Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 5.
Homeન્યૂઝવૃક્ષારોપણ મહાઅભિયાનની ઉજવણી રાપરમાં

વૃક્ષારોપણ મહાઅભિયાનની ઉજવણી રાપરમાં

rapar
Share Now

ભારત વિકાસ પરિષદ-રાપર શાખા દ્વારા છેલ્લા એક મહીનાથી અમલમાં મુકાયેલુ રાપર શહેરમાં પાંચ હજાર વૃક્ષો વાવવાના મહાઅભિયાનનો પ્રારંભ સ્વાતંત્ર્ય પર્વ પંદરમી ઓગસ્ટના દિવસે સ્વામિનારાયણ ગુરૂકુળ-રાપર મધ્યે થયો હતો. એક વૃક્ષનું પીંજરાં સહિત ઉછેર ખર્ચ ₹.1000/- અંદાજવામાં આવ્યો હોઈ પાંચ, દશ કે પચ્ચીસ વૃક્ષના ઉછેર માટે સહયોગ આપનાર દાતાઓનું સન્માન સહયોગ સન્માન સમારોહમાં કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં ભારત વિકાસ પરિષદ ના પ્રમુખ દિનેશભાઈ સોનીએ આવકાર પ્રવચનમાં સૌને આવકાર આપી ભારત વિકાસ પરિષદ શાખા વિશે, એના પ્રકલ્પો વિશે અને રાપર શહેરમાં ભવિષ્યના પ્રકલ્પો વિશે માહિતી આપી હતી.સાથે વૃક્ષારોપણ મહાઅભિયાન વિશે સંસ્થાની દાનની અપીલને માન આપી સાડા પાંચસો વૃક્ષોના ઉછેર માટે થઈ સહયોગી દાતાઓ મલ્યા હોઈ એમનું સન્માન પુસ્તક અને તુલસીના રોપાઓ આપીને કરવામાં આવ્યું હતું. સાથે સંસ્થાને આ અભિયાનમાં માતબર દાન આપનાર દાતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં ઉપસ્થિત સ્વામિનારાયણ ગુરૂકુળ સંત પુજ્ય પ્રકાશ સ્વામીએ આશીર્વચનીય ઉદબોધનમાં તુલસીના રોપાથી મહેમાનોનું સન્માન કરવાની રીતની પ્રશંસા કરી હતી.આવા શ્રેષ્ઠ કાર્ય માટે સંસ્થાને ધન્યવાદ આપી આ કામગીરીને બિરદાવી હતી અને પોતાનો રાજીપો વ્યક્ત કર્યો હતો. દરિયાસ્થાન મંદિર રાપરના સંત ત્રિકાલદાસજી બાપુએ શાસ્ત્રોમાં વૃક્ષોનો મહિમા ગાયો છે તેનું વર્ણન કર્યુ હતું. અને સહેજે રાપર શહેરને જોડતા માર્ગો ઉપર પોતા ચીંઘેલા સુચન ઉપર સંસ્થા અનુસરી છે તેથી પોતે રાજી થયા હતા. આ સમારોહમાં શાંતીકુંજ હરિદ્વારથી ગાયત્રી પરિવાર શાખાના વરિષ્ઠ પરિજન શ્રી સુંદર વર્માજી અને દયાલજી ઉપસ્થિત રહ્યા હતા.

વૃક્ષારોપણ પ્રકલ્પના વૃક્ષારોપણ મહાઅભિયાન વિશે સૌને માહિતગાર કર્યા

plantation

આ સમારોહના મુખ્ય મહેમાન અને ભારત વિકાસ પરિષદ-અંજાર શાખાના વૃક્ષારોપણ પ્રકલ્પના સંયોજક મનોજભાઈ અબોટીએ વૃક્ષારોપણ મહાઅભિયાન અંગે વિગતે વાત કરી હતી અને વૃક્ષોના રક્ષણ માટે પીંજરા બનાવવા ઉપયોગી લોખંડની બે રોલ જાળી સંસ્થાને અર્પણ કરી હતી.આ વૃક્ષારોપણ પ્રકલ્પના વૃક્ષારોપણ મહાઅભિયાન વિશે સૌને માહિતગાર કર્યા હતા. અને એમની ઉમર સીતેર વર્ષની થઈ હોઈ વૃક્ષના ઉછેર માટે સીતેર પીંજરાંઓનું દાન આપવામાં આવ્યું છે. વૃક્ષારોપણ મહાઅભિયાનમાં સંસ્થાને સહયોગી થનાર એવા વૃક્ષના ઉછેર માટે પાંચ કે વધારે પીંજરાંઓનો સહયોગ આપનાર દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.આ મહાઅભિયાનના સંયોજક અરૂણભાઈ ગાવંડે અને સહસંયોજક યોગેશભાઈ જોષીનું વિશિષ્ઠ સન્માન કરવામાં આવ્યું હતું. ભારત વિકાસ પરિષદ-અંજાર શાખા દ્વારા પણ આ બંન્ને મહાનૂભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : અફઘાન એરસ્પેસ બંધ થતા દિલ્હીથી કાબુલ જનારી ફ્લાઈટ કરી રદ્દ

સંસ્થાના ઉપપ્રમુખ રાજેશભાઈ ચંદે,ખજાનચી હિરાભાઈ પટેલ, ડો.રાહુલ પ્રસાદ, વિપુલભાઈ ઠક્કર, કનકગીરી ગોસ્વામી પારસભાઈ ઠક્કર, વિગેરે સભ્યોએ જહેમત ઉઠાવી હતી.નગરપાલીકાના પ્રમુખ શ્રીમતિ અમૃતબેન વાલજી વાવીયા, ઉપપ્રમુખના પ્રતિનિધી ભીખુભા સોઢા,રાપર શહેર ભાજપ પ્રમુખ ઉમેશભાઈ સોની, મહામંત્રી લાલજીભાઈ કારોત્રા, રેડક્રોસ સોસાયટી-રાપરના પ્રમુખ બળવંતભાઈ ઠક્કર,વાલજીભાઈ પટેલ વિગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમમાં માજી ધારાસભ્ય પંકજભાઈ મહેતા અને વાડીલાલ સાવલાએ ₹.11000/- પોતાનું યોગદાન સંસ્થાને લખાવ્યું હતું. ડો.રાહુલ પ્રસાદે પોતાના પિતાજીની સ્મૃતિમાં વૃક્ષ ઉછેર માટે દશ પીંજરાંની ધનરાશી જાહેર કરી હતી. આ સમારોહનું સંચાલન સંસ્થાના મંત્રી શ્રી નિલેશભાઈ માલીએ અને શ્રી મહાવીરશિહ જાડેજાએ કર્યું હતું. આભાર દર્શન સહમંત્રીશ્રી ઈશ્વરભાઈ ચાવડાએ કર્યું હતું. એમ એક યાદીમાં ભારત વિકાસ પરિષદ પરિષદ ના મહામંત્રી નિલેશભાઈ માલી એ જણાવ્યું હતું.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment