Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / May 17.
Homeડિફેન્સસરહદ સાથે પર્યાવરણના રખોપા કરતાં BSF ના જવાનો

સરહદ સાથે પર્યાવરણના રખોપા કરતાં BSF ના જવાનો

World environment day 2021
Share Now

વિશ્વભરમાં 5 જુનનો દિવસ વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે હાલ કોરોના(Corona)ના સમયમાં આપણે પ્રકૃતિ અને પર્યાવરણનું મહત્વ સારુ સમજી રહ્યાં છે. આજના દિવસે શહેરો, અને ગલીઓ તેમજ શાળાઓમાં વૃક્ષારોપણના કાર્યક્રમો થતા હોય છે, લોકોને વૃક્ષો વિશેની માહિતી અને મહત્વ સમજાવવામં આવે છે, ત્યારે આપણા જવાનો પણ આ કામમાં સહભાગી થાય તો લોકો પણ વધુ સારી રીતે એક વૃક્ષનું મહત્વ સમજી શકે.

દેશની સેવા કરતા જવાનો હવે પર્યાવરણની રક્ષાએ

આજના દિવસે સીમા સુરક્ષા બળ ગુજરાત ફ્રન્ટિયર(GUJARAT FRONTIER)માં વિશ્વ પર્યાવરણ(ENVIRONMENT DAY) દિવસ પર એક અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. અહીં વૃક્ષારોપણ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસની ઉજવણી માટે શ્રી જે. એસ મલિક, IPS, IG BSF, સીમા સુરક્ષા બળ અને ગુજરાત ફ્રન્ટીયર અને શ્રીમતિ સવિતા મલિક તેમજ અને અધ્યક્ષા, BWWA ના ઓફિસર, ગુજરાત ફ્રન્ટઅધિકારીઓએ અને અન્ય લોકો સાથે મળીને ગાંધીનગર પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતુ.

  • વિશ્વ પર્યાવરણ દિવસની થીમ “ઇકોસિસ્ટમ રિસ્ટોરેશન”
  • વાવેતર કાર્યક્રમ દરમિયાન 5000 રોપાઓ

આ સિવાય ગુજરાતના તમામ મુખ્ય મથકો અને બોર્ડર પોસ્ટ્સમાં પણ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. “વનસ્પતિનું સંરક્ષણ માનવ જીવનના હિતમાં છે” વાક્યને અનુસરતા બીએસએફ સરહદની સુરક્ષાની સાથે સાથે તેમજ વનસ્પતિ અને પર્યાવરણના સંરક્ષણ માટે પણ પ્રતિબદ્ધ છે.

BSF Gujarat

PC: BSF Gujarat

 

“વનસ્પતિનું સંરક્ષણ માનવ જીવનના હિતમાં છે”

BSF

PC: BSF Gujarat

વિશ્વ પર્યાવરણ દિવસની થીમ “ઇકોસિસ્ટમ રિસ્ટોરેશન”

આ વર્ષના વિશ્વ પર્યાવરણ દિવસની થીમ “ઇકોસિસ્ટમ રિસ્ટોરેશન”  (Ecosystem Restoration)”છે. વાવેતર કાર્યક્રમ દરમિયાન 5000 રોપાઓ અને છોડવાઓને રોપવામાં આવ્યા હતા.

આજે લોકો કોરોનાની મહામારીના કારણે પર્યાવરણનું મહત્વ સંમજ્યા છે, ત્યારે આપણે પણ ફક્ત વાતો કર્યા સિવાય એક છોડ વાવીને ઓક્સિજનની કિંમત સમજવી પડશે. કોરોનાના આ કાળમાં દેશને જે ઓક્સિજનની કિંમત સમજાવી છે તેને જોતા લાગે છે કે એક વૃક્ષ ખુબ કિંમતી છે. વૃક્ષની કિમત સમજીને તેનું જતન કરીએ અને આવનારી પેઢીને પણ આપણે સ્વસ્છ પર્યાવરણ આપીએ. OTTIndia  તરફથી પર્યાવરણ દિવસની શુભકામનાઓ…

આ પણ વાંચો: ઝીરો શેડો ડે પર બની આ ખગોળીય ઘટના

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment