Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 5.
Homeન્યૂઝમોદી સરકારે ખેડુતો માટે લીધો મોટો નિર્ણય, રાષ્ટ્રીય ખાદ્ય તેલ-પામ મિશનને આપી મંજૂરી

મોદી સરકારે ખેડુતો માટે લીધો મોટો નિર્ણય, રાષ્ટ્રીય ખાદ્ય તેલ-પામ મિશનને આપી મંજૂરી

PALM OIL MISSION
Share Now

પામ તેલની આયાત ઓછી કરવા મહત્વનો નિર્ણય લીધો વડાપ્રધાને. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થયેલી કેબિનેટ અને સીસીઈએની મુખ્ય બેઠકમાં પામ ઓયલ મિશનને મંજૂરી આપી દેવામાં આવી છે. તેના પર 11 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે જણાવ્યું કે હજુ પણ પામની ખેતી થઈ રહી છે. પરંતુ હવે તેને મોટા સ્તર પર કરવાની તૈયારી છે. તેમણે જણાવ્યું કે ખાદ્ય તેલની કિંમતોમાં સતત વધારો નાના ખેડૂતો માટે વધુ ફાયદાકારક ન હતો. ત્યાં જ નોર્થ ઈસ્ટમાં પ્રોસેસિંગ ઈન્ડસ્ટ્રી નથી. માટે હવે સરકારે નેશનલ એડિબલ ઓઈલ મિશન શરૂ કર્યું છે. જેમાં પામ તેલની કિંમત નક્કી કરવા એક મિકેનિઝમ તૈયાર કરવામાં આવશે.

પામ ઓઈલ મિશન

કેન્દ્રીય કૃષિ મત્રી નરેન્દ્ર સિંહ તોમરે જણાવ્યું કે આજની કેબિનેટ બેઠકમાં ૨ મહત્વના નિર્ણય લીધા. એક તો પામ તેલના કાચા તેલના ભાવ સરકાર નક્કી કરશે. અને બીજો બજારમાં ઉત્તર ચઢાવ આવે અથવા કિસાનનું ફસલનું મૂલ્ય ઓછું આવે તો વચ્ચેનો જે ભાવ છે એ સરકાર ચુકવશે એટલે કે DBT માધ્યમથી કિસાનોને ચુકવશે. પામ ઓઈલ મિશનનો મુખ્ય ઉદ્ધેશ ખેડૂતોને આવનાર 5 વર્ષમાં 11,040 કરોડના કુલ ખર્ચથી મિશન ઉત્તર-પૂર્વી રાજ્યોમાં 3.28 લાખ હેક્ટર અને બાકીના ભારતમાં 3.22ની સાથે પામ ઓઈલ રોપણી હેઠળ 6.5 લાખ હેક્ટથી વધુ ક્ષેત્રમાં શામેલ કરવામાં આવશે.

આ પણ વાંચો : ભીખુ દલસાણિયાને ભાજપમાં સોંપાઇ મહત્વની જવાબદારી

1.5 કરોડ ટન ખાદ્ય તેલની ખરીદી

તમને જણાવી દઈએ કે ભારતની આબાદીમાં દર વર્ષે લગભગ 2.5 કરોડ લોકો વધતા જઈ રહ્યા છે. આ હિસાબથી ખાદ્ય તેલની ખપતમાં વાર્ષિક 3થી 3.5 ટકાનો વધારો થવાનું અનુમાન છે. હાલના સમયમાં એક વર્ષમાં ભારત સરકારે 60,000 થી 70,000 કરોડ રૂપિયાનો ખર્ચ કરી 1.5 કરોડ ટન ખાદ્ય તેલની ખરીદી કરી છે. દેશમાં વાર્ષિક લગભગ 2.5 કરોડ ટન ખાદ્ય તેલની જરૂર પડે છે.

દેશને આત્મનિર્ભર બનાવવા માટે મોદી સરકારે મોટો નિર્ણય ખાદ્ય તેલ પર નેશનલ મિશનને લાગુ કરવાની મંજૂરી આપી

દેશને આત્મનિર્ભર બનાવવા માટે મોદી સરકારે મોટો નિર્ણય ખાદ્ય તેલ પર નેશનલ મિશનને લાગુ કરવાની મંજૂરી આપી છે. ખાદ્ય તેલની જરૂરીયાતને પૂરી કરવા અને ઉત્પાદન વધારવા માટે કેન્દ્ર સરકારે રાજ્યો સાથે મળીને કામ કરી રહી છે અને તેના પરિણામ પણ સામે આવી રહ્યા છે.

રવી સીઝનના સમયે સારી ગુણવત્તા વાળી વસ્તુઓને લોકોની વચ્ચે પહોંચાડવામાં આવ્યું. જેનાથી ઉત્પાદનમાં વધારો થયો. પરંતુ હજુ પણ ભારતે તેલ આયાત કરવું પડી રહ્યું છે. જેમાં સૌથી મોટો ભાગ પામ ઓઈલનો છે. કુલ તેલ આયાતના 56 ટકા પામ ઓઈલનો છે. ICRએ જણાવ્યું કે 28 લાખ હેક્ટર ક્ષેત્રમાં પામની ખેતી કરવામાં આવી રહી છે. તેમાંથી એક મોટો ભાગ પૂર્વોત્તરમાં છે.

મહત્વનું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટે લાલ કિલ્લા પરથી રાષ્ટ્રના નામે સંબોધન દરમિયાન નવી કેન્દ્રીય યોજનાની જાહેરાત કરી હતી. કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યુ કે, મંત્રીમંડળના પૂર્વોત્તરના ક્ષેત્ર અને અંડમાન તથા નિકોબાર દ્વીપ સમૂહને ધ્યાનમાં રાખતા એનએમઈઓ-ઓપીને મંજૂરી આપી છે. 

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment