Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / September 24.
Homeન્યૂઝ“શહેરી પરિવહન સેવાની કામગીરીનો જુલાઈ મહિનાનો રીપોર્ટ”

“શહેરી પરિવહન સેવાની કામગીરીનો જુલાઈ મહિનાનો રીપોર્ટ”

BRTS
Share Now

૧. સિટી બસ (RMTS) સેવા

· જનરલ

· કોવિડ-૧૯ અંતર્ગત ૩૭ રૂટ પર ૭૩ સિટી બસ દ્વારા પરિવહન સેવા પુરી પાડવામાં આવે છે.

· સિટી બસ સેવા (RMTS)માં જુલાઇ મહિના દરમિયાન કુલ ૩,૧૨,૧૬૫ કિ.મી. ચાલેલ છે. તથા કુલ ૫,૧૨,૭૭૯ મુસાફરો દ્વારા તેનો લાભ લેવામાં આવેલ છે.

· ગત તા.૩૧/૦૭/૨૦૨૧ ના રોજ શિફ્ટ પરના ટ્રાફિક ઇન્સ્પેક્ટરશ્રી દ્વારા સિટી બસ સેવામાં કાર્યરત ડ્રાઈવરોને રૈયા ચોકડી ડેપો તથા આજી ડેપો ખાતે ડ્રાઈવિંગ કરતી વખતે તકેદારી રાખવા, ડ્રાઇવરો દ્વારા ટ્રાફીક સિગ્નલ બંધ હોય ત્યારે, સર્કલ પરના ટર્નિંગ, સીટ બેલ્ટ પહેરવા વગેરે જેવી બાબતે માર્ગદર્શન આપવામાં આવેલ.

BRTS

  • સિટી બસમાં થયેલ કામગીરી:-

· સિટી બસના બસ સ્ટોપ તથા પીક અપ સ્ટોપનું જરૂરિયાત મુજબનું રીપેરીંગ તથા નાગરીકોની જાણકારી હેતું તેના પર ટાઇમ ટેબલ અધ્યતન કરવાનું કાર્ય ચાલુ છે.

  • · સિટી બસમાં થયેલ દંડનીય કાર્યવાહીઓ:-

  •  સિટી બસ સેવામાં બસ ઓપરેટર શ્રી મારૂતિ ટ્રાવેલ્સને કામમાં ક્ષતિ બદલ કુલ ૧૦,૩૫૦ કિ.મી. ની પેનલ્ટી મુજબ કુલ રૂ!. ૪,૫૫,૬૫૦/- ની પેનલ્ટી કરવામાં આવેલ છે.
  •  સિટી બસ સેવામાં ફેર કલેક્શન કરતી એજન્સી શ્રી ડી.જી. નાકરાણીને કામમાં ક્ષતિ બદલ કુલ રૂ!. ૧૮,૯૦૦/- ની પેનલ્ટી કરવામાં આવેલ છે.
  •  સિટી બસ સેવામાં સિક્યુરીટી એજન્સી નેશનલ સિક્યુરીટી સર્વિસને કામમાં ક્ષતિ બદલ રૂ!. ૩,૦૦૦/- ની પેનલ્ટી કરવામાં આવેલ છે.
  •  સિટી બસ સેવાની કામગીરીમાં ગેરરીતી/અનિયમિતતા સબબ કુલ ૨(બે) કંડક્ટરને કાયમી ધોરણે ફરજ મુક્ત કરેલ છે તથા ૧૩(તેર) કંડક્ટરને ટેમ્પરરી સસ્પેન્ડ કરવામાં આવેલ છે.

આ પણ જુઓ : તમાકુ નિષેધ ગામ

૨. બી.આર.ટી.એસ. બસ સેવા

· જનરલ-

· કોવિડ-૧૯ અંતર્ગત BRTS રૂટ પર કુલ ૧૦ BRTS બસ દ્વારા પરિવહન સેવા પુરી પાડવામાં આવે છે.

· બી.આર.ટી.એસ. બસ સેવામાં જુલાઇ મહિના દરમિયાન કુલ ૭૦,૩૧૭ કિ.મી. ચાલેલ છે. તથા કુલ ૪,૪૪,૯૯૮ મુસાફરો દ્વારા તેનો લાભ લેવામાં આવેલ છે.

· ગત તા.૩૧/૦૭/૨૦૨૧ ના રોજ શિફ્ટ પરના ટ્રાફિક ઇન્સ્પેક્ટરશ્રી દ્વારા બી.આર.ટી.એસ. બસ સેવામાં કાર્યરત ડ્રાઈવરોને ગોંડલ ચોકડી ડેપો ખાતે ડ્રાઈવિંગ કરતી વખતે તકેદારી રાખવા, ડ્રાઇવરો દ્વારા ટ્રાફીક સિગ્નલ બંધ હોય ત્યારે, સર્કલ પરના ટર્નિંગ, સીટ બેલ્ટ પહેરવા વગેરે જેવી બાબતે માર્ગદર્શન આપવામાં આવેલ.

BRTS

· બી.આર.ટી.એસ. બસમાં થયેલ દંડનીય કાર્યવાહીઓ :-

  •  બી.આર.ટી.એસ. બસ સેવામાં બસ ઓપરેટર શ્રી માતેશ્વરી ટ્રાવેલ્સને કામમાં ક્ષતિ બદલ ૬૩૫ કિ.મી. ની પેનલ્ટી તરીકે કુલ રૂ! ૪૮,૨૧૫/- ની પેનલ્ટી કરવામાં આવેલ છે.
  •  બી.આર.ટી.એસ. બસ સેવામાં એક્સ-મેન તથા સિક્યુરીટી પુરા પાડતી એજન્સી શ્રી રાજ સિક્યુરીટી સર્વિસને કામમાં ક્ષતિ બદલ રૂ!. ૧૨,૫૫૬/- ની પેનલ્ટી કરવામાં આવેલ છે.
  •  ચેકીંગ દરમિયાન કુલ ૪ (ચાર) મુસાફરો ટીકીટ વગર જણાયેલ જેમાં તેમની પાસેથી કુલ રકમ રૂ! ૪૦૦/- નો દંડ વસુલ કરવામાં આવેલ છે.

સિટી બસ સેવામાં ટીકીટ વગર મુસાફરી કરવી એ દંડને પાત્ર બને છે. તેમજ સિટી બસ (RMTS) અને BRTS બસ સેવામાં મુસાફરી કરતાં પેસેન્જર દ્વારા મુસાફરી દરમ્યાન પોતાની ટીકીટ મેળવી લેવાની જવાબદારી થાય છે. કોઇપણ નાગરિક દ્વારા સિટી બસ સ્ટોપ, પીક અપ સ્ટોપ વિગેરે જેવી રાજકોટ મહાનગરપાલિકાની જાહેર મિલકત હોય, તેના પર પોતાની અંગત (ધંધા/દુકાન/સંસ્થા)ની જાહેરાત લગાવવી તે દંડનિય તથા કાયદેસરનાં પગલા લેવાને લાયક છે. સદરહું બાબતે પરિવહન સેવામાં સુપરવાઇઝરી સ્ટાફ મારફતે કાર્યવાહી કરાવવામાં આવેલ છે.

વધુમાં કંડક્ટર દ્વારા નિયત દરની ટીકીટ ન આપે કે તેની કામગીરીમાં ગેરરીતી/અનિયમિતતા જણાયે રાજકોટ મહાનગરપાલિકાના ૨૪*૭ ધોરણે કાર્યરત કોલ સેન્ટર નંબર ૦૨૮૧-૨૪૫૦૦૭૭ પર ફરીયાદ નોંધાવી શકાય છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment