Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / November 29.
Homeનેચર & વાઈલ્ડ લાઈફહવામાં પક્ષીઓનો શિકાર કરતી બિલાડી!

હવામાં પક્ષીઓનો શિકાર કરતી બિલાડી!

Caracal
Share Now

વાત કરીશુ એક એવા શિકારીની, જે હવામાં ઉડતા પક્ષીઓનો હવામાં જ શિકાર કરી શકે છે. જેનું નામ છે હેણોતરો. karakulak શબ્દ તુર્કીનો શબ્દ છે જેનો અર્થ થાય છે કાળા કાનવાળું. અને હેણોતરાનું વૈજ્ઞાનિક નામ પણ એના કાળા કાન પરથી જ રાખવામાં આવ્યું છે. શરૂઆતમાં CARACAL ને Persian Lynx, Egyptian Lynx and African Lynx માનવામાં આવતુ પરંતુ સંશોધન થયા અને જાણ થઈ છે કે આફ્રિકન ગોલ્ડન કેટ અને સેરવલના કુળથી CARACAL સંબંધ ધરાવે છે.

આ પણ વાંચો : જાણો કેવી રીતે બને છે મિયાવાકી વન 

CARACAL એક પાતળુ અને તંદુરસ્ત શરીર ધરાવતી બિલાડી છે. જેના  લાંબા પગ હોય અને નાની પૂંછડી હોય છે. નર (Caracal)હેણોતરાનો વજન સામાન્ય રીતે 13 થી 18 કિલોગ્રામ હોય છે, જ્યારે માદાનું વજન લગભગ 11 કિલોગ્રામ છે. શરીરના ત્રીજા ભાગની પૂંછડી હોય છે.  નર ઔર માદા એક સમાન દેખાય છે. હેણોતરાની લંબાઈ 65થી 90 સેન્ટીમીટર હોય છે. જેમાં 30 સેમીની પૂંછડી હોય છે. પગ લાંબા,ફર ટૂંકા અને શરીરનો લાલ કલરના હોય છે.

Caracal 2

MAGE-AMAZING ANIMAL PLANET

CARACAL ની આંખોની પુતળીઓ બીજી નાની બિલાડીઓમાં હોય તેવી વર્ટીકલ નથી હોતી પરંતુ ગોળ હોય છે. હેણોતરાની સૌથી મોટી વિશેષતા લાંબા અને ગુચ્છાદાર કાન હોય છે.  જુવેનાઈલ(Caracal) હેણોતરાના કાન બહારની બાજુએ કાળા રંગના હોય છે, જે પુખ્ત વયના થાય ત્યારે અદૃશ્ય થઈ જાય છે. તેના કાન જે તેને શિકારને શોધવા માટે મદદ કરે છે, તેના કાન 20 વિવિધ સ્નાયુઓ દ્વારા નિયંત્રિત થાય છે.

ભારતના રણોમાં હેણોતરો રહે છે. ભારતના થારમાં રહે છે. જે મરુસ્થળ તરીકે પણ વખણાય છે. જેમાં દૂર-દૂર સુધી રેતીના ઢગલાં જ જોવા મળે છે. તો ક્યાંક નાના ઝાડ અને ક્યાંક મોટા ઝાડ દેખાય છે. આ રણનો ફેલાવ વધુ રાજસ્થાનમાં છે પરંતુ ગુજરાત,હરીયાણા,પંજાબના કેટલાક ભાગોમાં આ રણ ફેલાયેલું છે. આ મરુસ્થળ જ હેણોતરાનું રહેઠાણ છે. આ વિકટ પરીસ્થિતી વાળા રણમાં જ હેણોતરો રહે છે. હેણોતરો રાજસ્થાન અને ગુજરાતના કચ્છના ભાગમાં જોવા મળે છે. તો આ સાથે જ હેણોતરો આફ્રિકા,મિડલ ઈસ્ટ અને સાઉથ એશિયામાં જોવા મળે છે.

આ પણ વાંચો : તળાવ પાસે આવી સિસોટી કોણ મારે!

હેણોતરાના પગની ગાદીમાં વાળ હોવાથી આ શિકારી અવાજ કર્યા વિના જ શિકાર કરી શકે છે. ઘાત લગાવીને હેણોતરો પક્ષી,નાની સ્તનધારી જીવ અને બીજા સરીસૃપનો શિકાર કરીને, આ શિકારી પોતાને આવા ભયંકર વાતાવરણમાં ટકાવી રાખે છે.

Caracal 3

IMAGE- SANDIEGOZOO

હેણોતરો(Caracal) કચ્છની શાન છે  પરંતુ આજે આ શિકારીની વસ્તી સતત ઘટી રહી છે અને તેનો શ્રેય મનુષ્યને જાય છે. મનુષ્યએ તેની મહત્વાકાંક્ષા સંતોષવા માટે હેણોતરા જેવા જીવોના ઘરનો નાશ કર્યો છે, જેના કારણે આ વન્યપ્રાણીનાં નિવાસ ક્ષેત્ર ઘણા ઓછા થઈ ગયા છે. જ્યારે હેણોતરો માણસના પાલતુ પ્રાણી પર આ શિકારી હુમલો કરે કે મારી નાખે ત્યારે  તેના પ્રાણીની હત્યાનો બદલો લેવા માટે આ સુંદર પ્રાણીને ઘણીવાર મારી નાખે છે. વિડબંના છે કે, 12 ફૂટ કુદીને શિકાર કરતી બિલાડી વર્ષમાં એકવાર જ પ્રજનન કરે છે જેથી આ પ્રાણીની વસ્તી ઘણી ઓછી છે. માણસે સમજવું જોઈએ કે, આ જીવને બચાવવો જોઈએ.

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment