Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeઇતિહાસઆજના દિવસે જ વિલિયમ હોકિન્સ ભારત પહોંચ્યો હતો…

આજના દિવસે જ વિલિયમ હોકિન્સ ભારત પહોંચ્યો હતો…

Captain William Hawkins
Share Now

આજે 24 ઓગસ્ટ અને આજના દિવસનો સીધો સંબંધ બ્રિટિશર્સ દ્વારા સ્થાપિત ઈસ્ટ ઈન્ડિયા કંપની સાથે છે. કહેવાય છે ને કે, દરેક વસ્તુ, વાત જે કંઈ પણ થાય છે તે નિર્ધારિત જ હોય છે. અંગ્રેજોના અથાક પ્રયત્નો પછી આખરે તેઓ ભારત આવી જ પહોંચ્યા. અને 200 વર્ષ આપણા દેશમાં રાજ કર્યું અને આપણને ગુલામ બનાવ્યા. પહેલીવારમાં જ તેઓ ભારત નહોતા પહોચ્યા. ઘણીવાર વહાણો રસ્તો ભૂલી ગયા તો ઘણી વાર અંગ્રેજી રાજદૂત જ મૃત્યુ પામ્યા. ઘણા પ્રયત્નો બાદ આજના દિવસે જ કેપ્ટન વિલિયમ હોકિન્સ (Captain William Hawkins) ભારતમાં આવેલા ગુજરાત શહેર સુરતના બંદરગાહ પર પહોંચ્યો હતો. તથા તેણે ભારતમાં વેપારની શરૂઆત કેવી રીતે કરવી તેની રણનિતી શરૂ કરી દીધી હતી. તો આજે OTT India History પર આજના દિવસના ઈતિહાસ વિશે જાણીશુ અને કેટલાક રહસ્યો વિશે પણ જાણીશુ…

15મી સદીના અંત સુધી યૂરોપના ઘણા દેશ વેપાર માટે પૂર્વ તરફ આગળ વધી રહ્યાં હતા. અરબ દેશોના વેપારથી તેમને ભારતનો માલ, જેવા કે કપાસ, મસાલા વગેરે મળતા હતા. તેઓ સીધા જ ભારત પાસેથી વેપાર નહોતા કરી શકતા. યૂરોપની આર્થિક પરિસ્થિતિ પણ નબળી હતી. ઉત્પાદન અને ખેતી માટે ત્યાંનું વાતાવરણ અનુકૂળ નહોતુ. આથી તેઓ યૂરોપના મોટા વહાણો વેપાર માટેના નવા અવસરો શોધવા માટે નીકળી પડ્યાં. યૂરોપમાં આ કાળને “એઝ ઓફ ડિસ્કવરી” કહેવામાં આવ્યુ છે. સ્પેન, ફ્રાંસ, ડચ અને પોર્ટોગિઝ તેમાં સૌથી આગળ હતા. બ્રિટનની હાલત પણ ઘણી ખરાબ હતી. 16મીં સદીના અંત સુધી વેપારના નામ પર તેઓ મહત્તમ સ્પેનિશ અને ડચ વહણો જ લૂંટતા હતા.

મસાલાઓનું ટાપુ

ભારતિય મહાદ્ધિપથી વેપાર કરવા માટે સૌથી પહેલા સફળતા પોર્ટુગલને મળી. 1498માં “વાસ્કો દી ગામા” પોર્ટુગિઝથી ભારત પહોંચ્યો હતો અને માલાબાર કોસ્ટના Calicut ઉતર્યો હતો. તેણે ભારતમાં વેપારના ઘણા ટ્રેડિંગ પોસ્ટ બનાવ્યા હતા. જેના પરિણામ સ્વરૂપે યૂરોપમાં ભારતિય મહાદ્ધિપમાં વેપાર સ્થાપિત કરવાની સ્પર્ધા શરૂ થઈ ગઈ.

1577માં ફ્રાંસના ડ્રેક નામના એક બ્રિટિશ વહાણ ચાલકે દૂર પૂર્વ તરફ સફર કરવાનું નક્કી કર્યું. તે માટે તેણે સાઉથ અમેરિકા તરફ સફર કરવાનું નક્કી કર્યું. જ્યાંથી સ્પેનના વહાણો સોનું ભરીને લાવતા હતા. આ સફર દરમિયાન તેણે જાવા અને મલાકુ દ્વિપ પર હુમલો કર્યો. તે સમયે મલાકુને મસાલાઓનું ટાપુ કહેવામાં આવતુ હતુ. જ્યાંથી તે ભારે માત્રામાં જાયફળ અને લવિંગ લઈને 1580માં પાછો બ્રિટન પહોંચ્યો હતો. શરૂઆતમાં તેને આ મસાલાની કિંમત વિશે ખબર નહોતી. પરંતુ તે સમયે આ મસાલાઓ માંસને પ્રિઝર્વ કરવામાં કામ લાગતા હતા. આથી બ્રિટનના વેપારીઓએ બમણી કિંમત આપીને તરત જ ખરીદી લીધા. આ સફરે ડ્રેકને બ્રિટનમાં હીરો બનાવી દીધો.

એ સમયે સ્પેન, પોર્ટુગિઝ અને બ્રિટન વચ્ચે પરસ્પર તકલીફ રહેતી હતી. તે સમય દરમિયાન થનારા સમુદ્ર ઝઘડાઓમાં બ્રિટનના હાથમાં કેટલાક વહાણ આવ્યા. તેમાંથી એક વહાણ ભારતમાંથી માલ લઈને પાછું આવી રહ્યું હતુ, જેમાં સોનું ચાંદી અને ઘણા મસાલાઓ ભરેલા હતા. અને એક એવી વસ્તુ પણ હતી જે ખૂબ જ અનમોલ હતી. તે હતી મુસાફરીની હેન્ડબુક, જેમાં ચીન, ભારત અને જાપાન સુધીના સમુદ્રના રસ્તાઓની જાણકારી હતી. તે ઉપરાંત આ હેન્ડબુકમાં વેપારના ઠેકાણાઓની જાણકારી પણ આપેલી હતી.

કંપની બહાદુર

લંડનના વેપારીઓએ મસાલાઓમાંથી થનારા ફાયદાનો સ્વાદ ચાખી લીધો હતો. આથી તેમણે મહારાણી એલિઝાબેથ સમક્ષ અરજી કરી. ઈન્ડિયન ઓશિયનમાં વેપારની અરજી કરવામાં આવી હતી. સ્પેન અને પોર્ટુગિઝ પૂર્વમાં ટ્રેડ મોનોપોલી બનાવી ચૂક્યા હતા. તે તોડવા માંગતા હતા.

એલિઝાબેથ પાસેથી પરવાનગી લઈને 1596માં ત્રણ વહાણ ભારતના ટાપુ આવવા માટે નિકળ્યા. આ વહાણના કેપ્ટનોને લાંબી મુસાફરીનો અનુભવ નહોતો. તે પહેલા પણ ક્યારેય પૂર્વ તરફ મુસાફરી માટે નહોતા ગયા. આથી ત્રણ વહાણો વચ્ચે મુસાફરી કરતા વખતે રસ્તો ભૂલી ગયા અને ખોવાઈ ગયા. ત્યારબાદ આ યાત્રાની જવાબદારી રાલ્ફ ફિંચે સંભાળી. જે તે પહેલા મેસોપોટામિયા અને પર્શિયન ખાડીની યાત્રા કરી ચૂક્યો હતો. ફિંચને ભારતિય મહાસાગરમાં વેપાર માટે કન્સલટન્ટ બનાવી દીધો.

સપ્ટેમ્બર 1599માં બ્રિટનના વેપારીઓને ભારતિય ઉપમહાદ્ઘિપની સફર માટે એક ફંડ બનાવ્યુ. જેમાં તેમણે મળીને 30 હજાર પાઉન્ડ એટલે કે લગભગ 30 લાખ રૂપિયાનું રોકાણ કર્યું. તેમણે ફરી મહારાણી એલિઝાબેથ પાસેથી ઈન્ડિયન ઓશિયન વિસ્તારમાં વેપારની પરવાનગી માંગી. 31 ડિસેમ્બરે મહારાણી એલિઝાબેથે આ સમૂહને એક રોયલ ચાર્ટર ગ્રાન્ટ કર્યું. જેના હેઠળ એક નવી કંપનીને ભારત અને ઈન્ડિઝમાં વેપાર કરવાનો અધિકાર મળી ગયો.

કંપનીનું નામ હતુ, “Governor and Company of Merchants of London trading into the East Indies.” જે પછીથી બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની તરીકે ઓળખાઈ. ભારતમાં તે “કંપની બહાદુર”ના નામથી ઓળખાઈ. 1601માં બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીના હેઠળ પ્રથમ મુસાફરીની જવાબદારી જેમ્સ લેંકેસ્ટરને સોંપવામાં આવી. આ મુસાફરી દરમિયાન લેંકેસ્ટરે ઈન્ડોનેશિયાની પાસે જાવા અને મોલુકુ ટાપુમાં પોતાના ટ્રેડ સેન્ટર સ્થાપિત કર્યાં.

આ પણ વાંચો:- 23મી ઓગસ્ટ 1456, ઈતિહાસનો એ દિવસ જ્યારે પ્રથમ વખત છપાઈ હતી, બાઈબલ

હેક્ટર અને કેપ્ટન વિલિયમ હોકિન્સ (Captain William Hawkins)

1603માં એલિઝાબેથ મૃત્યુ પામ્યા અને “જેમ્સ છઠ્ઠા” ને બ્રિટનનો રાજા બનાવવામાં આવ્યો. તેણે બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીને આપેલા અધિકારોને જાળવી રાખ્યા. ત્યારબાદ 1607માં કંપનીની બીજી યાત્રા શરૂ થઈ. આ યાત્રામાં ત્રણ વહાણ હતા. પ્રથમ “રેડ ડ્રેગન” બીજુ “કન્સેન્ટ” અને ત્રીજા વહાણ નું નામ હતુ “હેક્ટર”. હેક્ટરના કેપ્ટનનું નામ વિલિયમ હોકિન્સ હતુ.

Captain William Hawkins

IMAGE CREDIT: Captain William Hawkins (NCPEDIA)

24 ઓગસ્ટ 1608 એટલે કે આજના દિવસે જ હેક્ટરે ભારતિય ટાપુ પર પગ મૂક્યો હતો. હોકિન્સે (Captain William Hawkins) હેક્ટરને સૂરતના બંદર પર રોક્યું. આ યાત્રાના પરિણામ સ્વરૂપે બ્રિટિશ ભારતમાં તો પહોંચી ગયા પણ આગળનો રસ્તો સરળ નહોતો. જેવું હેક્ટર સુરતમાં પહોંચ્યુ, તેને પોર્ટુગિઝે પોતાના કબજામાં કરી લીધુ. હોકિન્સે જણાવ્યુ હતુ કે, ભારતના બધા જ પોર્ટ પોર્ટુગિઝના રાજાના કબજામાં હતા. લાઈસન્સ વગર શિપને ત્યાં લંગર નાંખવાની પરવાનગી નહોતી.

હોકિન્સ (Captain William Hawkins) તેની સાથે હેક્ટરમાં ઘણી ગિફ્ટો લઈને આવ્યો હતો. તેમાંથી કેટલીક તેણે પોર્ટુગલોને સોંપી દીધી. જેના બદલામાં તેને આગ્રાના બાદશાહને મળવાની પરવાનગી મળી ગઈ. તેણે એક અફઘાની વેપારીનો પહેરવેશ ધારણ કર્યું અને આગ્રા તરફ નીકળી ગયો. 16 એપ્રિલ 1609એ હોકિન્સ આગ્રા પહોંચ્યો. બ્રિટનથી નીકળતી વખતે તેને જાણકારી આપવામાં આવી હતી કે ભારતમાં તેની મુલાકાત બાદશાહ અકબર સાથે થશે. પણ તે જ્યારે આગ્રા પહોંચ્યો તો ત્યાં સિંહાસન પર જહાંગીર બેસેલો જોવા મળ્યો.

જહાંગીરના દરબારમાં

Captain William Hawkins

IMAGE CREDIT: QUORA

જહાંગીરના દરબારમાં પહોંચીને તેણે બ્રિટનના રાજા જેમ્સ છઠ્ઠાનો સંદેશો સંભળાવ્યો. અને પોતાની સાથે લાવેલા ઘણી બધી ભેટ દરબારમાં રજૂ કરી. આ ભેટમાં બ્રિટનના ખાસ કલાકારોએ બનાવેલી પેન્ટિંગ્સ પણ સામેલા હતી. જહાંગીર આ ભેટથી ઘણો ખુશ થયો તેણે હોકિન્સને દરબારમાં રાજદૂત તરીકે સામેલ થવાનું નિમંત્રણ આપ્યું. બંને નશો કરતા હતા. આથી થોડા જ સમયમાં જહાંગીર અને હોકિન્સ વચ્ચે ગાઢ મિત્રતા થઈ ગઈ. હોકિન્સની ઈચ્છા હતી કે, કોઈ પણ ભોગે વેપાર માટે તે જહાંગીરને મનાવી શકે. પરિણામ સ્વરૂપે તેણે મુગલોનો પહેરવેશ પહેરવાનો શરૂ કર્યો અને તે મુગલોની જેમ જ વર્તન કરવા લાગ્યો. આથી જહાંગીરે તેને એક ખાસ નામ આપ્યું- ખાન હોકિન્સ (Khan Hawkins).

તેના સંસ્મરણોમાં હોકિન્સે (Captain William Hawkins) જહાંગીર વિશે લખ્યું છે…

“ખરેખરમાં જહાંગીર ધન, સેના અને બળ પ્રમાણે પૂર્વનો સૌથી શક્તિશાળી સમ્રાટો પૈકી એક છે. પહેલી નજરમાં લાગે છે કે, સૌ તેને પ્રેમ કરે છે, પણ આ પ્રેમ પાછળની હકીકત છે, જનતામાં રહેલો તેનો ડર.”

જહાંગીર તેના પાગલપન માટે પ્રખ્યાત હતો. તે થોડી શંકા થાય તેમાં વિશ્વાસપાત્ર સચીવને મારી નાંખતો હતો. હોકિન્સે (Captain William Hawkins) જોયુ કે, એક સૈનિક જેણે વધારે પગારની માંગણી કરી તો તેને સિંહોની સાથે બંધ પાંજરામાં પૂરી દીધો. અન્ય એક વ્યક્તિએ જ્યારે ભૂલથી ચાઈનિઝ ગ્લાસ તોડી દીધો તો તેને ચાબુકથી મારવની સજા આપવામાં આવી. ત્યારબાદ એ વ્યક્તિને ચાઈના મોકલી દીધો, જેથી તે ગ્લાસનું સમારકામ કરીને લાવી શકે. એક નાની ભૂલના લીધે ગુસ્સે થઈને તેને તેના નાના દિકરા શહરયારને ગળામાં સોંઈ ભોંકી દીધી. જહાંગીર જ્યારે દરબારમાં હાજર થતો હતો ત્યારે તેની સાથે કુહાડી અને ચાબુક લઈને લોકો રહેતા હતા. જે તેના એક નિર્દેશ પર કોઈને પણ સજા આપવા માટે તૈયાર રહેતા હતા.

બાદશાહની સાથે વાતચીત દરમિયાન હોકિન્સ હંમેશા સાવધાન રહેતો કે, કોઈ વાત પર રિસાઈ ના જાય. વાતચીત દરમિયાન તેણે ઘણીવાર પ્રયત્ન કર્યો કે જહાંગીર જોડે વેપાર માટે વાત કરવામાં આવે. પણ જહાંગીરને બ્રિટન સાથે સંબંધ બનાવવામાં કોઈ રસ નહોતો. અકબરે છોડેલી વિશાળ મિલકતનો માલિક હતો. હોકિન્સ (Captain William Hawkins)ની પાસે આપવા માટે એવું કંઈ જ નહોતુ જેની જહાંગીરને જરૂર પડે. દરેક વખતે તે વાત ફેરવીને ઘોડા અને દારુ પર લઈ આવતો હતો.

મુગલ દરબારમાં થોમસ રો (Thomas Roe)

Captain William Hawkins

IMAGE CREDIT: THOMAS ROE (WEKIPEDIA)

હોકિન્સ લગભગ બે વર્ષ સુધી મુગલ દરબારનો સભ્ય બનીને રહ્યો. તેના બાદશાહ સાથેના સંબંધો સારા થતા જોઈને દરબારીઓએ જહાંગીરના કાન ભરવાનું શરૂ કર્યું. જેના પરિણામ સ્વરૂપે હોકિન્સ ધીરે ધીરે જહાંગીરની છત્ર-છાયાથી દૂર થઈ ગયો. છેલ્લે જ્યારે તેને લાગ્યું કે અહીં તેની દાળ ગળશે નહીં ત્યારે તે બ્રિટન પાછો ફર્યો. જોકે, બ્રિટન પહોંચ્યા પહેલા જ તેનુ મૃત્યુ થઈ ગયુ.

આ મુસાફરીની અસફળતા જોઈને ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ એક ખાસ રાજદૂતને ભારત મોકલ્યો. હોકિન્સ (Captain William Hawkins)ના મૃત્યુ બાદ અંગ્રેજોએ થોમસ રો (Thomas Roe) ને ભારત મોકલવાનું નક્કી કર્યું. 1615માં થોમસ રો (Thomas Roe) ભારત આવ્યો. તેણે જહાંગીર સાથે મુલાકાત કરી. ત્રણ વર્ષના પ્રયત્નો બાદ તેને વેપારિક સોદો કરવામાં સફળતા મળી.

થયેલા સોદા પ્રમાણે બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીને ભારતિય બંદરોથી વેપારની પરવાનગી મળી ગઈ હતી. તે સાથે એવં પણ નક્કી કરવામાં આવ્યું કે, બ્રિટનના ઉત્પાદ ભારત લાવવામાં આવશે. પણ જહાંગીરને સહેજ પણ ખબર નહોતી કે બ્રિટનમાં કોઈ પણ વસ્તુનું ઉત્પાદ થતુ જ નથી, જેનો વેપાર ભારતમાં થઈ શકે. તેને તો ફક્ત બ્રિટનથી લાવેલી ભેટમાં શિકારી કૂતરા, મોંઘા દારૂ અને પેન્ટિંગ્સનો શોખ હતો.

પોર્ટુગિઝ જ્યાં તેની આખી શક્તિ યુદ્ધ અને વેપાર પર વાપરી રહ્યાં હતા. ત્યાં બ્રિટન સમજી ગયું હતુ કે, રાજનૈતિક કૌશલનો ઉપયોગ કરીને ભારતમાં સરળતાથી પોતાનો વેપાર વધારી શકતો હતો. આથી તેણે થોમ્સ રો જેવા સમજૂ રાજદૂતને ભારત મોકલ્યો હતો. આ પ્રથમ ડીલ બાદ બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ એક-એક કરીને ભારતના મહત્વપૂર્ણ તટો પર પોતાના ટ્રેડિંગ સેન્ટર સ્થાપિત કરી લીધા. ધીરે ધીરે તેઓએ ભારતમાં સૌથી મોટી “ઈમ્પીરિયલ પાવર” એટલે કે વસાહતી તાકાત બની ગયું.


વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment