Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / October 4.
Homeન્યૂઝમહિલા સશક્તિકરણ અને અંગદાન અંગે લોકોમાં જાગૃતિ લાવવા કાર રેલીનું આયોજન

મહિલા સશક્તિકરણ અને અંગદાન અંગે લોકોમાં જાગૃતિ લાવવા કાર રેલીનું આયોજન

car rally
Share Now

કહેવાય છે ને કે માણસે મૃત્યુ પછી પણ જીવીત રહેવું હોય તો અંગદાન કરવું જોઇએ. અંગદાન વિશે લોકોમાં જાગૃતિ લાવવા માટે રોટરી ડીસ્ટ્રીકના ઉપક્રમે મહિલાઓની અનોખી કાર રેલી (Car Rally)નું આયોજન કરાયું હતું.

રાજ્યમાં બે સ્થળોએ કાર રેલી (car rally)નું આયોજન

ભરૂચની રોટરી કલબ ઓફ ભરૂચ નર્મદા નગરી તરફથી કાર રેલીનું આયોજન કરાયું હતું. મહિલા સશકિતકરણ અને અંગદાન અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે રાજયમાં બે સ્થળોએથી કાર રેલી યોજવામાં આવી રહી છે. રાજકોટ (Rajkot)અને દક્ષિણ ગુજરાતમાંથી નીકળેલી આ કાર રેલી અમદાવાદ ખાતે ભેગી થશે. જ્યાં અમદાવાદમાં એવોર્ડ વિતરણ સહિતના કાર્યક્રમો યોજશે. જણાવી દઇએ કે, મૃત્યુ બાદ કેટલાક લોકોનું ચક્ષુદાન કરવામાં આવે છે. પરંતુ હવે લોકો શરીરના અન્ય અંગોનું પણ દાન કરતાં થયાં છે. આ અંગદાન થકી અનેક લોકોને નવજીવન પણ પ્રાપ્ત થયું છે.

આ પણ વાંચો: સૌરાષ્ટ્રના યુવા ક્રિકેટર અવિ બારોટનું નિધન

અંગદાન અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે યોજાઇ રહેલી રેલી (rally)માં 28 કાર જોડાય છે. આ રેલીમાં મહત્વનું એ છે કે, આ તમામ કાર મહિલાઓ ચલાવી રહી છે. ભરૂચ ખાતેથી કાર રેલીને જિલ્લા પોલીસવડા રાજેન્દ્રસિંહ ચુડાસાએ લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું હતું. તેમની સાથે કલબના પ્રમુખ નિર્મલસિંહ યાદવ, પ્રોજેકટ ચેરમેન પુનમ શેઠ, રોટરી કલબ ઓફ ભરૂચના પ્રમુખ વિક્રમભાઇ તથા અન્ય મહેમાનો અને કલબના સભ્યો હાજર રહ્યાં હતાં.

રાજ્યની પ્રથમ ઇલેક્ટ્રિક કાર જુઓ વીડિયો:

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment