Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / July 3.
Homeડિફેન્સBSF Raising Day 2021: BSF ના સ્થાપના દિવસ પર જાંબાજ જવાનોને સો સો સલામ, PM મોદીએ પાઠવ્યા અભિનંદન

BSF Raising Day 2021: BSF ના સ્થાપના દિવસ પર જાંબાજ જવાનોને સો સો સલામ, PM મોદીએ પાઠવ્યા અભિનંદન

BSF
Share Now

દેશમાં જ્યારે પણ વીરતા, બહાદુરી અને સાહસની વાત આવે ત્યારે હંમેશા ફોર્સનો ઉલ્લેખ આવે છે. જે દેશની સુરક્ષા માટે માઈનસથી લઈને 50 ડીગ્રીના તાપમાનમાં પણ દેશની સેવા માટે ખડે પગે તૈનાત હોય છે. આજે આપણે એવી જ એક ફોર્સની વાત કરીશુ જે છે બીએસએફ. બીએસએફના જવાન દેશની બોર્ડર પર તૈનાત રહે છે. જેથી દેશમાં ઘુસણખોરી કરી રહેલાઓનો સફાયો કરી શકે. ગુલાબી ઠંડી, ગરબી અને ભારે વરસાદમાં પણ તૈનાત રહે છે, તે છે આપણા બીએસએફ (BSF)ના જવાન. તો આવો જાણીએ બીએસએફ વિશે ખાસ…

વડાપ્રધાન મોદીએ સીમા સુરક્ષા દળના સ્થાપના દિવસ પર જવાનો અને તેમના પરિવારના સભ્યોને અભિનંદન પાઠવ્યા છે. 

BSF ની સ્થાપના થયા બાદ પ્રથમ વડા કોણ હતા?

દેશ શાંતિથી રહી શકે, તે માટે દેશની સરહદો પર તૈનાત સુરક્ષાકર્મીઓ કંઇ પણ કરવા હંમેશા તત્પર રહેતા હોય છે. આપણે આરામ કરતા હોઇએ છીએ, પરંતુ બોર્ડર પર તૈનાત સુરક્ષાકર્મીઓ આપણા માટે રાત ઉજાગરા કરતા હોય છે. બીએસએફ ભારતનું એક અર્ઘસૈનિક અને વિશ્વનું સૌથી મોટુ સીમા સુરક્ષા દળ છે. જેની સ્થાપના 1 ડિસેમ્બર 1965 ના રોજ થઇ હતી. શ્રી કેએફ રૂસ્તમજી સૌ પ્રથમ વડા અને સંસ્થાપક હતા, હાલમાં શ્રી પંકજ કુમાર સિંહ સીમા સુરક્ષા દળના મહાનિર્દેશક છે. બીએસએફનું મુખ્ય કામ શાંતિના સમયે બોર્ડર પર ધ્યાન રાખવાનુ છે. બીએસએફ નદી-નાળા અને પર્વતોમાં પણ ફેલાયેલી છે. બોર્ડર પરથી થઇ રહેલી ઘુસણખોરીને રોકવાની જવાબદારી પણ બીએસએફની છે.

બીએસએફ ક્યા ક્યા તૈનાત હોય છે

બીએસએફ દેશમાં ઘણા સુરક્ષાના કામ કરે છે. ચૂંટણી સમયે પણ શાંતિ વ્યવસ્થા બનાવી રાખવા, વીવીઆઇપીઓને સુરક્ષા પુરી પાડવા, બોર્ડર (Border)પર રહેલા ગામોની સુરક્ષા કરવાનું સામેલ છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશ સાથે જોડાયેલી ભારતની બોર્ડર પર બીએસએફ હંમેશા બાજ નજર રાખે છે. નક્સલી (Naxals)ઓની ગતિવિધિઓ પર અંકુશ લગાવવા બીએસએફ મહત્વની ભુમીકા ભજવે છે. બીએસએફ કોઇ પણ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર હોય છે પછી ભલે તે કાશ્મીરની બરફબારી હોય, જમ્મુની સરહદ, રાજસ્થાનનું જેસલમેર, ગુજરાતનું રણ અને સરક્રિક હોય કે પછી છતીસગઢ જેવો નક્સલી વિસ્તાર. કોઇ પણ પરિસ્થિતિમાં સામનો કરનારૂ દળ એટલે બીએસએફ.

આ પણ વાંચો: Israeli Heron droneથી ભારતીય સેનાની વધી તાકાત, સરહદો પર રાખશે ચાંપતી નજર

બીએસએફની જરૂર કેમ પડી

હવે તમારા મનમાં એ સવાલ હશે કે બીએસએફની જરૂરત કેમ પડી. તો તમને જણાવી દઇએ કે, 1965 સુધી પાકિસ્તાન સાથે ભારતની બોર્ડરની સુરક્ષા રાજ્ય સશસ્ત્ર પોલીસ બટાલિયન દ્વારા કરવામાં આવતી હતી. જેને 28 ડિસેમ્બર 1949 બાદથી સીઆરપીએફના નામે ઓળખવામાં આવે છે. પાકિસ્તાને કચ્છમાં 09 એપ્રિલ 1965 ના રોજ સરદાર પોસ્ટ, ચાહર બેટ અને બેરિયા બેટ પર હુમલો કરી દીધો હતો. આ હુમલામાં ભારત સરકારને કેન્દ્રની એક અન્ય સીમા સુરક્ષા દળની જરૂરત હોવાનું લાગ્યુ. 56 વર્ષના સમયગાળામાં બીએસએફએ દેશમાં મહત્વનો ભાગ ભજવ્યો. જેને 1971 અને કારગિલ યુદ્ધમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. બીએસએફનું લક્ષ્ય છે કોઇ પણ જવાબદારી, કોઇ પણ સમયે, ક્યાંય પણ.

BSF ની જવાબદારી ક્યારે વધી જાયે છે

બીએસએફના જવાન હંમેશા સક્રિય રહેતા હોય છે. પછી ભલે તે યુદ્ધનો સમય હોય કે શાંતિ નો. શાંતિના સમયમાં તેમની મુખ્ય જવાબદારી આપણી બોર્ડરની સુરક્ષા, બોર્ડર (Border)પાર કરી અને દાખલ થતા આતંકીઓને રોકવાની હોય છે. યુદ્ધના સમયે તેમની જવાબદારી વધી જાય છે. ક્યાંય પણ સૈનિકોની જરૂરત પડે છે, ત્યારે તેમને મોકલવામાં આવે છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment