Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / January 22.
Homeન્યૂઝહનીમૂન દરમિયાન જ 18 વર્ષની દુલ્હનને થઈ અસહ્ય પીડા, ત્યારબાદ પતિએ જે કર્યું તે જાણીને તમે ચોંકી જશો

હનીમૂન દરમિયાન જ 18 વર્ષની દુલ્હનને થઈ અસહ્ય પીડા, ત્યારબાદ પતિએ જે કર્યું તે જાણીને તમે ચોંકી જશો

Honeymoon
Share Now

લગ્નની પહેલી જ રાત્રે જો વરરાજા કે દુલ્હનની હાલત એવી થઈ જાય કે તેમનો જીવ બચાવવો પણ મુશ્કેલ બની જાય, તો કલ્પના કરો કે તે યુગલ માટે તે સમય કેવો હશે. આવું જ કંઈક બ્રાઝિલમાં બન્યું જ્યારે 18 વર્ષની દુલ્હનને હનીમૂન (Honeymoon)દરમિયાન ભારે દુ:ખાવો થવા લાગ્યો. ત્યારબાદ તેના પતિએ કંઈક એવું કર્યું જે જાણીને તમે ચોંકી જશો.

Honeymoon દરમિયાન જ દુલ્હન બેહોશ થઈ 

મળતી માહિતી મુજબ આખો મામલો બ્રાઝિલનો છે. જ્યાં એક 29 વર્ષના યુવકે પોતાનાથી 11 વર્ષ નાની 18 વર્ષની છોકરી સાથે લગ્ન કર્યા. લગ્ન (Marriage)બાદ જ્યારે કપલ રૂમમાં પહોંચ્યું ત્યારે બધું બરાબર હતું. પરંતુ સેક્સ દરમિયાન દુલ્હનની છાતીમાં અચાનક દુ:ખાવો ઉપડ્યો અને તે બેભાન થઈ ગઈ. વરરાજો આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો, હનીમૂન દરમિયાન દુલ્હનની ખરાબ તબિયત જોઈને તે સમજી શક્યો નહીં કે શું કરવું.

દુલ્હનની તબીયત લથડી

વરરાજાએ આસપાસની કેબવાળાને કહ્યું કે, તેની પત્નીની તબિયત અચાનક બગડી છે, કોઈ પણ તેને હોસ્પિટલ (Hospital)પહોંચાડી આપે, પરંતુ કેબ ડ્રાઈવર તૈયાર ન હતા. ત્યારબાદ તેણે કેબ બુક કરાવી પરંતુ ડ્રાઈવરે એમ કહીને ના પાડી દીધી કે આ માટે ઈમરજન્સી સર્વિસને ફોન કરો. ત્યારબાદ તેણે ઈમરજન્સી સર્વિસ બુક કરાવી, એક કલાક પછી જ્યારે મેડિકલ (Medical)ટીમ આવી ત્યારે જાણવા મળ્યું કે મહિલાને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી, તેને હાર્ટ એટેક આવ્યો હતો.

આ પણ વાંચો: દગો જ આપવો હતો તો પ્રેમ શું કામે કર્યો, વાંચો પ્રેમીના આપઘાત પહેલાની છેલ્લી વાતો

હોસ્પિટલ પહોંચે તે પહેલા જ મહિલાનું રસ્તામાં જ મોત થયું હતું. તેના શરીર પર કોઈ ઈજાના નિશાન જોવા મળ્યા નથી. તેના પતિનો આરોપ છે કે, ઈમરજન્સી સર્વિસ ટીમ મોડી પહોંચી.

મેડિકલ ટીમે કહ્યું કે, પહેલી એમ્બ્યુલન્સ કેન્સલ થયા બાદ બીજી એમ્બ્યુલન્સ (Ambulance)21 મિનિટ પછી આવી. જે દિવસે દંપતીના લગ્ન થયા, તે જ રાત્રે કન્યાનું દુઃખદ અવસાન થયું.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment