સોશિયલ મીડિયા એક એવુ પ્લેટફોર્મ છે કે, જ્યાં અવાર નવાર કોઇ ને કોઇ વીડિયો વાયરલ થતો હોય છે, અથવા કોઇ નામચીન વ્યક્તિએ કોઇ સંવેદનશીલ મુદ્દા પર કમેન્ટ કરી કે ટ્વીટ કર્યું તો રાતો રાત તે વસ્તુ બ્રાન્ડ અને ધુળ બનતા વાર નથી લાગતી, એક્ઝામ્પલ જ જોઇ લો..રોનાલ્ડોએ રિટાયરમેન્ટ વખતે તેણે સ્પીચ આપતી વખતે જે ટીશ્યુ યુઝ કર્યું, એક મેચ બાદ રોનાલ્ડોએ ટેબલ પરથી થ્મ્સ અપ ની બોટલ હટાવીને તેણે પાણીની બોટલ આગળ મુકી,જેમાં એકાએક થમ્સ અપ બોટલના શેર પડવા લાગ્યા, કંપનીને નુકશાન થયુ. આ હોય છે સેલિબ્રિટિનિ તાકાત..પણ તે અજાણતા પણ કાઇ કરી દે તો જે તે નુકશાન પણ થઇ જાય છે.
તમારી મનપસંદ બિસ્કિટ પણ આ બાબતનો શિકાર બની છે, બ્રિટાનિયા કંપનીની બર્બન બિસ્કિટ પહેલાં કરતાં નાની થઇ ગઇ છે, આ બાબત પર ટ્વીટર પર ચર્ચા ચાલી રહી છે. સોશિયલ મીડિયા પર આ બિસ્કિટની સાઇઝ નાની થઇ ગઇ હોવાની ચર્ચાએ જોર પકડ્યુ છે.
શું છે પુરી ઘટના?
No change in size, Vir. We know expectations are big, though.
— Britannia Industries (@BritanniaIndLtd) September 20, 2021
એક વરિષ્ટ પત્રકાર વીર સાંઘવીએ ટ્વીટ કર્યું, જેમાં બર્બન બિસ્કીટનો એક ફોટો છે, જેમાં લખ્યુ છે કે, બર્બન બિસ્કીટે પહેલાં મોટી હતી, આ નાની છે શું આ મારી માત્ર કલ્પના જ છે કે, લાલચ. ? જે બાદ આ ટ્વીટ પર લોકોના રિએક્શન જોવા જેવા હતા,
કંપનીએ આપ્યો જવાબ
સાંઘવીના આ ટ્વીટ પર બ્રિટેનિયા કંપનીએ જવાબ આપ્યો છે કે, તમારી આશાઓ મોટી છે, છેલ્લાં 6 વર્ષમાં કોઇ બદલાવ કરવામાં આવ્યો નથી. આ સિવાય ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાએ પણ ટ્વીટ કર્યું અને લખ્યુ કે, બાઝારમાં ઓરેન્જ ક્રીમવાળા બિસ્કિટ ન હોવાના કારણે નિરાશ છે.
કંપનીનો જવાબ આવ્યા બાદ પણ સાંસદ મહુવાએ પત્રકાર સાંઘવીના ચ્વીટમાં જવાબ આપ્યો હતો કે, હું સહમત છુ વીર, પણ મને આ વાતનો વધુ અફસોસ થાય છે કે મારા નાનપણની પસંદીદા ઓરેન્જ ક્રિમ હવે ઉપલબ્ધ નથી.
આ પણ વાંચો : કારનો હોર્ન હવે ઘોંઘાટ નહિ કરી શકે, વાગશે ભારતીય સંગીત
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4