Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / May 16.
Homeન્યૂઝખોરાકની શોધમાં દરિયો પાર કરતા કચ્છના ઊંટ !!

ખોરાકની શોધમાં દરિયો પાર કરતા કચ્છના ઊંટ !!

camel in water
Share Now

કચ્છ નહિ દેખા તો કુછ નહિ દેખા… ગુજરાત ટુરિઝમની આ એડ જે અમિતાભ બચ્ચાને શૂટ કરી છે. અને સાચે એવું જ છે જો તમે કચ્છ નથી જોયું ને કઈ જોયું નથી કારણકે કચ્છમાં અવનવી વસ્તુઓ બહુ બધી છે અને કદાચ એટલે જ કચ્છને અચરજ પમાડે તેવો વિસ્તાર કહેવાય છે. અહીંની ભૂમિ પર અનેક અજાયબી કહી શકાય તેવી ચીજો સંગ્રહાયેલી પડી છે. વિશ્વ આખાને આકર્ષી શકે તેવા આ પ્રદેશમાં અહીંની ધરતી પરની જીવ સૃષ્ટિ પણ નવાઇ પમાડે તેવી છે. જેમાં કરછી નસલના ખરાઈ ઊંટ અનેક રીતે વિશિષ્ટ છે. કારણ કે આ ઊંટ રણમાં નહીં પણ પાણીમાં જઇને પોતાનો ખોરાક ગ્રહણ કરે છે.

camel

જોયું કે ક્યાંય કે પાણીમાં ઊંટ હોઈ

કચ્છના ઊંટએ પ્રખ્યાત તો છે જ પરંતુ પરંતુ કચ્છમાં એક ચોંકાવનારો અને કોઈ દિવસ ના જોયું હોઈ એવું દ્રશ્ય સામે આવ્યું છે જી હા…..ઊંટના અઢારે અંગ વાંકા ધરાવતા આ જીવ એટલે કે ઊંટ વિશ્વમાં અનેક જગ્યાએ છે, પરંતુ આખા વિશ્વ આખામાંથી એકમાત્ર કચ્છની ખરાઇ ઊંટની પ્રજાતિ જ પોતાનો ચારો ચરવા માટે દરિયામાં જાય છે. ચેરનાં વૃક્ષોનો ચારો ચરે છે અને તે ચારો ચરવા માટે તેને દરિયાની અંદર તરતા જવું પડે છે ! જોયું કે ક્યાંય કે પાણીમાં ઊંટ હોઈ…કચ્છમાં ભચાઉ તાલુકાના ચિરઈથી વોન્ધ, જંગી, આંબલીયારા અને સુરજબારી સુધીના દરિયાઈ ખાડીના વિસ્તારમાં ખરાઇ ઊંટ જોવા મળે છે. અહીં ખરાઇ ઊંટની સંખ્યા 900 જેટલી રહેલી છે. અને પશુપાલક તરીકે રબારી અને જત પરિવારના લોકો તેની સારસંભાળ રાખે છે. ખરાઇ ઊંટની આ પ્રજાતિનો મુખ્ય ખોરાક દરિયામાં ઉગતા ચેરીયા નામનું વૃક્ષ છે અને તેને ચરવા માટે દરિયાની અંદર જવું પડે છે.

camel in water

આ પણ જુઓ : મહિલાઓની સુરક્ષા પર ‘ તાળા ‘ !

અમુલએ શરૂ કર્યું ઊંટનું દૂધ

ઊંટનું દૂધ પીવાથી અનેક ફાયદા થાય છે અને કેલ્શિયમ પણ સૌથી વધુ મળે છે અને હવે તો અમુલ કંપની દ્વારા ઊંટનું મિલ્ક વહેંચાઈ રહ્યું છે. સાથે જ ભારત સરકાર દ્વારા 2016માં કચ્છના આ ઊંટ પ્રજાતિના ખરાઇને રાષ્ટ્રીય માન્યતા મળી ચૂકી છે. રાષ્ટ્રીય માન્યતા મળવાથી ભારત સરકાર દ્વારા ઊંટ અને તેને પાળનાર પશુપાલકો માટે રોજગારી ઉભી કરવા માટે સરહદ ડેરીને સાથે રાખીને કાર્ય આરંભ્યું છે. જેમાં ઊંટના દૂધનું વેચાણ વધારવા અને તેમાંથી થતી આવક પશુપાલકો અને ઊંટ પૂરતા પ્રમાણમાં મદદરૂપ થઈ શકે તે માટે સરદ ડેરી આ દૂધ 50 રૂપિયા લિટર ખરીદવાનું શરૂ કર્યું છે. અને અમુલ દ્વારા તેનું વેચાણ પણ વિવિધ જગ્યાએ કરવામાં આવે છે. ત્યારબાદ હવેથી ઊંટના દૂધ માંથી આઇસ્ક્રીમ અને અન્ય ચીજો પણ બનાવવામાં આવશે. જેથી ઊંટના દૂધની માંગ વધે તેવા પ્રયાસો શરૂ થયા છે.

camel

સંસ્થા અને સરકાર સહભાગી થઇ કામ કરી રહ્યા

કચ્છ જિલ્લા ઊંટ ઉછેરક માલધારી સંગઠનના પ્રમુખ ભીખાભાઈ રબારી તેમજ સહજીવન સંસ્થા દ્વારા ખરાઇ ઊંટની માવજત માટે સતત પ્રયત્નો થઇ રહ્યા છે. ભચાઉ વિસ્તારના પશુચિકિત્સક પરેશભાઈ વીરપારીએ ભચાઉ તાલુકામાં વસતા આ ખરાઇ ઊંટ ખરેખર વિશિષ્ટ પ્રકારના છે તેની જાળવણી કરવી પશુ પાલકોને જરૂરી છે. સમાયાંતરે પશુપાલક દ્વારા સરકાર દ્વારા તેની રસી અને આરોગ્ય તપાસના થતાં કેમ્પોમાં પશુપાલકોએ તેનો લાભ લેવો જોઈએ જેથી આ ખરાઇ ઊંટની પ્રજાતિ ટકી રહે.

પહેલા પણ ૩૦૦૦ કાળિયારનો વિડીયો વાઇરલ થયો હતો જે આપડા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વિટ કર્યો અને તો આવા અવનવા અને આશ્ચર્ય પમાડે એવા વિડીયો પ્રાણીઓના વાઇરલ થતા હોઈ છે જેથી પશુપ્રેમીઓમાં કુતુહુલ જાગ્યું છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

 

No comments

leave a comment