Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / October 4.
Homeએન્ટરટેઈન્મેન્ટBroken But Beautiful 3: સીરીઝનું ‘મેરે લિયે’ સોન્ગ આઉટ

Broken But Beautiful 3: સીરીઝનું ‘મેરે લિયે’ સોન્ગ આઉટ

Broken 3
Share Now

મોસ્ટ અવેટેડ વેબસીરીઝ બ્રોકન બટ બ્યુટીફુલ 3 (Broken But Beautiful 3) ની રીલિઝ ડેટ સામે આવી ગઇ છે. ત્યારે સાથે સાથે આ સીરીઝનું પહેલું સોન્ગ પણ આઉટ થઇ ચુક્યુ છે. થોડા સમય પહેલાં જ 22 મે એ આ સોન્ગ રિલીઝ કરવામાં આવ્યુ છે. ફેન્સનું રિએક્શન પણ આ સોન્ગને લઇને જોવા જેવુ છે. આ સોન્ગમની કાસ્ટની વાત કરીએ તો રુમી (Sonia Rathee) અને (Sidharth Shukla) સંબંધો વચ્ચેની કોમ્પ્લીરેંશન્સને દર્શાવવામાં આવી છે. આ સોન્ગ સામે આવતાની સાથે જ લોકોના મોઢા પર આવી ગયુ છે.

આ સોન્ગની જો વાત કરીએ તો સોન્ગને અવાજ આપ્યો છે અખિલ સચદેવે, આ સોન્ગના લિરિક્સ પણ અખિલે જ લખ્યા છે. આ સોન્ગ એટલુ સરસ છે કે લોકોનો પ્રેમ પણ વર્ષી રહ્યો છે. આ સાથે જ સોન્ગને –ટ્યુબ પર પણ સારો રિસ્પોન્સ મલી રહ્યો છે.

broken_but_beautiful_3_1200x768

BTS pic of Broken But Beautiful 3.

આ સોન્ગ જલ્દી જ રોમાન્ટીક સોન્ગની લીસ્ટમાં પણ સામેલ થઇ જશે. આ સોન્ગને બાલાજીએ પોતાના ઓફિસિયલ ઇન્સ્ટાંગ્રામ એકાઉન્ટ પર શેર કર્યું છે,અને લખ્યુ છે કે રુમી અને અગસ્ત્યના પ્રેમની ઇંટેસિટી.આ સોન્ગને લોકો ઘણું પસંદ કરી રહ્યાં છે. તેમજ સોન્ગને લઇને પોતાની પ્રતિક્રિયા પણ શેર કરી રહ્યાં છે. ઓલ્ટ બાલાજી પર બ્રોકન બટ બ્યુટીપુલ 3ને દર્શક પણ જોઇ શકશે.

સિદ્ધાર્થ શુક્લા એક અભિનેતાના રુપમાં વેબની દુનિયામાં એન્ટર થવા માટે તૈયાર છે. ટેલિવિજન અને ઓટીટી મીડિયમમાં પોતાનો અનુભવ પર વિચાર વ્યક્ત કરતા સિદ્ધાર્થે જણાવ્યુ હતુ કે, દુનિયા આખી વેબપોર્ટલ સાતે જોડાયેલી છે, અને મને લાગે છે કે, આ એક નવો માદ્યમ છે. ઓટીટી પહેલા કરતાં વધારે ચાલી રહી છે. લોકો અલગ-અલગ વસ્તુઓ જોઇ રહ્યાં છે. આ એક નવું માધ્યમ છે. મારો વિશ્વાસ છે કે, જો કન્ટેન્ટ સારો હશે તો લોકો જોશે અને પ્રેમ પણ આપશે. હુમ મારા ડિજીટલ ડેબ્યુને લઇને ખુશ છુ.

ક્લિક કરીને જુઓ વીડિયો: 

સીરીઝમાં શું છે સ્ટોરી?

સીરીઝમાં અગસ્ત્ય અને રુમી દેસાઇની સ્ટોરી દર્શાવવામાં આવી છે. જેમની દુનિયા એકબીજૈથી બિલકુલ વિપરિત છે. છતાં પ્રેમ તો થવાનો હોય ત્યાં થઇ જ જાય છે, અને બંને એકબીજાના પ્રેમમાં પડી જાય છે. દરેક કપલ વચ્ચે થાય તેમ થોડી નોકઝોક અને રિસાવુ મનાવુ આ સિરીઝમાં પણ દર્શકોને જોવા મળશે.

બંનેના દિલ પણ તુટે છે. અને આની આગળ શું થાય છે તે જોવા માટે તમારે સિરીઝ તો જોવી જ પડે ને…સીરીઝમાં એહન ભટ્ટ, જ્હાન્વી ધનરાજગીર, મનવીર સિંહ, તાન્યા કાલરા અને સલોની ખન્ના પણ મુખ્ય ભુમિકામાં જોવા મળશે. આ શો ઓલ્ટ બાલાજી પર 29 મેથી સ્ટ્રીમિંગ માટે ઉપલબ્ધ થશે. જોવાનું એ રહેશે કે જેમ આ સિરીઝના સોન્ગે ધમાલ મચાવી છે તેમ આ સીરીઝની સ્ટોરીને દર્શકો કેટલો પ્રેમ આપે છે. 

આ પણ વાંચો: સુશાંત સિંહ રાજપુત મર્ડર કે સુસાઇડ? SSR ના ફેન્સ વિકીપીડિયા પર ભડ્ક્યા!

No comments

leave a comment