ઉત્તરપ્રદેશમાં આગામી વર્ષ 2022 માં વિધાનસભાની ચૂંટણી યોજવાની છે. જેને લઈને તમામ રાજકીય પક્ષોએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે બસપા સુપ્રીમો માયાવતીએ કહ્યું કે અમે 2022ની યુપી વિધાનસભા ચૂંટણી માટે કોઈપણ પક્ષ સાથે ચૂંટણી કરાર કરીશું નહીં અને એકલા હાથે લડીશું. તેમણે કહ્યું કે અમે લોકો સાથે ગઠબંધન કરીશું અને રાજ્યમાં સરકાર બનાવીશું. તેમણે કહ્યું કે ચૂંટણી નજીક આવતી જોઈને ભાજપ ઉતાવળમાં શિલાન્યાસ કરી રહી છે અને સરકારી યોજનાઓને સમર્પિત કરી રહી છે. આ તમામ યોજનાઓ હજુ અધૂરી છે. લોકો તેમની જાળમાં ફસાશે નહીં.
કોંગ્રેસ અને સપા પર કર્યા પ્રહાર
માયાવતીએ કોંગ્રેસ અને સપા પર પણ નિશાન સાધતા કહ્યું કે કોંગ્રેસ પણ ભાજપના રસ્તે ચાલી રહી છે, તેથી તે સતત લોકશાહીની જાહેરાતો કરી રહી છે. જો તેમણે સત્તામાં રહીને તેમના 50 ટકા વચનો પણ પૂરા કર્યા હોત તો આજે તેઓ કેન્દ્રમાં સત્તાની બહાર ન હોત. માયાવતીએ કહ્યું કે જનતા સપાના ચૂંટણી વચનો પર વિશ્વાસ નહીં કરે અને તેમને વોટ પણ નહીં આપે.
આ પણ વાંચો: 21 વર્ષમાં દસ સીએમ બદલાયા, જાણો રાજ્યનો ઇતિહાસ
યોગઇઉ ધ્યાન ચોક્કસ ધર્મ અને જાતિના લોકો પર કેન્દ્રિત
માયાવતીએ યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર પણ નિશાન સાધતા કહ્યું કે યુપીના સીએમની જેમ મારો પણ પરિવાર નથી પરંતુ હું કોઈ ડ્રેસ પહેરીને સન્યાસી નથી બની. મારો પરિવાર તમામ ધર્મના લોકો છે અને હું દરેકનું ધ્યાન રાખું છું. યોગીએ પોતાનું ધ્યાન માત્ર એક ધર્મની ચોક્કસ જાતિના લોકો પર કેન્દ્રિત કર્યું છે. કહ્યું કે મારા ભાઈ-બહેનો અને સ્વજનો રાજકારણમાં સેવા કરવાના હેતુથી નિઃસ્વાર્થ ભાવે આવે તો તેને પરિવારવાદ કહીને આંગળી ન ઉઠાવવી જોઈએ.
સપા અને ભાજપ બંને ધાર્મિક રાજનીતિ કરે છે
માયાવતીએ કહ્યું કે વિધાનસભાની ચૂંટણીમાં સપા અને ભાજપે એ વાત સંપૂર્ણપણે સ્પષ્ટ કરી દીધી છે કે બંને માત્ર હિંદુ મુસ્લિમ મુદ્દા પર ચૂંટણી કરાવવાનો ઇરાદો ધરાવે છે. વાસ્તવમાં, બંને પોષક અને એકબીજાના પૂરક છે. બસપા સર્વ સમાજની પાર્ટી છે અને તે જ એજન્ડા પર કામ કરશે. તેમણે સપાના 400 અને બીજેપીના 300થી વધુ સીટો જીતવાના દાવા પર કટાક્ષ કર્યો અને કહ્યું કે આ બાલિશ દાવા પર ચૂંટણી પંચે યુપીમાં સીટોની સંખ્યા વધારીને 1000 કરવી પડશે. બંનેના ઈરાદા સ્પષ્ટ છે. બંને પક્ષો ક્યારેક જિન્નાની વાત કરશે ટો ક્યારેક સાંપ્રદાયિક મુદ્દાઓ પર વાત કરીને ચૂંટણીના મુદ્દાને હિન્દુ મુસ્લિમ પર ફોકસ રાખશે. અને બંને એક બીજાને લાભ પહોંચાડશે. પરંતુ બસપા સર્વજન હિતાયના નારા સાથે સૌની વાત કરશે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4