Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / October 7.
Homeન્યૂઝમાત્ર 20rs માં કારકિર્દીલક્ષી અમૂલ્ય જાણકારી

માત્ર 20rs માં કારકિર્દીલક્ષી અમૂલ્ય જાણકારી

career
Share Now

રાજયના માહિતી વિભાગ દ્વારા પ્રસિધ્ધ કરાયેલો ‘‘કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૧’’

ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા છાત્રો અને રોજગાર ઇચ્છુકો માટે માત્ર રૂ. ૨૦ ની કિંમતે ઉપલબ્ધ કારકિર્દીલક્ષી અમૂલ્ય જાણકારી

રાજયના માહિતી વિભાગ દ્વારા રાજયભરના રોજગાર ઇચ્છુકો માટે ‘‘કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૧’’ પ્રસિધ્ધ કરવામાં આવ્યો છે.
વિવિધ વિદ્યાશાખામાં ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા તેજસ્વી વિદ્યાર્થીઓ અને રોજગાર મેળવવા ઇચ્છતા યુવાનો માટે રાજય સરકારે માત્ર રૂ. ૨૦ની કિંમતે કારકિર્દીલક્ષી અને અભ્યાસલક્ષી અમૂલ્ય જાણકારી ઉપલબ્ધ કરાવી છે. રાજકોટ સ્થિત જયુબિલી બાગમાં આવેલ માહિતી કચેરી ખાતેથી આ અંક વહેલા તે પહેલાના ધોરણે મળી શકશે. તંત્રીશ્રી અશોક કાલરીયા, સહતંત્રીશ્રી અરવિંદ પટેલ અને કાર્યવાહક તંત્રીશ્રી પુલક ત્રિવેદી દ્વારા તૈયાર કરાયેલા આ અંકમાં ધો-૧૦ અને ૧૨ પછીના અભ્યાસક્રમો અને કારકિર્દીના વિકલ્પો, જાણીતા લેખકોના પ્રેરણાદાયી લેખો, જાણીતી કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓના કટ ઓફ લિસ્ટ, અગત્યની વેબસાઇટસ, સમયને અનુરૂપ અદ્યતન અભ્યાસક્રમો અને વ્યાવસાયિક કોર્સીઝ વગેરેની છેલ્લામાં છેલ્લી માહિતીનો રસથાળ આ દળદાર અંકમાં પીરસવામાં આવ્યો છે. સંબંધિત તમામને રેફરન્સ બુક તરીકે પણ આ અંક અગત્યનો પુરવાર થઇ શકે તેમ છે.

career

આ પણ જુઓ : નાની ઉમરમાં મોટી સિદ્ધિ

માર્ગદર્શન અને મનોરંજનની તૈયારી શરૂ કરો

ભારતની લગભગ 46% વસ્તી આજે 25 વર્ષની નીચે છે. દર વર્ષે બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની સંખ્યાની કલ્પના કરો. પરીક્ષાનું દબાણ અને કોલેજ પ્રવેશ માટેની સ્પર્ધા દિવસે દિવસે વધતી હોવાથી વિદ્યાર્થીઓ અને વાલીઓ આજે કારકિર્દી માર્ગદર્શનની જરૂરિયાત અને મહત્વને પહેલા કરતાં વધુ સમજે છે.

વિદ્યાર્થીઓ અને માતાપિતાને બદલાતા સમયનો સામનો કરવામાં અને ઉભરતી તકોનો શ્રેષ્ઠ બનાવવામાં મદદ કરવા માટે આજે કુશળ કારકિર્દી સલાહકારોની તીવ્ર જરૂર છે. ગ્લોબલ કેરિયર કાઉન્સેલર પ્રોગ્રામ એ ભારતનો પ્રથમ ઉદ્યોગ-તૈયાર કોર્સ છે જે તમને યુનિવારીટી અને યુસીએલએ એક્સ્ટેંશનથી આવશ્યક આવશ્યક વૈશ્વિક માન્યતા સાથે, જરૂરી જ્ જ્ઞાન અને કુશળતા પ્રદાન કરે છે. પ્રમાણપત્ર તમને જાગૃત અને કુશળ વ્યવસાયિક કારકીર્દિ સલાહકાર તરીકે શિક્ષણ ઉદ્યોગમાં પ્રવેશ કરવા માટે સક્ષમ બનાવે છે.

તે બધુ જ નથી. તમે એક પગલું પણ આગળ વધારી શકો છો અને તમારો પોતાનો કારકિર્દી પરામર્શ વ્યવસાય સેટ કરી શકો છો. વ્યક્તિઓને આ સ્વપ્ન પ્રાપ્ત કરવામાં સહાય માટે, સમાનતાએ કારકિર્દી સલાહકારો માટે સુપર કાઉન્સેલર પ્રોગ્રામ માટે ભારતનો પ્રથમ ઇન્ક્યુબેટર બનાવ્યો છે. સુપર કાઉન્સેલર વૈશ્વિક કારકિર્દી સલાહકાર પ્રોગ્રામનું વિસ્તરણ છે અને વ્યક્તિઓને તેમની કારકીર્દિ સલાહકાર પ્રથા સેટ કરવા સજ્જ કરે છે.

class 11

રાજકોટ જિલ્લામાં ધો. ૧૧માં તમામ વિદ્યાર્થીઓને મળશે પ્રવેશ

શિક્ષણતંત્ર દ્વારા કરાઇ રહેલી સુચારૂ વ્યવસ્થા 

 રાજકોટ જિલ્લો શિક્ષણનું હબ ગણાય છે. વર્તમાન સમયમાં રાજકોટ જિલ્લાની કુલ માધ્યમિક શાળાઓ ૭૬૦ જેટલી છે. સામાન્ય પ્રવાહની કૂલ ૪૪૮ અને વિજ્ઞાન પ્રવાહની કુલ ૧૨૬ સ્કુલો છે. સમગ્ર જિલ્લામાં ધોરણ ૧૦ ના અંદાજિત ૪૪ હજાર વિદ્યાર્થીઓ નોંધાયેલા છે. ધોરણ ૧૧ સામાન્ય પ્રવાહમાં અંદાજિત ૩૧ હજાર જેટલી અને ધોરણ ૧૧ વિજ્ઞાન પ્રવાહમાં ૯૫૦૦ જેટલી જગ્યા પ્રવેશ માટે ઉપલબ્ધ છે.કોરોનાની મહામારીના કારણે સરકારશ્રી દ્વારા ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. આ બાબતને ધ્યાને રાખીને ધોરણ ૧૦ ના તમામ વિદ્યાર્થીઓ પાસ થતા ધોરણ ૧૧ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની શાળાઓમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે કુલ ૫૭૪ શાળા ઉપલબ્ધ છે. જેથી સામાન્ય પ્રવાહના ૩૧ હજાર વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રવાહના ૯૫૦૦ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકશે.

ચાલુ વર્ષે કોઈ વિદ્યાર્થી પ્રવેશથી વંચિત ન રહે તેની વ્યવસ્થા શિક્ષણ તંત્ર દ્વારા કરવામાં આવી છે. આ ઉપરાંત, વિદ્યાર્થીઓ માટે ગ્રાન્ટેડ શાળામાં ૨૩ અને સરકારી શાળામાં ૬ વર્ગ વધારાની મંજૂરી મેળવવા માટે દરખાસ્ત કરવામાં આવી છે. જેથી વિજ્ઞાન પ્રવાહમાં ૧૧,૮૦૦ જેટલા તથા સામાન્ય પ્રવાહમાં ૩૪ હજાર જેટલા વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકે તેટલી ક્ષમતાનો વધારો થશે. આ ઉપરાંત, વર્ગ દીઠ ૬૦ ના બદલે ૭૫ વિદ્યાર્થીઓને પ્રવેશની અનુમતિ આપવામાં આવતા રાજકોટ જીલ્લામાં અંદાજીત ૩ હજાર જેટલા વધુ વિદ્યાર્થીઓને ધોરણ ૧૧ માં સમાવી શકાશે. ઉપરોક્ત કારણોસર સમગ્ર જિલ્લામાં ધોરણ ૧૧ માં પ્રવેશ મેળવવાની કોઇ સમસ્યા નહીં રહે અને બાળકોને નજીકની શાળામાં જ પ્રવેશ મળી રહેશે તેમ જિલ્લા શિક્ષણાધિકારી બી.એસ.કૈલાની યાદીમાં જણાવાયું છે.

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment