Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / May 17.
Homeન્યૂઝપ્રેમિકાના શોખ પૂરા કરવા યુવક બન્યો લૂંટારું,જાણો શેની કરી લૂંટ

પ્રેમિકાના શોખ પૂરા કરવા યુવક બન્યો લૂંટારું,જાણો શેની કરી લૂંટ

Crime Branch Police
Share Now

સુરત :- સુરતના વેસુ વિસ્તારમાંથી અજીબ લૂંટનો(Robbery) બનાવ સામે આવ્યો હતો.પ્રેમિકાને ખુશ કરવા પ્રેમીએ બંધુક બતાવી સોના દાગીના કે રૂપિયાની લૂંટ(Robbery) નહીં કરી પરંતુ એક લક્ઝુરિયસ કારની(Car) લૂંટ (Robbery) કરી ફરાર થઇ ગયો હતો.સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.જેને આધારે ઉમરા અને ક્રાઇમ બ્રાન્ચ પોલીસ તપાસમાં જોતારાઇ હતી.દરમ્યાન ગણતરીના સમયમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે યુવકને નવસારી હાઇવે પાસેથી ઝડપી પાડયો હતો.

 

Robbery Accused

બંધુક અણીએ કાર લૂંટનારને ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના સમયમાં ઝડપી પાડયો

સુરતના વેસુ વિસ્તારમાં આવેલા આગમ આર્કેડ પાસે ગુરુવારે સવારે ૧૧.૩૦ વાગ્યે એક લૂંટનો(Robbery) બનાવ બન્યો હતો.જેમાં કારમાં(Car) સવાર વૃદ્ધને એરગન બંધુક બતાવીને કાર(Car) લૂંટી એક યુવાન નાસી ગયો હતો.અને ચાલુ કારે વૃદ્ધને કારમાંથી લાત મારીને ફેંકી દીધા હતા.કાર લૂંટની(Robbery) આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.ઘટનાની જાણ થતા ઉમરા પોલીસ અને ડીસીબી પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.પોલીસે સીસીટીના આધારે યુવકને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.દરમ્યાન સુરત ક્રાઈમ બ્રાંચની ટીમને માહિતી મળી હતી કે લૂંટ(Robbery) કરનાર યુવક એક યુવતી સાથે કાર(Car) લઈ મુંબઈ તરફ જઈ રહ્યો છે.માહિતીને આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની પોલીસે નવસારી પોલીસને એલર્ટ કરી હતી અને ડીસીબીની ટીમે પણ નવસારી રોડ તરફ પીછો કર્યો હતો.દરમ્યાન નવસારી પોલીસે કારને (Car) બોરીયાચ ટોલપ્લાઝા ખાતેથી ઝડપી પાડી હતી.ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ત્યાં પહોંચી હતી અને કારની લૂંટ(Robbery) કરનાર ભાવેશ ભેંસાણીયાની કાર સાથે ધરપકડ કરી સુરત લઈ આવી હતી.

આ પણ વાંચો : ગુજરાતના કયા-કયા વેપારીઓ પાસે રવિ પૂજારીએ માંગી હતી ખંડણી ? આ રહ્યું નામોનું લિસ્ટ

 

પ્રેમિકાનો શોખ પૂરો કરવા પ્રેમીએ કારની કરી લૂંટ

લૂંટ(Robbery) કરનાર ભાવેશ ભેંસાણીયાને સુરત લાવ્યા બાદ પોલીસ દ્વારા તેની સઘન પૂછપરછ કરાતા ચોંકાવનારી માહિતી જાણવા મળી હતી.ભાવેશે આ કારની લૂંટ(Robbery) તેની પ્રેમિકાનો શોખ પૂરો કરવા કરી હતી.19 વર્ષીય ભાવેશ હાલમાં બેકાર છે.કોઈ કામ ધંધો કરતો નથી.તેવામાં તેણે તેની પ્રેમિકાને મોટી મોટી વાતો કરી હતી.તેની પ્રેમીકાને કારમાં(Car) ફરવાનો શોખ અને મુંબઈ જવાની ઈચ્છા હતી.જેથી પ્રેમિકાનો શોખ પૂરો કરવા ભાવેશે બંધુકની અણીએ કારની લૂંટ(Robbery) કરી હતી.અને લૂંટ કરી તેની પ્રેમિકાને લઈ મુંબઈ જવા રવાના થયો હતો.

Kapurchand

વૃદ્ધને કારમાંથી ફેંકી યુવક કાર લૂંટી થયો હતો ફરાર

સુરતના વેસુના જોલી પ્લાઝામાં મનોજ જૈન કાપડનો વેપાર કરે છે.ગુરુવારે સવારે તેમના 62 વર્ષના પિતા કપૂરચંદ જૈન ની તબિયત સારી ન હતી એટલે મનોજ જૈન તેમને ડોક્ટર પાસે લઇ ગયા હતા અને બતાવીને કારમાં(Car) પરત ઘરે જતા હતા.ત્યારે વેસુના આગમ આર્કેડ પાસે સવારે ૧૧.૩૦ વાગ્યે દવા લેવા માટે કાર(Car) ઉભી રાખી હતી.કાર ચાલુ રાખી કારમાં કપુરચંદ બેઠા હતા.જ્યારે મનોજ જૈન મેડીકલ સ્ટોરમાં દવા લેવા માટે ગયા હતા.આ દરમિયાન એક યુવાન આવ્યો હતો અને કારમાં(Car) બેઠેલા કપૂરચંદને એરગન જેવું હથિયાર બતાવ્યું હતું અને બળજબરીથી કારમાં(Car) બેસી ગયો હતો.કાર ચાલુ જ હતી એટલે તરત જ તેણે કાર(Car) ચલાવી હતી અને વૃદ્ધ કપુરચંદ એ પ્રતિકાર કરવાનો પ્રયાસ કર્યો તો યુવાને તેમને ચાલુ કારે લાત મારી ને બહાર ફેંકી દીધા હતા.આ ઘટના નજીકના એક સીસીટીવી કેમેરા માં રેકોર્ડ થઈ ગઈ હતી.ઉમરા પોલીસની સાથે ક્રાઈમ બ્રાંચની ટીમ પણ તપાસ માં જોડાઈ હતી.અને ટેકનીકલ સર્વેલન્સને આધારે કાર માં યુવાનની સાથે એક યુવતી પણ હોવાનું અને આ કાર મુંબઈ તરફ જઈ રહી હોવાની માહિતી મળી હતી.જે આધારે ક્રાઈમ બ્રાન્ચે નવસારી પોલીસને એલર્ટ કરાવી નવસારીના બોરીયાચ ટોલપ્લાઝા પાસેથી ઝડપી પાડયો હતો.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment