Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / August 10.
Homeન્યૂઝરક્ષાબંધન પર ભાઈએ બહેનને નવું જીવન ગીફ્ટ કર્યું!

રક્ષાબંધન પર ભાઈએ બહેનને નવું જીવન ગીફ્ટ કર્યું!

Share Now

રક્ષાબંધનના (Rakshabandhan) તહેવાર નિમિતે સુરતમાં ભાઈએ બહેનને જીવનદાન આપ્યું છે. ભાઈ અને બહેનના પ્રેમની વાતો તો ઘણી સાંભળી હશે. ભાઈ એ પોતાની બહેનને મોંઘીદાટ ભેટ આપી હોવાના કિસ્સાઓ પણ આપણે જોયા છે. પરંતુ અહીં એક ભાઈએ પોતાની બહેનને સૌથી અનોખી ભેટ આપી હોય તેવો એક કિસ્સો સુરતમાં જોવા મળ્યો છે.

રક્ષાબંધનમાં (Rakshabandhan) ભાઈએ બહેનને આપી અમુલ્ય ભેટ!

આ કિસ્સામાં વ્યારાના 42 વર્ષીય લતાબેનની 4 વર્ષ અગાઉ કિડની ફેલ થઈ જતા, છેલ્લા દોઢ વર્ષથી તેઓ ડાયાલિસિસ કરાવતા હતા. જયારે સુરતની એક ખાનગી હોસ્પિટલના ડોકટરે તેમને કિડની ટ્રાન્સપ્લાન્ટની સલાહ આપી હતી. બારડોલી ખાતે રહેતા લતાબેનના 37 વર્ષીય ભાઇ હિતેશભાઈની કિડની મેચ થતા તેઓ તેમની બહેન માટે પોતાની કિડની ડોનેટ કરવા તૈયાર થયા હતા. ગત 27 જુલાઈએ હોસ્પિટલના ડોક્ટર સહિતની 50 સભ્યોની ટીમ દ્વારા પ્રથમ સફળ લાઈવ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું.

brother gave a kidney to his sister as a gift in Rakshabandhan

કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે હજુ સુધી લોકોમાં જોઈએ તેવી જાગૃકતા નથી આવી. કિડની દાન કરવું તે પણ હવે ઘણું સરળ બની ગયું છે. અને તમે જો કોઈને કિડની દાન કરો છો, તો તેનાથી કોઈ એક વ્યક્તિનું જીવન બચી શકે છે. અને તેને ડાયાલીસીસ કરાવવામાંથી મુક્તિ મળે છે. કિડની દાન કરવાથી કોઈ પણ પ્રકારનું જોખમ ઉભું થતું નથી, એ લોકો એ જાણવું ખુબ જ જરૂરી છે. એક કીડની વગર પણ વ્યક્તિ સામાન્ય રીતે કામકાજ કરી શકે છે. અને સામાન્ય જીવન કોઈ પણ સારવાર વગર જીવી શકે છે. અહીં કિડની આપનાર અને લેનાર બંનેની તબિયત હાલ ઘણી સારી છે. અને તેમના જલ્દીથી જ ડિસ્ચાર્જ કરવામાં આવનાર છે.

આ પણ વાંચો: હવે “બચપન કા પ્યાર” મીઠાઈ પણ, જાણો કેમ પાડવામાં આવ્યું આ નામ?

ભાઈ તરીકેની પોતાની ફરજ નિભાવી

લતાબહેન પર આવી પડેલ આફતમાં તેમનો સાગો ભાઈ જ આવીને ઉભો રહ્યો અને એક ભાઈ તરીકેની પોતાની ફરજ નિભાવી છે. રક્ષાબંધન (Rakshabandhan) સામે જ છે ત્યારે એક ભાઈ તરફથી બહેનને મળેલી આ અમૂલ્ય ભેટ બદલ પરિવારજનોમાં પણ ખુશીનો માહોલ છે. કિડનીનું દાન આપનાર હિતેષભાઇના પત્ની પણ પોતાના પતિની આ પહેલથી ખુબ ખુશ છે. અને અન્ય લોકોને પણ જરૂરિયાતના સમયે આ રીતે પોતાના પરિવારના પડખે ઉભા રહેવા અપીલ કરી છે.

surat brother gave a kidney to his sister as a gift in Rakshabandhan

રક્ષાબંધનના (Rakshabandhan) પવિત્ર તહેવાર પર જ એક ભાઈ દ્વારા બહેનને આપવામાં આવેલ જીવનની અમૂલ્ય ભેટ અંગે પોતાની કિડની આપનાર હિતેષભાઇ પોતાને ખુબ નસીબદાર માને છે કે, તેમની બહેનને આવી ઘડીએ તેમની જરૂર પડી અને તે ઉપયોગી થઇ શકયા. બીજી રીતે જોઈએ તો હાલ લતાબહેન અત્યારે સૌથી નસીબદાર બહેન છે કારણે કે તેમને હિતેશ જેવો ભાઈ મળ્યો કે જે બહેન ના જીવનની રક્ષા માટે તેમની પડખે આવીને ઉભો રહ્યો.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment