Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
Homeએન્ટરટેઈન્મેન્ટNokiaથી Oneplus અને હવે Nothing: કાર્લ પેઇની સફર પર એક નજર જેણે ડિજિટલ દુનિયાને બદલી દીધી

Nokiaથી Oneplus અને હવે Nothing: કાર્લ પેઇની સફર પર એક નજર જેણે ડિજિટલ દુનિયાને બદલી દીધી

DICGC Act: Don't sink your money in bank anymore, approve amendments to govt laws
Share Now

નવી દિલ્હી : વ્યક્તિમાં રહેલી કુશળતા તેને હંમેશા સફળતા તરફ આગળ ધપાવતી રહે છે. અમુક વ્યક્તિ એવા હોય છે જે પોતાની કુશળતાનું ઉત્તમ પ્રદર્શન કરવાની સાથે પોતાની યશ કલગીમાં પીંછા ઉમેરતા જ જાય છે. એવા જ કામના પડઘા કાર્લ પેઇ(Carl Pei)ના નામના પડતા રહે છે.

OnePlus Co-Founder Carl Pei Proves his Word NEVER SETTLE

2010માં નોકિયા (Nokia) જેવી મોટી કંપનીમાં જોડાયા બાદ એક પછી એક કંપનીઓ બદલવાની, તેમને ટોચના સ્થાને પહોંચાડવાની અને ફરી પાછી નવી સફર શરૂ કરવાની આ એજ તેમણે પોતાનો સિદ્ધાંત બનાવી દીધો હોય તેમ વનપ્લ્સ(OnePlus)ના ફોનને વિશ્વમાં સૌથી વધુ વેચાયેલ ફોનનું બિરૂદ અપાવી હવે તેઓ નવી સફર નથીંગ (Nothing) નામની કંપની સાથે ઘડી રહ્યાં છે. Nothingમાં કામ કરતા કાર્લ પેઇની કારકિર્દી હંમેશા ટોચ તરફ આગળ વધતી જ રહી છે.

આ પણ વાંચો : HBD JRD ટાટા: કહાની ભારતના પ્રથમ કોમર્શિયલ પાયલટની, જેણે દેશને આપી ‘મહારાજા’ એર ઈન્ડિયા

લંડન સ્થિત ટેક કંપની નથીંગના સહ-સ્થાપકનું નામ કાર્લ પેઈ છે. હા, તે જ કાર્લ પેઇ જે વનપ્લસ (Oneplus)ના સહ સ્થાપક પણ રહી ચુક્યા છે. હવે ભારતીય બજારમાં નથીંગ કંપનીએ એન્ટ્રી કરી છે. કંપનીએ 27 જુલાઈ, મંગળવારે તેનું પહેલું પ્રોડક્ટ નથીંગ ધ ઈયર 1(The ear (1)) લોન્ચ કર્યું હતું.  પેઈએ સપ્ટેમ્બર 2020માં વનપ્લસ છોડીને હાર્ડવેર કંપની નથીંગનું નેતૃત્વ સંભાળ્યું. દુનિયાભરના ઘણા લોકોએ આ કંપનીમાં 7 મિલિયન ડોલર (લગભગ 52 કરોડ રૂપિયા) નું રોકાણ કર્યું છે.

Who is Carl Pei, the man who built OnePlus ? OTT India Gujarati

નથીંગને લોકપ્રિય બનાવવા માટે કાર્લ પેઇ(Carl Pei)ની યોજના શું છે? તેણે આજ સુધી કઈ કંપનીમાં કામ કર્યું છે? અને તેના નામની ચર્ચા શા માટે કરવામાં આવે છે? OTT Indiaના આ ખાસ અહેવાલમાં આપણે આ તમામ પાસાઓ પર વાત કરીશું, સૌપ્રથમ આપણે કાર્લ પેઇનો ઉછેર, અભ્યાસ વગેરે વિષેની માહિતી મેળવી લઈએ…

Carl Pei-ચીનમાં જન્મ, સ્વીડનમાં ઉછેર

કાર્લ પેઇનો જન્મ 11 સપ્ટેમ્બર, 1989 ના રોજ બેઇજિંગ (China)માં થયો હતો. તેમનો પરિવાર જલ્દીથી અમેરિકા (અમેરિકા) અને પછી સ્વીડન (Sweden)માં રહેવા ગયો. પેઇ સ્વીડનમાં મોટા થયા. તેમણે સ્ટોકહોમ સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી 2008માં સાયન્સની ડિગ્રી મેળવી હતી. 2011માં ચાઇનીઝ સ્માર્ટફોન ઉદ્યોગમાં કામ કરવા સ્વીડનની બહાર ગયા.

આ પણ વાંચો : અધધ….. બેંકો-વીમા કંપનીઓ 50,000 કરોડની રકમ નધણિયાત, ક્યાંક આ પૈસા તમારા તો નથી ને….

પેઇ 2010માં નોકિયામાં જોડાયા હતા અને ત્રણ મહિના સુધી કંપનીમાં કામ કર્યું હતું. 2011માં તેમણે નોકિયા છોડીને હોંગકોંગ સ્થિત મીઇઝુમાં માર્કેટિંગ ટીમમાં કામ શરુ કર્યું. તે જ વર્ષે નવેમ્બરમાં, તે ઓપ્પો (OPPO)માં જોડાયા અને અહીં તેણે પીટ લાઉ હેઠળ કામ કર્યું.

ડિસેમ્બર 2013 માં વનપ્લસની સ્થાપના

Carl Pei has left OnePlus just before launch of OnePlus 8T

ડિસેમ્બર 2013માં તેમણે પીટ લાઉ સાથે મળીને વનપ્લસ(OnePlus)ની સ્થાપના કરી.  તેઓ વનપ્લસ ગ્લોબલના ડિરેક્ટર પણ હતા. વનપ્લસના પ્રથમ ડિવાઇસ, વનપ્લસ વન ફક્ત 50,000ના વેચાણ લક્ષ્યાંક હોવા છતાં 2014 માં લગભગ 10 લાખ યુનિટ્સ વેચ્યા હતા. જુલાઈ 2015માં પેઇએ યુટ્યુબ પર વર્ચુઅલ રિયાલિટી વીડિયો દ્વારા વનપ્લસ 2 રજૂ કર્યો હતો. વીડિયોમાં વર્ચુઅલ રિયાલિટી સાથેનું પ્રથમ મોડલ લોન્ચ કરવાનો દાવો કરવામાં આવ્યો હતો. પેઇએ દાવો કર્યો હતો કે વનપ્લસ 5 તેમનો જૂન, 2017નું એડિશન સૌથી ઓછા સમયમાં વેચાનાર ફોનનો ખિતાબ મેળવનાર મોડલ બન્યું હતુ.

આ પણ વાંચો : શું છે કિર્લોસ્કર બ્રધર્સનો વિખવાદ ? કેમ 130 વર્ષ જુનો વારસો પહોંચ્યો કોર્ટ ?

2021,જાન્યુઆરીમાં Nothingની જાહેરાત

Carl Peiએ સપ્ટેમ્બર 2020 માં વનપ્લસ છોડી દીધું હતું. તેમણે 27 જાન્યુઆરી, 2021 ના રોજ નથીંગ કંપનીની ઘોષણા કરી. તેમની 10 વર્ષની યાત્રા દરમિયાન આ તેમની ચોથી કંપની છે. પેઇના કહેવા મુજબ નથીંગ લોકો અને ટેકનોલોજી વચ્ચે આવનારા ડિજિટલ ભવિષ્યના અવરોધોને દૂર કરશે. ભારતમાં કંપનીનું પ્રથમ ઉત્પાદન ઈયર 1 છે. જે ફ્લિપકાર્ટ પર લોન્ચ કરવામાં આવ્યું છે.

Carl Pei Launched NOTHING Brand After OnePlus Exit

ફોર્બ્સ અને ફોર્ચ્યુનમાં મળ્યું સ્થાન

એપ્રિલ 2016 માં, પેઇને માર્કેટિંગ વીક વિઝન 100ની સૂચિમાં શામેલ કરવામાં આવ્યા હતા. ટેક્નોલોજી ઉદ્યોગમાં તેની અસર માટે જાન્યુઆરી, 2016 માં તેને ફોર્બ્સ 30 અંડર 30ની સૂચિમાં શામેલ કરવામાં આવ્યા હતા.

2019માં Carl Peiને ફોર્ચ્યુન 40 અંડર 40 સૂચિની 2019ની આવૃત્તિમાં શામેલ કરાયા હતા.

આ પણ વાંચો : મોંઘવારીની માર વચ્ચે સારા સમાચાર: ગેસ સિલિન્ડરની બુકિંગ પણ આ રીતે મેળવો 900 રૂપિયાનું બમ્પર કેશબેક

આ ઇયરફોન પ્રથમ નજરમાં આકર્ષક લાગે છે. બજારમાં એવી વાત ચાલતી હતી કે એઐઅયર્ફોનમાં એક જ સાદી સિમ્પલ ડિઝાઈન છે,આ વાત Carl Peiના કાને પડી તેમણે નંથીગના પહેલાં જ મોડલમાં આ ધારણા ખોટી પાડીને પોતાની આવડત રજૂ કરી દીધી.

Nothing ear (1) launched in India

ગઈકાલે જ રજૂ થયેલ ઇયરફોનની ડિઝાઇન પારદર્શક છે. એટલું જ નહીં, તેનો કેસ પણ પારદર્શક છે. તેમાં ચાર્જિંગ સૂચક લાઇટ પણ છે, જે બંધ હોય તો બહારથી પણ દેખાય છે. નથીંગ ઈયર 1ની કિંમત ભારતમાં 5,999 રૂપિયા છે. નથીંગ કંપનીએ ભારતમાં હજુ આ એક નાનકડા પ્રોડક્ટ સાથે એન્ટ્રી કરી છે પરંતુ ભવિષ્યમાં કંપની સ્માર્ટફોન સહિતના પ્રોડક્ટ સાથે ભારતીય બજારમાં ધૂમ મચાવે તો નવાઈ નહીં. ભારતમાં નથીંગની એન્ટ્રી સાથે કાર્લ પેઇ આ કંપનીને કઈ ઊંચાઈ પર લઇ જાય છે તે પણ જોવું રહ્યું.

આ પણ વાંચો : નિરમા કંપની : નામમાં જ છુપાયો છે કંપનીનો ઇતિહાસ

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment