Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / August 12.
Homeન્યૂઝશેરબજારનો સિતારો બુલંદી પર, સેન્સેકસ-નિફટી નવા ઓલટાઈમ હાઈ પર

શેરબજારનો સિતારો બુલંદી પર, સેન્સેકસ-નિફટી નવા ઓલટાઈમ હાઈ પર

Sensex-Nifty Scale At All Time High: RIL-Metals Lifts Market, Midcap-Smallcaps Also Jumps
Share Now

અમદાવાદ : ભારતીય શેરમાર્કેટમાં નવા સપ્તાહની શાનદાર શરૂઆત થઈ છે. શેરબજારમાં નવા સપ્તાહે નવા કીર્તિમાન સ્થપાયા છે. સેન્સેકસ અને નિફટી(BSE Sensex-Nifty) સોમવારે નવા ઓલટાઈમ હાઈ પર ખુલીને તેજીના બુલ રન સાથે આગળ વધ્યાં છે.

BSE Sensex-Nifty Scale At All Time High

BSE Sensex-Nifty

સોમવારે સવારે એસ એન્ડ પી બીએસઈ સેન્સેકસ 56,330 પર ખુલીને ઈન્ટ્રાડેમાં 600 અંકોના હાઈ જમ્પ સાથે 56,725ના સર્વકાલીન ઉચ્ચતમ સ્તરે પહોંચ્યું છે. નિફટી 50 ઈન્ડેકસ પણ 150 અંકોના ઉછાળે 16,850ને પાર નીકળ્યો છે. આજની બજારની તેજી માત્ર હેવી વેઈટ શેરને આધારે જ જોવા મળી રહી છે.

તેજીનું કારણ શું ?

ભારતીય બજાર(BSE Sensex-Nifty)માં આજની તેજી અમેરિકન બજારની તેજીને આભારી છે. સેન્સેકસ અને નિફટી ડાઉ જોન્સ અને યુરોપિયન બજારની ગત સપ્તાહના અંતિમ સત્રની શાનદાર ચાલને આભારી છે. ગૂગલ અને ફેસબૂકના શેરમાં શુક્રવારે અમેરિકન બજારમાં શાનદાર ઉછાળો જોવા મળ્યો હતો.

સેન્સેકસમાં સમાવિષ્ટ 30માંથી 27 શેરમાં સોમવારના સત્રમાં તેજી છે,જ્યારે માત્ર 2 શેર જ ઘટ્યાં છે. આ બંને શેર નેસ્લે અને ટેક મહિન્દ્રા છે.

આ પણ વાંચો : જન્માષ્ટમીના દિવસે જાણો ગુજરાતનાં સુપ્રસિદ્ધ શામળાજી મંદિર વિશે

કોણ વધ્યું- કોણ ઘટ્યું ?

ચીનથી સકરાત્મક સંકેતોને પગલે ટાટા સ્ટીલ 4% ઉછળ્યો છે અને અન્ય મેટલ શેરમાં પણ તેજી છે. આજના હેવીવેઈટ ગેનર્સમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રી અને ICICI બેંક અને L&T, બજાજ ફાઈનાન્સ ઉંચકાયા છે.

આ સિવાય આજે ઓટો શેરો પણ એક્શનમાં છે. દિગ્ગજ ઓટો કંપનીઓ સિવાય ઓટો એન્સિલરી સેક્ટર પણ આજે પુરપાટ ઝડપે દોડી રહ્યાં છે.

Sensex-Nifty at all time high

બ્રોડર માર્કેટમાં અણધરી તેજી :

બેંચમાર્ક ઈન્ડેકસ સેન્સેકસ-નિફટી(BSE Sensex-Nifty)ની રોકેટ ગતિ બાદ આજે બ્રોડૅર માર્કેટમાં પણ શાનદાર તેજી છે. બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેકસ પણ  સવા ટકાથી વધુ ઉંચકાયા છે. બંને ઈન્ડેકસ અનુક્રમે 1.17% અને 1.25% ઉછળ્યાં છે.

બીએસઈ ખાતે આજે 2172 શેર વધીને તો 770 શેર ઘટીને બંધ આવ્યા છે એટલેકે એડવાન્સ-ડિકલાઈન રેશિયો 3:1 છે. જોકે માત્ર 169 શેરમાં જ નવા 52 સપ્તાહના ઉચ્ચતમ સ્તર જોવા મળ્યાં છે અને 19 શેરમાં 52 સપ્તાહનું તળિયું બનાવ્યું છે.

Indian Share Market Daily Updates

284 શેરમાં સોમવારના સત્રમાં અપર સર્કિટ તથા 164 શેરમાં લોઅર સર્કિટ લાગી છે.

ભારતીય શેરબજાર(BSE Sensex-Nifty)નું મૂલ્ય એટલેકે આજે માર્કેટ કેપિટલ 2,46 લાખ કરોડના રેકોર્ડ હાઈ પર પહોંચી છે.

આ પણ વાંચો : Happy Birthday Krishna જન્માષ્ટમી પર જાણો, નટખટ નંદલાલાની જાણી અજાણી વાતો

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment