કેન્દ્ર સરકારે મંગળવારે રાજ્યસભામાં કહ્યું હતું કે કોરોના વાયરસની બીજી લહેર દરમિયાન દેશના કોઈ પણ રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશમાં ખાસ કરીને ઓક્સિજનના અભાવને કારણે કોઈ મોતનો કેસ થયો નથી. પરંતુ બીજી લહેર દરમિયાન તબીબી ઓક્સિજનની માંગમાં અભૂતપૂર્વ વધારો થયો હતો. કેન્દ્ર સરકારના આ નિવેદન બાદ વિપક્ષી નેતાઓએ સરકાર પર પ્રહાર કરવાના શરૂ કરી દીધા છે. કોંગ્રેસ સહિતના તમામ પક્ષોએ સરકારના આ દાવા પર સવાલ કરી રહ્યા છે. ત્યારે હવે આ મામલે બસપા સુપ્રીમો અને ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ(MAYAWATI) પ્રતિક્રિયા આપતા ચિંતા વ્યક્ત કરી હતી કે આવા ખોટા નિવેદનોથી કેન્દ્ર સરકાર વિશે લોકોમાં અવિશ્વાસ પેદા થઈ રહ્યો છે. તેમજ સરકારને સવાલ કર્યો હતો કે, જો દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવશે તો શું થશે? વધુમાં તેમણે કહ્યું કે ઓક્સિજનના અભાવને કારણે કોઈ મૃત્યુ નથી થતો તેવો દાવો સરકાર દ્વારા કરવો તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ અને ખૂબ જ દુ:ખદ છે.
બસપા સુપ્રીમોએ ટ્વિટ કરીને પૂછ્યા સવાલ
બસપાના રાષ્ટ્રીય અધ્યક્ષ માયાવતીએ(MAYAWATI) ટ્વિટ કર્યું છે, “ભારતમાં ઓક્સિજનના અભાવને કારણે કોરોનાની બીજી લહેરમાં ખાસ કરીને જે અફરાતફરી અને મૃત્યુ વગેરે થયા હતા તેનો સામનો કરવા માટે કેન્દ્ર સરકારે વિદેશી સહાય પણ લેવી પડી હતી. તે કોઈપણ વ્યક્તિથી છુપાયેલ નથી. તેમ છતાં, તસરકાર દ્વારા એવો દાવો કરવો કે ઓક્સિજનના અભાવના કારણે કોઈનું મૃત્યુ નથી થયું તે ખુબજ દૂ:ખદ બાબત છે. તેમણે બીજી એક ટવીટમાં લખ્યું કે, “આવા ખોટા નિવેદનો કેન્દ્ર સરકાર વિશે લોકોમાં અવિશ્વાસ પેદા થઈ રહ્યો છે. અને સવાલ કર્યો કે, જો દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવશે તો શું થશે? આ મુદ્દે કેન્દ્ર અને રાજ્ય સરકારોની પ્રાથમિકતા અને જવાબદારી લોકો પ્રત્યે વધુ હોવી જોઈએ. રાજકીય અને સરકારી હિતો તરફ ઓછી હોવી જોઈએ.
PC- ZBIZ
આ પણ વાંચો:પેગાસસ જાસૂસી મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી
રાજ્યસભામાં પૂછાયો હતો સવાલ
કોરોના મહામારી વચ્ચે હાલ સંસદનું ચોમાસું સત્ર ચાલી રહ્યું છે. ત્યારે રાજ્યસભામાં સવાલ પૂછાયો હતો કે, દેશમાં કોરોનાની બીજા લહેરમાં ઓક્સિજનની તીવ્ર તંગીના લીધે મોટી સંખ્યામાં કોરોનાના દર્દીઓ રસ્તાઓ અને હોસ્પિટલો પર મૃત્યુ પામ્યા હતા? તેના જવાબમાં આરોગ્ય રાજ્ય મંત્રી ભારતી પ્રવીણ પવારે લેખિત જવાબમાં કહ્યું હતું કે, ” બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો નિયમિતપણે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયને કોરોનાના કેસ અને તેને લીધે થયેલ મૃત્યુની જાણ કરતા રહે છે. જો કે, ઓક્સિજનના અભાવને કારણે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી કોઈ મૃત્યુની જાણ થઈ નથી.
1. भारत में आक्सीजन की कमी से कोरोना की दूसरी लहर में खासकर जो अफरातफरी व मौतें आदि हुई। तो उससे निपटने के लिए केन्द्र सरकार को विदेशी सहायता तक भी लेनी पड़ी, यह किसी से भी छिपा नहीं है, फिर भी आक्सीजन की कमी से मौतें नहीं होने का दावा करना अति दुर्भाग्यपूर्ण व अति-दुःखद।
— Mayawati (@Mayawati) July 22, 2021
બીજી લહેરમાં ઓક્સિજનની માંગમાં થયો હતો વધારો
વધુમાં આરોગ્ય રાજ્ય મંત્રી ભારતી પ્રવીણ પવારે કહ્યું હતું કે, ભારત સરકારે એપ્રિલ-મે 2021 દરમિયાન દેશમાંકોરોનાના કેસોમાં ઝડપથી વધારો થવાને કારણે દર્દીની તબીબી સંભાળને સુનિશ્ચિત કરવા માટે, તબીબી ઓક્સિજન અને અન્ય ઉપભોક્તાઓ સહિત રાજ્યસર્કરોને મદદ કરી હતી. તેમજ કેટલીક કાર્યવાહી પણ કરી હતી. તેમણે કહ્યું કે “જોકે, બીજી લહેર દરમિયાન તબીબી ઓક્સિજનની માંગમાં અભૂતપૂર્વ વધારો થવાને કારણે, દેશમાં ઓક્સિજનની માંગ 9000 મેટ્રિકે પહોંચી ગઈ હતી. જે કોરોનાની પ્રથમ લહેરમાં 3095 મેટ્રિક હતી. આમ અચાનક ઓક્સિજનની માંગ વધવાને કારણે દરેક રાજ્યોને એકસમાન ઑક્સીજન વિતરણ કરવાનો નિર્ણય કરવો પડ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે મંગળવારે રાજ્યસભામાં કહ્યું હતું કે કોરોના વાયરસની બીજી લહેર દરમિયાન દેશના કોઈ પણ રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશમાં ખાસ કરીને ઓક્સિજનના અભાવને કારણે કોઈ મોતનો કેસ થયો નથી. પરંતુ બીજી લહેર દરમિયાન તબીબી ઓક્સિજનની માંગમાં અભૂતપૂર્વ વધારો થયો હતો. કેન્દ્ર સરકારના આ નિવેદન બાદ વિપક્ષી નેતાઓએ સરકાર પર પ્રહાર કરવાના શરૂ કરી દીધા છે. ત્યારે હવે બસપા સુપ્રીમો અને ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી બહેનજી માયાવતી(MAYAWATI) પણ હવે આ મુદ્દે સરકાર પર પ્રહાર કર્યા છે.
આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.
Android: http://bit.ly/3ajxBk4