Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 20.
Homeન્યૂઝવિશ્વની સૌથી ઊંચી ઇમારત પર પહોંચી ટીમ ઇન્ડિયા

વિશ્વની સૌથી ઊંચી ઇમારત પર પહોંચી ટીમ ઇન્ડિયા

Team India
Share Now

T20 વર્લ્ડ કપ 2021 માટે ટીમ ઇન્ડિયાની નવી જર્સી ગઈકાલે બુધવારે લોન્ચ કરવામાં આવી હતી. આ જર્સિના લોન્ચિંગના દિવસે જ વિશ્વની સૌથી ઊંચી ઇમારત ‘બુર્જ ખલીફા’ પણ ટીમ ઇન્ડિયા (Team India)ની જર્સીના રંગમાં રંગાઈ ગઈ હતી. આ અંગેનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં નવી જર્સી સાથે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓની તસવીર વીડિયો દ્વારા બુર્જ ખલીફા પર દેખાય છે.

ટીમ ઇન્ડિયા (Team India)એ ગઇકાલે જર્સી લોન્ચ કરી હતી

મહત્વનું છે કે, MPL સ્પોર્ટ્સે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, ભારતીય ક્રિકેટ (Cricket)ના ઇતિહાસમાં આ પ્રથમ વખત છે કે, જર્સી પર ચાહકોની લાગણી દર્શાવવામાં આવી છે. તે ચોક્કસ ‘ધ્વનિ તરંગ’ની પેટર્ન દ્વારા દર્શાવવામાં આવી છે. જર્સીમાં ડાર્ક બ્લુ કલરનાં બે શેડ આપવામાં આવ્યા છે.

BCCI પ્રમુખે શું કહ્યું?

જર્સી લોન્ચ થયા બાદ BCCI પ્રમુખ સૌરવ ગાંગુલી (Sourav Ganguly)એ કહ્યું હતું કે, ભારતીય ક્રિકેટ ટીમ (Cricket Team)ના ચાહકો માત્ર ભારતમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં છે અને તેમના ઉત્સાહ અને ઉર્જાની ઉજવણી કરવા માટે જર્સી પર તેને બતાવવા કરતાં વધુ સારી રીત કોઈ નથી. તેમણે કહ્યું કે તેમાં કોઈ શંકા નથી કે તેનાથી ટીમને ટી 20 ચેમ્પિયન બનવામાં જરૂરી સમર્થન મળશે.

આ પણ વાંચો: T20 World Cup 2021: BCCIએ ટીમ ઈન્ડિયાની નવી જર્સી કરી લોન્ચ, વર્લ્ડકપમાં દેખાશે નવા અંદાજમાં

સ્ટાર ખેલાડીઓ સાથે ફર્સ્ટ લુક લોન્ચ કર્યો

BCCI એ આ જર્સીનો ફર્સ્ટ લુક તેના 5 સ્ટાર ખેલાડીઓની તસવીર સાથે લોન્ચ કર્યો છે. આ જર્સીને અગાઉની જેમ જ એમવીએલ સ્પોર્ટ્સ દ્વારા લોન્ચ કરવામાં આવી છે. આ તકે BCCI એ ટ્વિટમાં લખ્યું છે કે, તૈયાર છે Billion Cheers Jersey. આ જર્સીની પેટર્નથી ટીમના લાખો ચાહકો ખુશ છે.

Team India આ પહેલા ઓસ્ટ્રેલીયા પ્રવાસે નવી જર્સી કરી હતી લોન્ચ

આ પહેલા ભારતે ઓસ્ટ્રેલિયા (Australia)ના પ્રવાસે પોતાની નવી જર્સી લોન્ચ કરી હતી. ત્યારે ટીમ ઇન્ડિયા (Team India)નો તે લુક વર્લ્ડ કપ 1992 થી પ્રભાવિત હતો. ભારતીય ટીમની તે જર્સીમાં નેવી-બ્લુ રેટ્રો કલર હતો, જેમાં વાદળી, લીલો, સફેદ અને લાલ પટ્ટાઓ હતા. પરંતુ આ વખતે આ પટ્ટાઓ દૂર કરવામાં આવ્યા છે.

BCCI એ ટી20 વર્લ્ડકપ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરી જુઓ વીડિયો:

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment