Bulli Bai App: બુલ્લી બાઈ એપ, જેના પર મુસ્લિમ મહિલાઓની તસ્વીરો અપલોડ કરવામાં આવી હતી અને લખવામાં બુલી ઓફ ધ ડે. (Bulli of the day) આવ્યું હતું. આ સિવાય મહિલાઓની તસ્વીરો પર ગંદી કોમેન્ટ્સ કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ફેલાયેલી નફરતની ભાવનાએ આ એપને લઈને એવો હોબાળો મચ્યો કે પોલીસે ઉતાવળમાં ઉત્તરાખંડની એક યુવતી સહિત ત્રણ લોકોની ધરપકડ કરી હતી. પરંતુ ધરપકડ બાદ પૂછ-પરછમાં કહાની કંઈક જુદી જ સામે આવી હતી. ફિલ્મોની જેમ, નીરજ બિશ્નોઈ (Neeraj Bishnoi) નામનો છોકરો આગળ આવ્યો અને તેણે તમામ જવાબદારી પોતાના માથે લીધી અને કહ્યું કે જે લોકોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે તેઓ નિર્દોષ છે.
bulli bai app hindi, google image
નીરજ બિશ્નોઈ B.Tech બીજા વર્ષનો વિદ્યાર્થી
જો કે નીરજ બિશ્નોઈની પણ પોલીસે આસામમાંથી ધરપકડ કરી હતી. મધ્યપ્રદેશના ભોપાલમાં રહેતા B.Techનો અભ્યાસ કરનાર નીરજ બિશ્નોઈ વિશે જે માહિતી સામે આવી છે, તે દર્શાવે છે કે તે શરમાળ અને શાંત છે, પરંતુ તેની કરતૂતો એવી છે કે સાંભળીને શરમ આવી જાય.
આ પણ વાંચો: શું તમે ક્યારેય ખાધા છે વાદળી કેળા, જાણો શું છે આ વાદળી કેળાનું રહસ્ય?
પૂછપરછ દરમિયાન ચોંકાવનારા ખુલાસા
B.Tech બીજા વર્ષનો વિદ્યાર્થી ઝડપાયા બાદ કોલેજે દ્વારા તેને કાઢવામાં (Niraj Bishnoi suspended from the collage) આવ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે, તેને તેના કાર્યો માટે કોઈ પસ્તાવો નથી. મીડિયા રિપોર્ટ્સથી એવી માહિતી પણ સામે આવી છે કે તે રાજકીય વિચારધારા અને કેટલાક પત્રકારોના અહેવાલોથી ચિડાઈ ગયો હતો, અને સબક શીખવવા માટે આવુ કાર્ય કર્યું. આ એપ પર એક મહિલા પત્રકારનું નામ પણ સામે આવ્યું હતું, ત્યારબાદ મહિલાએ આ અંગે ફરિયાદ કરી અને મામલાની તપાસ શરૂ થઈ.
Niraj Bishnoi, google image
લોકોને બદનામ કરવા ટેકનોલોજીનો ઉપયોગ
ટેક્નોલોજીનો ઉપયોગ કરીને લોકોને બદનામ કરનાર 21 વર્ષીય નીરજ બિશ્નોઈ (B.Tech second year student) તેના માતા-પિતાનો એકમાત્ર પુત્ર છે. પૂછપરછમાં જણાવ્યું છે કે નવેમ્બર 2021માં તેણે આ એપ GitHub પર બનાવીને એપને ડિસેમ્બરમાં લોન્ચ કરવામાં આવી હતી. પછી કેટલાક ફેરફાર પણ કર્યા હતા. આ એપનું નિર્માણ નિરજએ ગયા વર્ષે બહાર આવેલી સુલ્લી ડીલ્સ એપની (Sulli Deals App) મદદથી કર્યું હતું. જોકે સુલ્લી ડીલ્સ એપને લઈને ઘણા વિવાદો સર્જાયા હતા, જેમાં મુસ્લિમ મહિલાઓની તસ્વીરોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. હવે દિલ્હી પોલીસ આ મામલા પર ગંભીરતાથી તપાસ કરી રહી છે.
આ પણ વાંચો: VGGS 2022 Postponed: રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય, ‘વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ’ મોકૂફ
મુંબઈ પોલીસ અને દિલ્હી પોલીસ બંને આ મામલાની તપાસમાં
મુંબઈ પોલીસ અને દિલ્હી પોલીસ બંને આ મામલાની તપાસમાં લાગેલા છે. અગાઉ મુંબઈ પોલીસે આ કેસમાં ત્રણ લોકોની ધરપકડ કરી હતી. મુંબઈ પોલીસ કમિશનરે માહિતી આપી હતી કે આ એપ 31 ડિસેમ્બરે ડેવલપ કરવામાં આવી અને 2 જાન્યુઆરીએ કેસ નોંધવામાં આવ્યો. પોલીસે આ કેસમાં વિશાલ જાની બેંગલુરુ, શ્વેતા સિંહ અને મયંક રાવતની ઉત્તરાખંડથી ધરપકડ કરવામાં આવી. શ્વેતા સિંહ તેના નેપાળના મિત્રના કહેવાથી આ કામ કરતી હતી તેવી માહિતી મળી છે. બંને રાજ્યોની પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
જુઓ આ વિડીયો: Surat Police Campaign
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4