આજ રોજ ભાજપના(BJP) પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલના(C R Paatil) હસ્તે ગીર સોમનાથ જિલ્લામાં ભાજપ કાર્યાલયનું ઉદગાટન કરવામાં આવ્યું છે. ત્યારે ભાજપ કાર્યાલયનાં ઉદગાટન ની સાથે બીજા કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ભાજપના પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ સી.આર.પાટિલ ત્રીજી વખત સોમનાથ(Somnath) ખાતે આવ્યા છે. ત્યારે તેમણે સોમનાથ મંદિર ખાતે મહાદેવની પૂજા કરી હતી. તેમજ ધ્વજારોહણ પણ કર્યું હતું.
વિધાનસભાની ચૂંટણીને લઈને કાર્યકર્તાઓને કામે લાગી જવા કર્યું આહ્વાન
ગીર સોમનાથ(Gir Somnath) જિલ્લા ભાજપ કાર્યાલય સોમ કમલના(Som Kamal) ખાતમુહૂર્ત સમયે સી.આર.પાટીલે સંબોધન દરમ્યાન કાર્યકર્તાઓને આગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે કામે લાગી જવા માટે આહવાન કર્યું હતું. તેમણે કહ્યં કે, વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ માટે કોઈની લાગવગ જરૂર નથી. પાર્ટીના કાર્યકર્તાઓ જેને સપોર્ટ કરતા હશે તેને જ ટિકિટ આપવામાં આવશે. તેમને કહ્યું કે, નવી કેડર ઉભી કરવામાં આવશે અને નાના કાર્યકર્તા ઓ ને સ્થાન મળશે.
આ પણ વાંચો:નવી પેઢીને પ્રભાવિત કરી રહ્યું છે ડ્રગ્સ, દેશના ભવિષ્ય માટે બની શકે છે ખતરો
સોમનાથ ખાતે કર્યું રાત્રિ રોકાણ
ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલે સોમનાથ ખાતે રાત્રિ રોકાણ કર્યું હતું. અને આજ વહેલી સવારે સોમનાથ મંદિરમાં મહાદેવની પૂજા કરી હતી. તેમજ ધ્વજારોહન પણ કર્યું હતું. ત્યારબાદ તેઓ જૂનાગઢ જીલ્લા સહકારી બેંક ના અભિવાદન કાર્યક્રમમાં રામમંદિર ઓડીટેરીયમ ખાતે હાજર રહ્યા હતા. જૂનાગઢ જીલ્લા સહકારી બેંકનો અભિવાદન કાર્યક્રમ પુનથીય બાદ તેમણે ગીર-સોમનાથ જીલ્લાનું ભાજપ કાર્યાલય સોમ કમલમનું ખાત મુર્હુત કર્યું હતું.
અધતન સુવિધાથી સજ્જ હશે સોમ કમલ
ગીર-સોમનાથ જિલ્લા ભાજપનું કાર્યાલયનું આજે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલે(C R Paatil) ખાતમુહૂર્ત કર્યું હતું. ત્યારે આ પ્રસંગે ઘણા મહાનુભાવો હાજર રહ્યા હતા. ગીર-સોમનાથ જિલ્લા ભાજપનું કાર્યાલય કોન્ફરન્સ હોલ, લાયબ્રેરી અને પાર્કિંગ સહિતની અધતન સુવિધાથી સજ્જ હશે. આ કાર્યકમને સફળ બનાવવા શહેર ભાજપ પ્રમુખ દેવાભાઇ ધારેચા, મહામંત્રી ભરતભાઇ ચોલેરા, સંજયભાઇ પરમાર અને ભાજપના કાર્યકર્તાઓએ ખૂબ મહેનત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, આજ રોજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલના હસ્તે ગીર સોમનાથ જિલ્લામાં ભાજપ કાર્યાલયનું ઉદગાટન કરવામાં આવ્યું છે. ત્યારે ભાજપ કાર્યાલયનાં ઉદગાટન ની સાથે બીજા કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ભાજપના પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ સી.આર.પાટિલ ત્રીજી વખત સોમનાથ ખાતે આવ્યા છે. ત્યારે તેમણે સોમનાથ મંદિર ખાતે મહાદેવની પૂજા કરી હતી. તેમજ ધ્વજારોહણ પણ કર્યું હતું.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4