અમદાવાદ : ભારતીય શેરમાર્કેટમાં કોરોનાકાળ બાદ લાગુ થયેલ લોકડાઉનને પગલે સ્થિતિ બેકાબૂ બનતા ભારે અફડાતફડીનો માહોલ જોવા મળ્યો હતો. જોકે લોકડાઉનના આ ફાજલ સમયનો ઉપયોગ ભારતીયો શેરબજારને સમજવા અને તેને જાણવા અને રોકાણ માટે કર્યો છે. ભારતીય શેરમાર્કેટમાં રીટેલ રોકાણકારોનો ધમમસતો પ્રવાહ છેલ્લા દોઢ વર્ષથી ચાલુ જ છે અને છેલ્લા ત્રણ મહિનામં તો બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર વધુ 1 કરોડ રોકાણકારોનો ઉમેરો(BSE Investors 8 Crore) થયો છે.
BSE Investors 8 Crore
ભારતીય શેરબજારમાં સામાન્ય રોકાણકારોનો રસ સતત વધી રહ્યો છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) ના આંકડા મુજબ છેલ્લા ત્રણ મહિનામાં લગભગ 1 કરોડ નવા રોકાણકારો જોડાયા છે. બીએસઈએ જણાવ્યું હતું કે 6 જૂનથી 21 સપ્ટેમ્બર, 2021ની વચ્ચે 1 કરોડ નવા યુનિક ક્લાયન્ટ કોડ રજિસ્ટર (રોકાણકારો દ્વારા મેળવેલો એક અનોખો કોડ) રજિસ્ટર થયો છે.આ સાથે એક્સચેન્જમાં નોંધાયેલા રોકાણકારોની સંખ્યા 7 કરોડથી વધીને 8 કરોડ(BSE Investors 8 Crore) થઈ ગઈ છે.
જૂન 2021માં બીએસઈએ 7 કરોડ રોકાણકારોનો આંક સ્પર્શ્યો હતો. તેની સરખામણીમાં બીએસઈ એક્સચેન્જ ખાતે આ પહેલા 1 કરોડ રોકાણકારો ઉમેરવામાં લગભગ 6 મહિનાનો સમય લાગ્યો હતો. બીએસઈએ જાન્યુઆરી 2021 માં 6 કરોડ રોકાણકારોના આંકડાને સ્પર્શ કર્યો હતો. આ રીતે આ વર્ષે અત્યાર સુધીમાં લગભગ 2 કરોડ નવા રોકાણકારો BSE માં જોડાયા છે.
આ પણ વાંચો : જો તમારા પૂર્વજો સ્વપ્નમાં આવે છે તો આ હોઈ શકે છે સંકેત
ઈતિહાસનો સૌથી ઝડપી વધારો
જોકે જુન બાદ એટલેકે છેલ્લા ત્રણ માસમાં 1 કરોડ ગ્રાહકોનું જોડાણ(BSE Investors 8 Crore) BSEના ઈતિહાસનું સૌથી ઝડપી રોકાણકારોનું જોઈનિંગ છે.
આ સાથે, ડિમેટ ખાતાઓની કુલ સંખ્યા પણ જૂન 2021 માં 6.22 કરોડની વિક્રમી સંખ્યા પર પહોંચી ગઈ છે. ડીમેટ એકાઉન્ટનો ઉપયોગ શેર ખરીદવા, વેચવા અને હોલ્ડ કરવા માટે થાય છે. બીએસઈના સીઈઓ આશિષ ચૌહાણે જણાવ્યું હતું કે છેલ્લા 1.5 વર્ષથી ઈક્વિટી રોકાણમાં તમામ વર્ગના લોકોનો રસ વધી રહ્યો છે, તે પ્રત્યક્ષ હોય કે મ્યુચ્યુઅલ ફંડ દ્વારા પરંતુ, આ ઘસારા પાછળ અનેક કારણો જવાબદાર છે.
આશિષ ચૌહાણે કહ્યું, “ભારત પણ હવે વિશ્વના અન્ય પ્રવાહોને અનુસરી રહ્યું છે. આ સ્થિતિમાં રોકાણકારોએ કોઈપણ રોકાણ કરતા પહેલા કંપની, તેની પ્રક્રિયા અને રોકાણની પદ્ધતિની સાવચેતી અને સંપૂર્ણ તપાસ કરવી જરૂરી છે.”
@BSEIndia reached 8 CR (80 million) Unique client code (UCC) – investors account today. Amazing. pic.twitter.com/km0uK9sb23
— Ashish Chauhan (@ashishchauhan) September 21, 2021
પ્રત્યક્ષ રોકાણકારો વધ્યાં
મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોની સંખ્યા શેરબજારમાં પ્રત્યક્ષ રોકાણ કરતા લોકોની સંખ્યાએ ધીમી ગતિએ આગળ વધી છે. એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (AMFI) દ્વારા બહાર પાડવામાં આવેલ આંકડા અનુસાર જૂન ક્વાર્ટરના અંતે 2.39 કરોડ મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારો હતા, જે યુનિક PAN નંબરો દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવ્યા હતા.
બીએસઈએ ફેબ્રુઆરી 2008માં 1 કરોડના રોકાણકારનો આંકડો સ્પર્શ્યો હતો. આ પછી આગામી 10 વર્ષમાં 3 કરોડ વધુ રોકાણકારો BSE માં જોડાયા એટલેકે 2018માં તેમાં 3 કરોડ રોકાણકારો હતા.
આ પણ વાંચો : કંપનીમાં CEO બનાવવાની લાલચ આપી ઇન્વેસ્ટરો એ વિદ્યાર્થીની ને પીંખી નાખી,ફોટા પણ વાઇરલ કર્યા અને પછી…..
ગુજરાત ટોચ પર
બીએસઈના આંકડા દર્શાવે છે કે વાર્ષિક ધોરણે મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, કર્ણાટક, મધ્યપ્રદેશ રોકાણકારોની યાદીમાં ટોચ પર છે.
નોંધાયેલા 8 કરોડ રોકાણકારો(BSE Investors 8 Crore)માંથી મહારાષ્ટ્રમાં લગભગ 1.7 કરોડ ઈન્વેસ્ટર છે. ત્યારબાદ ગુજરાત 94 લાખ, ઉત્તર પ્રદેશમાં લગભગ 62 લાખ અને તામિલનાડુમાં લગભગ 47 લાખ ગ્રાહકો છે. BSE ડેટા દર્શાવે છે કે 41 લાખ સક્રિય વપરાશકર્તા આધાર સાથે દિલ્હી 8મા સ્થાને છે.
રોકાણકારોની સંપત્તિ 67 લાખ કરોડ વધી
2021મા અત્યાર સુધીમાં રોકાણકારોની સંપત્તિમાં 67 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે. BSE- લિસ્ટેડ કંપનીઓની સરેરાશ માર્કેટ કેપિટલ 31 ડિસેમ્બરના રોજ રૂ.188 લાખ કરોડથી વધીને 21 સપ્ટેમ્બર, 2021ના રોજ રૂ. 255 લાખ કરોડ થઈ હતી. જ્યારે સેન્સેક્સ 59000 ને વટાવી ગયો હતો ત્યારે બીએસઈ માર્કેટ કેપિટલ રૂ. 16 સપ્ટેમ્બરે 260.78 લાખ કરોડના રેકોર્ડ ઓલટાઈમ હાઈ લેવલે પહોંચી હતી.
આ પણ વાંચો : પાકિસ્તાન ખોટના ખાડામાં: નાણાંકીય ખાધ 15 અબજ ડોલર રહેવાની આશંકા
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4