બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી માયાવતીના માતાનું (Mayawati Mother Passed Away) આજે કાર્ડિયાક અરેસ્ટને કારણે અવસાન થયું હતું. બહેનજી માયાવતીનાં ટ્વિટર હેન્ડલથી એક પ્રેસ રિલીઝ જાહેર કરીને આ વાતની જાણકારી આપવામાં આવ્યું છે. અને માયાવતીના માતાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. આ સાથે જ માયાવતી દિલ્હી જવા રવાના થઈ ગયા છે.
પ્રેસ રિલિઝમાં ખૂબ જ દુઃખ સાથે સૂચિત કરવામાં આવે છે કે બસપા સુપ્રીમો, પૂર્વ સાંસદ અને યુપીના પૂર્વ મુખ્યમંત્રી માયાવતીની આદરણીય માતા રામરતિનું આજે હોસ્પિટલમાં કાર્ડિયાક અરેસ્ટને કારણે 92 વર્ષની વયે નિધન થયું છે.
BSP PRESS NOTE-13-11-2021-BEHENJI MOTHER DEMISE pic.twitter.com/XjUMsw8olG
— Mayawati (@Mayawati) November 13, 2021
આ પણ વાંચો:મહેબૂબા મુફ્તીએ સલમાન ખુર્શીદનું કર્યું સમર્થન, કહ્યું ભાજપે હિન્દુત્વને હાઈજેક કર્યું
બસપાના કાર્યકરોએ શોક વ્યક્ત કર્યો
બહુજન સમાજ પાર્ટીના તમામ કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ વતી પરમાત્મા દિવંગતના આત્માને શાંતિ અને શોકમગ્ન પરિવારને આ દુઃખની ઘડીમાં ન પૂરી શકાય તેવી ખોટ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના છે.
આવતીકાલે થશે અંતિમ સંસ્કાર
BSP સુપ્રીમો કુમારી માયાવતીની માતા ખૂબ જ ઉમદા અને પારિવારિક મહિલા હતા, જેમણે ખૂબ જ મહેનત અને સમર્પણ સાથે તેમના બાળકોનો સારો ઉછેર કર્યો હતો. તે અંતિમ સમય સુધી પરિવાર સાથે રહ્યા હતા. નવી દિલ્હીમાં 3 ત્યાગરાજ માર્ગ પર પહોંચીને, માયાવતી માના અંતિમ દર્શન કરશે.(Mayawati Mother Passed Away) અને અંતિમ સંસ્કાર આવતીકાલે એટલે કે 14 નવેમ્બરે કરવામાં આવશે.
ગયા વર્ષે પિતાનું અવસાન થયું
ઉલ્લેખનીય છે કે, માયાવતીના પિતાનું ગયા વર્ષે નિધન થયું હતું. માયાવતીના પિતા પ્રભુદયાલનું 19 નવેમ્બર 2020ના રોજ 95 વર્ષની વયે અવસાન થયું હતું.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4