Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / August 12.
Homeસ્ટાર્ટ અપBSEના એક સર્કયુલર અને ખોટા અર્થઘટનને પગલે રોકાણકારોની 3.50 લાખ કરોડની સંપત્તિ સાફ

BSEના એક સર્કયુલર અને ખોટા અર્થઘટનને પગલે રોકાણકારોની 3.50 લાખ કરોડની સંપત્તિ સાફ

Share Now

ભારતીય શેરમાર્કેટમાં એકતરફી તેજીની અનેક વાતો આપણે સાંભળી હતી. આ લેવલે બજારમાં રોકાણ ન કરવું તેવા પણ અનેક સૂચનો શેરબજારના ખેલાડીઓ તરફથી મળી રહ્યાં હતા અને ખાસ કરીને નાના સ્મોલકેપ-મિડકેપ શેરમાં તેજીનો ચમકારો ચાલુ રહેશે, ભાવ બમણાં-ત્રણ ગણાં થશે તેવી પણ સલાહ આપવા વાળા અનેક લોકો બજારમાં ફરતા હતા. જોકે ગઈકાલ બોમ્બે સ્ટોક એક્સચેન્જ(BSE)ના એક સર્કયુલરે સમગ્ર દલાલ સ્ટ્રીટમાં કોહરામ મચાવ્યો હતો અને શેરબજારમાં ઓછા સમયમાં, એક સાંકળી રેન્જમાં ભારે તારાજી સર્જાવા પામી હતી. હવે મુદ્દો એ છે કે બીએસઈનો સર્કયુલર(BSE Add on Price Band) છે શું ? એવું તો શું હતુ કે બીએસઈના એક નિવેદને બજારની દિશા અને દશા બદલાઈ ગઈ છે.

BSE Add on Price Band

વિશ્વનું સૌથી મોટું એક્સચેન્જ અને ભારતનું પણ સૌથી ઝડપી અને ઉત્તમ કક્ષાનું રેગ્યુલેટર એક્સચેન્જ બીએસઈ સમયાંતરે બજારમાં નિયમ પાલન કરવા અને અફરાતફરીને રોકવા માટે નવા નિયમો અને પ્રતિબંધો લાદે છે. બજારની એકતરફી તેજી બાદ મોટા ઘટાડાની અપેક્ષા દિગ્ગજ માર્કેટ એક્સપર્ટસ કરી રહ્યાં હતા.

બજાર વિશ્લેષકો માંગ કરી રહ્યાં હતા કે સેબી આગળ આવીને બીએસઈ અને એનએસઈ સાથે મળીને એક્સચેન્જો સાથે સમન્વય સાધી બજારની એકતરફીને પરપોટો બનતા અટકાવે અને નાના રોકાણકારોના હિતનું ધ્યાન રાખે.

હવે સર્વેલન્સ-રોકાણકારોના હિત રક્ષણના નામે મૂડી બજાર નિયામક તંત્ર સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા(સેબી)  સાથે સલાહ મસલત બાદ બોમ્બે સ્ટોક એક્સચેન્જ(બીએસઈ) એક્શનમાં  આવી જઈ તેજીને લગામ તાણવાના પગલાં લેવાની શરૂઆત કરી દીધી છે. 

આ માંગણીઓને ધ્યાને લઈને બીએસઈએ 9મી ઓગષ્ટ, સોમવારે મોડી સાંજે એક સર્કયુલર બહાર પાડ્યો જેમાં એડઓન પ્રાઈસ બેન્ડ(BSE Add on Price Band) ફ્રેમવર્ક લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. સરળ શબ્દોમાં સમજીએ તો બીએસઈએ શેરના ભાવને અંકુશમાં લેવા માટે અપર અને લોઅર મર્યાદાઓ લાગુ કરી હતી.

BSEએ સર્કયુલરમાં ગ્રેડેડ સર્વેલન્સ મેઝર્સ(GSM), એડીશનલ સર્વેલન્સ મેઝર(LT-ASM), શોર્ટ ટર્મ એડીશનલ સર્વેલન્સ મેઝર્સ(ST-ASM), ટ્રેડ ટુ ટ્રેડ(TT) સેગમેન્ટ વગેરે દાખલ કર્યા છે,જેને માર્કેટમાં સર્વેલન્સ પગલાં તરીકે લેવામાં આવ્યા છે.

શું છે આ સેગમેન્ટમાં ?

બીએસઈએ શેરના ભાવમાં અસાધારણ વધઘટને અંકુશમાં લેવા અને બજારની ઈન્ટીગ્રિટી જાળવવા માટે ખાસ બીએસઈ ટ્રેડિંગ પ્લેટફોર્મ પર લિસ્ટેડ સિક્યુરિટીઝ માટે સર્વેલન્સના પગલાં વધુ કડક કરવા નવું સર્વેલેન્સ  ફ્રેમવર્ક એડ-ઓન પ્રાઈસ બેન્ડ(BSE Add on Price Band) ફ્રેમવર્ક દાખલ કરવાનો નિર્ણય લીધો હતો.

આ ફ્રેમવર્ક હેઠળ કંપનીઓને તેમના બજારભાવમાં છેલ્લા છ માસ, એક વર્ષ બે વર્ષ અને  ત્રણ વર્ષના વધારાને આધારે અલગ તારવવામાં આવશે. આ ફ્રેમવર્કમાં સમાવિષ્ટ કરાયેલ શેરની સાપ્તાહિક,  માસિક અને ત્રિમાસિક ભાવ લિમિટો અલગથી નક્કી કરવામાં આવશે અને તેમાં સમાવિષ્ટ માટે જુના ભાવના માપદંડોને આધાર બનાવાશે.

એક ઉદાહરણ દ્વારા સમજીએ તો જો કોઈ શેર માટે દૈનિક ભાવ વધઘટ મર્યાદા ૧૦ ટકાની લિમિટ હોય તો અને એ શેરનો બંધ ભાવ ૩૦,જુલાઈ ૨૦૨૧ના રૂ.૧૦૦ છે, તો એમાં સાપ્તાહિક લિમિટ ઉપલા લેવલ માટે ૧.૩ ગણો એટલે કે રૂ.૧૩૦ અને લોઆર-નીચલી બેન્ડ ૦.૭૫ એટલે કે રૂ.૨૫ની રહેશે, જ્યારે માસિક લિમિટ અપર ૧.૬ ગણો એટલે કે રૂ.૧૬૦ અને લોઅર ૦.૬ એટલે કે રૂ.૪૦ રહેશે, જ્યારે ત્રિમાસિક લિમિટ અપર માટે ૨ ગણો એટલે કે રૂ.૨૦૦ અને લોઅર ૦.૫ એટલે કે રૂ.૫૦ રહેશે.

આ જ પ્રમાણે દૈનિક લિમિટ ૨૦ ટકાની હોય તો રૂ.૧૦૦ના શેરનો બંધ ભાવ ધરાવતા શેર માટે સાપ્તાહિક અપર લિમિટ ૧.૬ ગણો એટલે કે રૂ.૧૬૦ અને  લોઅર લિમિટ ૦.૬ એટલે કે રૂ.૪૦, માસિક લિમિટ અપર ૨ ગણો એટલે કે રૂ.૨૦૦ અને લોઅર લિમિટ રૂ.૫૦, જ્યારે  ત્રિમાસિક લિમિટ અપર ૩ ગણો એટલે કે રૂ.૩૦૦ અને લોઅર રૂ.૩૦ રહેશે. 

આજ પ્રકારે જો પાંચ ટકાની દૈનિક પ્રાઈસ બેન્ડ-ભાવ વધઘટ લિમિટ લાગુ હોય એવા શેર માટે સાપ્તાહિક અપર લિમિટ ૧.૨ ગણો એટલે કે રૂ.૧૨૦ અને   લોઅર લિમિટ ૦.૮ એટલે કે રૂ.૨૦ રહેશે, જ્યારે  માસિક લિમિટ અપર ૧.૩ ગણો એટલે કે રૂ.૧૩૦ અને લોઅર લિમિટ ૦.૭૫ એટલે કે રૂ.૨૫ રહેશે.

આ  સિવાય ત્રિમાસિક માટે અપર લિમિટ ૧.૬ એટલે કે રૂ.૧૬૦ અને  લોઅર ૦.૬ એટલે કે રૂ.૪૦ રહેશે. જ્યારે દૈનિક બે ટકાની પ્રાઈસ બેન્ડ ધરાવતા શેર માટે સાપ્તાહિક લિમિટ અપર ૧.૧ એટલે કે રૂ.૧૧૦ અને  લોઅર લિમિટ ૦.૯ એટલે કે રૂ.૧૦ રહેશે, માસિક લિમિટ અપર ૧.૨ એટલે કે રૂ.૧૨૦ અને લોઅર ૦.૮ એટલે કે રૂ.૨૦ રહેશે અને ત્રિમાસિક અપર લિમિટ ૧.૩ એટલે કે રૂ.૧૩૦ ્ને લોઅર લિમિટ ૦.૭૫ એટલે કે રૂ.૨૫ લાગુ રહેશે.

કયા દિવસથી લાગુ પડશે આ ફ્રેમવર્ક ?

એડઓન(BSE Add on Price Band) ફ્રેમવર્ક સર્કયુલર ૯,ઓગસ્ટ ૨૦૨૧ના દિવસથી લાગુ થશે. શેરના ભાવની લિમિટ નક્કી કરવા માટે પાછલા ટ્રેડિંગ દિવસના શેરના બંધ ભાવને ધ્યાનમાં લેવામાં આવશે. આ જ રીતે સાપ્તાહિક લિમિટ માટે અગાઉના સપ્તાનહનો બંધ ભાવ અને માસિક માટે કેલેન્ડરના પાછલા મહિનાના છેલ્લા ટ્રેડિંગ દિવસના બંધ ભાવ અને ત્રિમાસિકના પાછલા ત્રિમાસિકના છેલ્લા ટ્રેડિંગ દિવસના બંધ ભાવને ધ્યાનમાં લેવાશે.

BSE Circularના સર્કયુલરમાં અર્થઘટનમાં શું ખોટું ?

સૌથી મોટી સમસ્યા એ હતી કે બીએસઈનો આ પરિપત્ર ક્યારથી લાગુ પડશે એટલેકે કઈ તારીખથી નહિ પરંતુ, કઈ તારીખના બંધ ભાવ સામે સર્કિટ ફિલ્ટર ગણાવામાં આવશે.

સૌથી મહત્વની વાત એ છે કે બીએસઈએ BSE Add on Price Band પરિપત્રના મુખ્ય હેતુ/વિષયમાં જ લખ્યું છે કે આ નિયમો માત્ર બીએસઈ પર જ લિસ્ટેડ હોય એ કંપનીઓના શેરને લાગુ થશે એટલેકે માત્ર બીએસઈ એક્સક્લુઝિક શેર પર જ લાગુ થશે.

બીજા શબ્દોમાં કહીએ તો આ બંને એક્સચેન્જ, બીએસઈ અને એનએસઈ પર લિસ્ટેડ શેર પર લાગુ નહિ પડે.

સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું બીએસઈ એકલા હાથે જ આ પરિપત્ર ઈશ્યુ કરી શકે ? આ પ્રકારનો નિર્ણય લઈ શકે ? બજારમાં રોજ કામકરતા અને બજારના જાણકારોને સમજ છે કે આ પ્રકારના શેરભાવને સંતુલિત અને અંકુશિત કરતા નિયમો લાગુ કરવા માટે સેબી સાથે પરામર્શ કરીને બીએસઈ અને એનએસઈ બંને એ આ પ્રકારના સર્કલ્યુલર ઈશ્યુ કરવું પડે નહિ તો આર્બિટ્રેજમાં નાના રોકાણકારો પાયમાલ થઈ જાય અને મોટા માથાઓને કમાણીનો વધુ એક મોકો મળે.

રોકાણકારોના લાખો કરોડો સ્વાહા

બીએસઈના સર્કયુલર(BSE Add on Price Band)ની ત્રુટી અને તેના ખોટા અર્થઘટનને કારણે માત્ર બે દિવસમાં જ રોકાણકારોના લાખો કરોડ રૂપિયા સ્વાહા થયા છે.

બીએસઈનો સર્કયુલર 9મી ઓગષ્ટે આવ્યો ત્યારે બીએસઈ પર લિસ્ટેડ કંપનીઓના શેરની માર્કેટ કેપિટલ 2,39,36,450 કરોડ હતી,જેની સામે આજે આ કંપનીઓનું બજાર મૂલ્ય 2,36,14,097 કરોડ થયું છે એટલેકે માત્ર 12 કલાકન ગાળામાં રોકાણકારોની 3.50 લાખ કરોડની સંપત્તિ એક શબ્દ અને પરિપત્રના ખોટા અર્થઘટનને કારણે સાફ થઈ ગઈ છે.

 

આ પણ વાંચો: દેશના 6 કરોડ જનધન ખાતા નિષ્ક્રિય થઈ ગયા : ક્યાંક તમારું ખાતું તો નથી ને ?

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment