દેશની તમામ રાજ્ય સરકાર દીકરીઓના જન્મ પર અનેક પ્રકારની યોજનાઓ અને સુવિધાઓ આપે છે. જ્યાં જૂના રિવાજો મુજબ દીકરીઓને બોજ ગણવામાં આવતી હતી ત્યાં આજના સમયમાં દીકરીઓના જન્મની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે લોકો દીકરીને ઉમળકાભેર આવકારે છે. પરંતુ તેમ છતાં ભ્રૂણહત્યાનું પ્રમાણ વધ્યું હતું. આ તમામ વચ્ચે તેલંગાણા સરકાર તરફથી સારા સમાચાર સામે આવ્યા (Girl birth in bus)છે.
They are born frequent travellers of @TSRTCHQ!
Two baby girls, born on the moving TSRTC buses recently, gets free lifetime passes from the corporation as their ‘birthday’ gifts. @puvvada_ajay @Govardhan_MLA #Hyderabad pic.twitter.com/yfMkrg14BO
— V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice) December 8, 2021
તેલંગાણા સરકારનું પ્રશંસનીય કાર્ય
તેલંગાણા સરકારે પ્રશંસનીય કામ કર્યું છે, ચાલતી સરકારી બસ (Bus)માં બે બાળકીઓનો જન્મ થયો, તેવી સ્થિતિમાં તેલંગાણા સરકારે બંને છોકરીઓને આજીવન ફ્રી બસમાં મુસાફરી કરવાની જાહેરાત કરી છે. જ્યારે પણ બંને છોકરીઓ (TSRTC) રાજ્ય માર્ગ પરિવહનની બસો દ્વારા મુસાફરી કરે, ત્યારે તેમની પાસેથી જીવનભર શુલ્ક લેવામાં આવશે નહીં.
આ પણ વાંચો: આ દેશમાં પત્નીનો બર્થ ડે ભૂલી ગયા તો જેલ જવુ પડશે શું આ દાવો હકીકતમાં સાચો છે!
બંને બાળકીઓનો જન્મ ચાલતી બસમાં (Girl birth in bus)થયો હતો.
અહેવાલો અનુસાર, હબૂબનગર જિલ્લાના પેડકથાપલ્લી ગામ પાસે એક ચાલતી બસમાં 30 નવેમ્બરે એક બાળકીનો જન્મ થયો હતો અને બીજી છોકરીનો જન્મ 7 ડિસેમ્બરના રોજ (સિદ્દીપેટ) જિલ્લા નજીક થયો હતો. બસમાં મુસાફરી કરતી વખતે બંને મહિલાઓને લેબર પેઇન શરૂ થયું, તે જ સમયે મુસાફરો અને બસના ડ્રાઇવરે સાથે મળીને વ્યવસ્થા કરી હતી જેના પગલે બાળકીનો જન્મ થયો હતો.
જણાવી દઈએ કે, દેશમાં ભ્રૂણ હત્યા (Murder)ના મામલા વધી ગયા હતા, જેના કારણે સરકારે નવી પહેલની શરૂઆત કરી, યોજનાઓ અને ઘણા નવા નિયમો બનાવ્યા. ઉદાહરણ તરીકે, લિંગ તપાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4