Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeએન્ટરટેઈન્મેન્ટપોર્નોગ્રાફી કેસ અપડેટ: રાજકુન્દ્રાના ‘રાજ’ પરથી પર્દો ઉઠાવશે 4 સાક્ષીઓ

પોર્નોગ્રાફી કેસ અપડેટ: રાજકુન્દ્રાના ‘રાજ’ પરથી પર્દો ઉઠાવશે 4 સાક્ષીઓ

Raj Kundra and Shilpa
Share Now

બોલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજકુન્દ્રા ( Raj Kundra ) ના પોર્નોગ્રાફીના ( Pornography case) કેસમાં મળતી માહિતી પ્રમાણે એક નવો ટ્વિસ્ટ આવ્યો છે. જેમ જેમ આ કેસ આગળ વધી રહ્યો છે તેમ તેમ આ કેસમાં પોલીસને નવા પુરાવા મળતા જાય છે. પોર્નોગ્રાફીની દુનિયામાં પોતાનો બિઝનેસ ચલાવવા માંગતા રાજકુન્દ્રા (Raj Kundra) નું સપનું હવે તુટી રહ્યું હોય તેમ દેખાઇ રહ્યું છે. 

આ કેસમાં હવે એક પછી એક મળી રહેલા પુરાવા અને સાક્ષીઓ ના કારણે કેસ સ્ટ્રોગ થતો જાય છે. શિલ્પા શેટ્ટીએ ક્રાઇમ બ્રાન્ચ સામે જણાવ્યુ હતુ કે , તેનો પતિ પોર્નોગ્રાફી નહી પણ આર્કોટેક ફિલ્મો બનાવે છે. ત્યારે સબુતો રાજકુન્દ્રાના વિરોધમાં જ છે.

Raj Kundra Case

IMAGE COURTESY: (@NIKITAFLORAS) | TWITTER

4 કર્મચારીઓ સાક્ષી બનવા માટે તૈયાર

આ કેસમાં મુંબઇ પોલીસ પોર્ન રૈકેટ કેસમાં વધુને વધુ સબુત મેળવવા પાછળ લાગી છે. ત્યારે હવે આ કેસમાં બિઝનેસમેન રાજકુન્દ્રાના જ કર્મચારીઓ સાક્ષી બનવા માટે તૈયાર થયા છે. જેનાથી રાજકુન્દ્રાની મુશ્કેલીઓ વધી ગઇ છે.

ન્યુઝ એજન્સી ANI મુજબ રાજકુન્દ્રાના પોર્નોગ્રાફી કેસમાં રાજકુનદ્રાના 4 કર્મચારીઓ આ કેસમાં સાક્ષી બનવા માટે તૈયાર થઇ ગયા છે. ત્યારે રાજકુન્દ્રા જ આ કેસમાં આરોપી છે, તે હાલ પોલીસના રિમાંડ પર છે. 

આ પણ વાંચો:  “મને ન્યુડ ફોટોશુટ કરવા માટે કહેવામાં આવ્યુ હતુ” : અભિનેત્રી

આ સિવાય બિઝનેસમેન રાજકુન્દ્રાની સિક્રેટ કબાટમાંથી પોલીસને એક બોક્સ મળી આવ્યુ હતુ, જેમાં 51 જેટલા વિડિયો પણ પોલીસે જપ્ત કરી લીધા છે.

અભિનેત્રીએ લગાવ્યા આરોપો

Raj

Image Credit: ANI

આ કેસમાં અભિનેત્રીઓ પણ આગળ આવીને ટ્વીટ કરીને પોતાના સાથે થયેલ કૃત્યો વિશે ખુલીને બોલી રહી છે, જેના કારણ પણ રાજકુન્દ્રા વદુ ને વધુ મુશ્કેલીઓમાં ફસાતો જાય છે. સ્ટ્રગલિંગ અભિનેત્રીઓ પોતાનું દુખ વ્યક્ત કરી રહી છે.સોશિયલ મીડિયા થ્રુ પોસ્ટ કરીને અભિનેત્રીઓ રાજકુન્દ્રા પર આરોપો લગાવી રહી છે. જે અભિનેત્રીઓ પોર્નોગ્રાફીનો (Pornography) નો શિકાર થઇ છે, તે પોતાનું દુખ શેર કરી રહી છે. અભિનેત્રીએ નિકિતા ફ્લોરા સિંહ (Nikita Flora Singh) કહ્યું હતુ કે, ‘ઉમેશ કામત (Umesh Kamat) એ ગત વર્ષે નવેમ્બરમાં રાજ કુંદ્રા એપ હોટશોટ માટે ન્યૂડ શૂટ કરવા માટે કહ્યું હતું, પણ મેં ત્યારે આ કામ કરવાની ના પાડી દીધી હતી.

અશ્લીલ ફિલ્મોના કથિત નિર્માણ અને અમુક એપ્સ દ્વારા તેને પ્રસારિત કરવાના સંદર્ભમાં મુંબઈ પોલીસે ફરીથી રાજ કુંદ્રાની ઓફિસની તપાસ કરી હતી. શનિવારે કરવામાં આવેલી આ તપાસમાં એક હિડન લોકર મળી આવ્યું છે. જેમાં ઘણાં બધાં ડોક્યૂમેન્ટ્સ હતા, પોલીસે તેને જપ્ત કરી લીધા છે. તમને જણાવી દઈએ કે, મજિસ્ટ્રેટ કોર્ટે શુક્રવારે કુંદ્રાની પોલીસ કસ્ટડીમાં 27 જુલાઈ સુધી વધારી દીધી હતી. 

 

આ પણ વાંચો:  પોર્નોગ્રાફી કેસ : બિઝનેસમેન રાજકુન્દ્રાનું કૌભાંડ કઇ રીતે આવ્યુ બહાર?

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

 

No comments

leave a comment