જામનગર (Jamnagar)માં કોરોનાએ માંડ કેડો છોડ્યો ત્યાં મચ્છરજન્ય રોગચાળાએ માથું ઉચક્યું છે. કોરોના બાદ ડેન્ગ્યું, મેલેરિયા ઉપરાંત વાયરલ શરદી, ઉધરસ સહિતના રોગોએ શહેરમાં અજગરી ભરડો લેતા જામનગરની જી.જી.હોસ્પિટલ સહિત અનેક નાના-મોટા ક્લીનીકો દર્દીઓથી ઉભરાઇ રહ્યાં છે. હોસ્પિટલમાં દર્દીઓના ઘસારાથી ફરી કોરોનાકાળના બિહામણા દ્રષ્યોની યાદી થઇ રહી છે. તબીબોના મત મુજબ ડિસેમ્બર માસ સુધી સિઝનલ રોગચાળો હાહાકાર મચાવે તેવા અણસાર વર્તાઇ રહ્યાં છે. મિશ્રઋતુ અને વરસાદી (Rain)વાતાવરણ વચ્ચે ડેન્ગ્યુ, મેલેરિયાના કેસોમાં ગત સાલ કરતા આ વર્ષે કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે.
Jamnagar માં વાયરલ શરદીના કેસોમાં ઉછાળો
દોઢેક વર્ષથી નાગરિકોમાં હાઉ ઊભો કરનારો કાળમુખો કોરોના માંડ ટાઢો પડ્યો છે. જેથી તંત્ર સહિત શહેરીજનોએ રાહતનો શ્વાસ લીધો છે, પરંતુ આ રાહત અલ્પજીવી સાબિત થઇ હોય તેમ હાલ જામનગરમાં ડેન્ગ્યુ ઉપરાંત વાયરલ, શરદીના કેસોમાં મોટાપાયે ઉછાળો જોવા મળી રહ્યો છે. જે દિવસેને દિવસે વધી રહ્યાં છે. આથી જામનગરમાં જી.જી.હોસ્પિટલ જ નહીં નાના-મોટા દવાખાના (Hospital)ઓમાં પણ દર્દીઓની લાંબી કતારો લાગી છે. આ ઉપરાંત વાયરલ ઇન્ફેક્શન (Infection)ને પગલે હાલ અનેક ઘરોમાં માંદગીના ખાટલા જોવા મળી રહ્યાં છે.
આ પણ વાંચો: 1 દિવસ માટે અમદાવાદની કલેક્ટર બનેલી ફ્લોરાનું દુ:ખદ નિધન
ડેન્ગ્યુ અને મેલેરિયા મુદ્દે ડોક્ટરનું શું કહેવુ છે?
જામનગરની એક ખાનગી હોસ્પિટલ (Private Hospital)ના ડૉ.હિમાંશુભાઇ પાઢ (એમ.ડી., ફિઝીશ્યન)એ સાથેની ખાસ વાતચિત કરતા તેઓએ જણાવ્યું હતુ કે, દર વર્ષે ચોમાસાની ઋતુ વિદાય લેવાની અણી ઉપર હોય છે, ત્યારે ડેન્ગ્યુ, મેલેરિયા સહિતના રોગના વાવડ મળતા હોય છે. પરંતુ ગત્ત વર્ષની સરખામણીએ ચાલુ સિઝન દરમિયાન વાયરલ (Viral)અને ડેન્ગ્યુ, મેલેરિયાના કેસમાં વધારો નોંધાયો છે. છતા અમદાવાદ, રાજકોટ સહિતના શહેરોની સરખામણીમાં જામનગરમાં કેસ રાહતરૂપ છે. વાતાવરણમાં ફેરફારની સાથે ડેન્ગ્યું સહિતના રોગચાળા પાછળ ગંદકી અને એયર પોલ્યુસન પણ જવાબદાર છે. રોગચાળાની આ આફતમાંથી ઉગરવા માટે શહેરીજનોની સેલ્ફ ડિસીપ્લીન સિવાય કોઇ રસ્તો નથી.
Jamnagar માં આરોગ્યની ટીમ ઘરે-ઘરે સર્વેલન્લસની કામગીરી કરી રહી છે
હાલ જામનગર કોર્પોરેશન (Jamnagar Corporation)દ્વારા આરોગ્યની 150 ટીમ દ્વારા ઘરે-ઘરે જઈ અંદાજે દરરોજના 15 થી 16 હજાર ઘરોમાં સર્વેલન્સની કામગીરી કરવામાં આવે છે. ડેન્ગ્યુના લક્ષણ દર્દીમાં દેખાય તો તરત જ આરોગ્ય અધિકારીને જણાવી જામનગરની સરકારી હોસ્પિટલ (Government Hospital)માં રીફર કરવામાં આવે છે. જે વિસ્તારમાં ડેન્ગ્યુના કેસો મળ્યા હતાં ત્યાં સરકારની સૂચના મુજબ રીવર સર્વેલન્સ, એન્ટીલાર્વલ કામગીરી તથા ફોગીંગ જેવી કામગીરી કરવામાં આવેલી છે. આ કામગીરીમાં એક મેડિકલ ઓફિસરની સાથે અન્ય 5 જેટલા લોકો સાથે હોય છે. હાલ આરોગ્ય વિભાગ (Health Department)ની ટિમ દ્વારા દર્દીના ઘરને ફોગીંગ કરી આઇસોલેટ કરવામાં આવી રહ્યા છે, આ સાથે જ એડીશ મચ્છર જ્યાં પેદા થાય છે, તેવા પાણી ભરાવવાના સ્થળે, લારવા ઉપર તેને કન્ટ્રોલ કરવાની દવા છાંટવામાં આવી રહી છે.
બાળકોની સફળ હાર્ટ સર્જરી જુઓ વીડિયો:
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4