પશ્ચિમ બંગાળની ભવાનીપુર બેઠક ખૂબ જ ચર્ચામાં છે, કારણ એકદમ સ્પષ્ટ છે કે, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ચૂંટણીના (By polls) મેદાનમાં છે. આવી પરિસ્થિતિમાં આ બેઠક અંગે ચર્ચાએ વેગ પકડ્યો છે. સવારે 9 વાગેથી ભવાનીપુર સહિત અનેક વિધાનસભા બેઠકો માટે પેટા ચૂંટણીઓ યોજાઈ રહી છે. ભવાનીપુર સહિત ત્રણ વિધાનસભા બેઠક પર 9 વાગ્યા સુધીમાં 7 ટકાથી વધુ મતદાન થઈ ચૂક્યું છે. દરેક સીટ પર પેટા ચૂંટણી માટે અલગ અલગ કારણો છે. એક એક કરીને સમજીશું કે પેટા ચૂંટણી કેમ અને કયા કયા કારણોસર યોજાઈ રહી છે.
જોકે, આ વર્ષે પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થયું હતું. પરંતુ પશ્ચિમ બંગાળની બે વિધાનસભા બેઠકો પર ચૂંટણી થઈ શકી ન હતી. તેમાંથી, સમસેરગંજ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર રાયજોલ હકના મૃત્યુને કારણે ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી. જ્યારે જંગીપુર વિધાનસભા ક્ષેત્રના ઉમેદવાર પ્રદીપ નંદીના મૃત્યુને કારણે તે સમયે ચૂંટણી યોજાઈ શકી ન હતી.
By Polls સમસેરગંજ-જંગીપુરના આ ઉમેદવારો
તાજેતરમાં, અમીરુલ ઇસ્લામ સમસેરગંજ બેઠક પરથી TMC ના ઉમેદવાર છે. જ્યારે ભાજપે મિલન ઘોષને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે જંગીપુર વિધાનસભા ક્ષેત્રમાં TMC ના ઝાકિર હુસેન અને ભાજપના સુજીત દાસોને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
IMAGE CREDIT: GOOGLE
ટીએમસી ધારાસભ્યે જીત હાંસલ કરી હતી
તદુપરાંત ભવાનીપુર બેઠક પર ચૂંટણી યોજાઈ હતી. જેમાં ટીએમસીના ધારાસભ્ય શોભન ચેટર્જી જીત્યા હતા. આ ચૂંટણીમાં મમતા બેનર્જીને હારનો સામનો કરવો પડ્યો હતો. પશ્ચિમ બંગાળની નંદીગ્રામ બેઠક પરથી ચૂંટણી લડનાર મમતાને ભાજપના નેતા શુભેન્દુ અધિકારીએ હરાવ્યા હતા. ત્યારથી, સવાલો ઉઠાવવામાં આવી રહ્યાં હતા કે, બંધારણીય નિયમો અનુસાર, જો મમતા બેનર્જી છ મહિનાની અંદર વિધાનસભાનું સભ્યપદ ગ્રહણ નહીં કરે તો તેઓ મુખ્યમંત્રી પદ પર રહી શકશે નહીં.
આ પણ વાંચોઃ- Punjab: કેપ્ટન જો ભાજપના થયા તો આ મુદ્દાઓનો ઉકેલ આવશે?
ભવાનીપુરની બેઠક પરથી લડી રહેલા મમતા બેનર્જી
આથી ટીએમસીએ મમતા બેનર્જીને ચૂંટણી લડવા માટે ભવાનીપુર બેઠક પસંદ કરવામાં આવી અને ધારાસભ્ય શોભન ચેટર્જીએ રાજીનામું આપી દીધું હતુ. આથી આ બેઠક ખાલી હોવાને કારણે ભવાનીપુર બેઠક પર ચૂંટણી (By polls) યોજાઈ રહી છે.
IMAGE CREDIT: GOOGLE
મમતા બેનર્જીની સામે ભાજપે યુવા ઉપાધ્યક્ષ પ્રિયંકા તિબ્રેવાલને મેદાનમાં ઉતાર્યા છે. માન્યતા છે કે, બંને વચ્ચે કઠિન સ્પર્ધા છે. તે ઉપરાંત સીપીઆઈ (એમ) એ પણ ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા છે. પરંતુ કોંગ્રેસે મમતા બેનર્જી સામે કોઈ ઉમેદવાર ઉતાર્યા નથી.
ઓડિશાની સીટ માટે પેટા ચૂંટણી (By Polls)
પશ્ચિમ બંગાળની ત્રણ બેઠકો ઉપરાંત ઓડિશાની એક વિધાનસભા બેઠક માટે પણ મતદાન ચાલી રહ્યું છે. હકીકતમાં, આ બેઠક ઓડિશાની પિપીલી વિધાનસભા બેઠક પર બીજુ જનતા દળના ધારાસભ્ય પ્રદીપ મહારથીના નિધન બાદ ખાલી પડી હતી. જેના લીધે હવે અહીં પેટા ચૂંટણી યોજાઈ રહી છે. આ ચારેય વિધાનસભા બેઠકો પર યોજાનારી પેટા ચૂંટણી (By polls) માટે મતની ગણતરી 3 ઓક્ટોબરે થશે. મતલબ મમતા બેનર્જીના નસીબનો નિર્ણય 3 ઓક્ટોબરે થશે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4