઇલ ફોનમાં રેકોર્ડ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો:બળદને છંછેડવો પડ્યો ભારે, દાદાના થયા એવા હાલ કે….
વાયરલ થઈ રહેલા વીડિયોમાં ડાન્સર જેલના સળિયા પાછળ કમર લચકાવતી જોવા મળી રહી છે. આ વીડિયો જોઈને લોકો આશ્ચર્યમાં પડી ગયા છે કે ડાન્સરને જેલમાં કેવી રીતે બોલાવવામાં આવી. ડાન્સરનો આ વીડિયો વાયરલ થયા બાદ ઘણા કેદીઓને બીજી જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત એક કર્મચારીની પણ બદલી કરવામાં આવી હતી.
તપાસ બાદ આરોપીઓને સજા થશે
વાયરલ થઈ રહેલા વીડિયોમાં ઘણા કેદીઓ પણ ડાન્સર્સ વચ્ચે ડાન્સ કરતા જોવા મળ્યા હતા. જ્યારે આ વીડિયો વાયરલ થયો ત્યારે જેલ સ્ટાફે સ્પષ્ટતા કરી કે ડાન્સરને ક્રિસમસ સેલિબ્રેશન માટે બોલાવવામાં આવી હતી. અત્યાર સુધી એ સ્પષ્ટ નથી થયું કે કેટલા કેદીઓના મનોરંજન માટે બે ડાન્સરને બોલાવવામાં આવી હતી. હવે આ વીડિયો વાયરલ થતાં તેની તપાસ માટે એક ટીમ બનાવવામાં આવી હતી. હવે તપાસ બાદ આરોપીઓને સજા થશે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4