Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / September 24.
Homeન્યૂઝBRTS ના મુસાફરોની હવે સસ્તી થશે મુસાફરી, જાણો આ નવી સુવિધા વિશે

BRTS ના મુસાફરોની હવે સસ્તી થશે મુસાફરી, જાણો આ નવી સુવિધા વિશે

Share Now

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા Amts અને BRTS ની સુવિધાઓમાં સમયે સમયે સારી સવલતો પુરી પાડવામાં આવી રહી છે, ઓફિસ અને સવાર સવાર માં પોતાના કામ પર જતાં અમદાવાદીઓ ખાસ કરીને બસનો ઉપયોગ કરે છે, આવતાં જતા પણ હવે બસની સુવિધાઓમાં વધારો કરવામાં આવ્યો છે, બસની ટીકીટની સાથે સાથે તેમાં પાસની સુવિધાઓ પુરી પાડવામાં આવી રહી છે.

Gujarat to extend BRTS to Surat, Rajkot

BRTS ના મુસાફરો માટે માસિક ત્રિસામિક યોજનાઓ શરુ

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા BRTS ના મુસાફરો માટે માસિક ત્રિસામિક યોજનાઓ શરુ કરવામાં આવશે, અત્યાર સુધી બસમાં મુસાફરી કરનારાઓને જનમિત્ર કાર્ડની સુવિધા આપવામાં આવતી હતી, જેનાથી મુસાફરોને માત્ર બસ સ્ટેન્ડ પર કાર્ડ સ્કેન કરીને નીકળવાનું રહેતુ, જેથી છુટાની માથાકુટ અને ટીકીટ બારીએથી ટીકીટ લેવાની જંજટમાંથી મુક્તિ મળે.

મુસાફરોને રિચાર્ઝ કરવાની ઝંઝટમાંથી હવે છુટકારો મળશે. હવે ટીકીટ તો નહી પણ પાસની સુવિધાઓમાં પણ મુસાફરોને વાંરવાર રિચાર્ઝ કરવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે.

 

તે સુવિધામાં મુસાફરો બેલેન્સ કરાવીને મુસાફરો વાપરતા હતા. પણ હવે તેમાં પણ મુસાફરોને ફાયદો કરવામાં આવી રહ્યો છે. બીઆરટીએસમાં પમ માસિક, ત્રિમાસિક પાસ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો  છે.

જે લોકો બસમાં મુસાફરી કરતાં હશે તેમને ખબર હશે કે, બસનો માસિક પાસ ચાર્જ 750 રુપિયા છે, જ્યારે ત્રિ માસિક પાસના 2 હજાર જેટલા થાય છે.

File:Hdbrt2.jpg - Wikimedia Commons

પણ હવે સિનિયર સિટિઝન માટે ડિસ્કાઉન્ટ બહાર પાડવાંમાં આવ્યુપ છે, એટલે કે જેમની ઉંમર 65 થી 75 વર્ષની છે, તેમના માટે 40 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યુ છે. 75  વર્ષથી વધુ ઉંમરના લોકો ને એટલે કે સિનિયર સિટિજનને નિશુલ્ક મુસાફરી કરવામાં આવશે,. આ સિવાય નેશનલ લેવલે રમનાર ખેલાડી નિ શુલ્ક મુસાફરી કરી શકશે.

બસનો પાસ ક્યાંથી મળશે?

 

બસમાં મુસાફરી કરનારા મુસાફરોને જો પાસ ની સુવિધા લેવી હોય અને ના લઇ શક્યાં હોય તે તેઓ આટલા બીઆરટીએસ સ્ટેશનથી પાસ નીકાળી શકે છે.

  • એમ.જે લાઇબ્રેરી
  • સોનીનીચાલી
  • બોપલ  એપ્રોચ
  • મણીનગર રેલવે સ્ટેશન
  • ઝાંસીની રાણી

      સહિતના અમદાવાદના બીઆરટીસ સ્ટેશનથી મુસાફરો પાસ કઢાવવાની સુવિધા મેળવી શકે છે.

 આ પણ વાંચો : અમદાવાદ ક્લેક્ટરે પાકિસ્તાની હિન્દુઓને આપ્યુ નાગરિકતાનું પ્રમાણપત્ર

 વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

No comments

leave a comment