Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / August 10.
Homeન્યૂઝશા માટે ભાજપ જાતિ આધારિત વસ્તી ગણતરી માટે તૈયાર નથી?

શા માટે ભાજપ જાતિ આધારિત વસ્તી ગણતરી માટે તૈયાર નથી?

OBC caste based census,obc reservation,news in gujarati,bjp
Share Now

2014 અને 2019 ની લોકસભાની ચૂંટણીમાં ભાજપની મોટી જીતનું એક કારણ એ પણ હતું કે પાર્ટીએ OBC મતદારોએ ભાજપને ખૂબ મોટા પ્રમાણમાં વોટ આપ્યા હતા. એકલા OBC નહીં પરંતુ દલિત અને આદિવાસીઓએ પણ ભાજપને ખૂબ મત આપ્યા હતા. આ સાથે સાથે ભાજપે તેમની પરંપરાગત વોટ બેન્ક ઉચ્ચ જાતિ અને ઉચ્ચ વર્ગો પણ પણ પકડ મજબૂત કરી છે. પરંતુ, ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર તમામ પક્ષોની માંગણી હોવા છતાં જાતિ આધારિત વસ્તી ગણતરી માટે તૈયાર નથી.

હિન્દુત્વની રાજનીતિ માટે ઘણો સંઘર્ષ કર્યો 

1990 ના દાયકામાં વીપી સિંહ સરકાર દ્વારા મંડલ કમિશન રિપોર્ટના અમલીકરણ અને કેન્દ્રીય નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં ઓબીસીને 27 ટકા અનામત આપવાના નિર્ણયથી ભારતીય રાજકારણ કાયમ માટે બદલાઈ ગયું છે. ખાસ કરીને ઉત્તર ભારતમાં, મંડળ પછીની રાજનીતિએ મજબૂત પ્રાદેશિક પક્ષોને જન્મ આપ્યો છે., ખાસ કરીને યુપી અને બિહાર રાજકારણમાં મજબૂત ઓબીસી પ્રભુત્વ ધરાવતા રાજકીય પક્ષોને કારણે, હિન્દુત્વની રાજનીતિ કરનાર ભાજપ જેવા પક્ષે  મંડળની રાજનીતિનો સામનો કરવા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો છે.

OBC caste based census,obc reservation,news in gujarati,bjp

આ પણ વાંચો:હિન્દુ વિસ્તારમાં દેખાવો ના જોવા જોઈએ કહીને મુસ્લિમ વ્યક્તિને ઢોર માર મારવામાં આવ્યો

ઓબીસીનો ભાજપને ટેકો 

1990 ના દાયકાના અંતમાં ભાજપની રાજનીતિને કમંડલની રાજનીતિ તરીકે ઓળખવામાં આવી છે. લાલકૃષ્ણ અડવાણી અને અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં ભાજપે સખત મહેનત કરીને 1998 અને 1999 ની લોકસભા ચૂંટણી જીતી હતી. તેમ છતાં, ભાજપે તેમના ગઠબંધનના સહયોગી પક્ષો અને પ્રાદેશિક પક્ષોની મદદથી કેન્દ્રમાં સરકાર બનાવવી પડી હતી. 1998 અને 1999 માં પ્રાદેશિક પક્ષો સાથે OBCના 35.5 ટકા અને 33.9 ટકા મતનો હિસ્સો હતો. જો આપણે કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકારોની વાત કરીએ તો ગઠબંધન હેઠળના પ્રાદેશિક પક્ષોએ 2004 અને 2009 ની ચૂંટણીમાં અનુક્રમે 39.3 ટકા અને 37.3 ટકા ઓબીસી મત મેળવ્યા હતા. 2014 ની લોકસભા ચૂંટણીમાં, ભાજપને 31 ટકા મત મળ્યા હતા, જ્યારે પ્રાદેશિક પક્ષોને 39 ટકા મત મળ્યા હતા.

એક દાયકામાં બદલાયા સમીકરણ 

2019 ની લોકસભાની ચૂંટણીમાં, ભાજપે પ્રથમ વખત ઓબીસી મતદારોમાં પોતાનો પગ મજબૂત કર્યો હતો. જેને કારણે પ્રાદેશિક પક્ષોના વોટ શેરમાં 26.4 ટકાનો ઘટાડો આવ્યો હતો. લોકનીતિ-સીએસડીએસનો સર્વે સ્પષ્ટપણે દર્શાવે છે કે ભાજપે છેલ્લા દાયકામાં ઓબીસી મતદારોમાં મજબૂત પ્રવેશ કર્યો છે. 2009 ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને 22 ટકા OBC મતના  મળ્યા હતા. જ્યારે અન્ય પ્રાદેશિક પક્ષોને OBC મતના 42 ટકા મત મળ્યા હતા. પરંતુ, એક દાયકાની અંદર, ભાજપ માટે ઓબીસીનો ટેકો નાટ્યાત્મક રીતે બદલાઈ ગયો છે. 2019 ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને OBC ના 44 ટકા મત મળ્યા, જ્યારે પ્રાદેશિક પક્ષોને OBC ના માત્ર 22 ટકા મત મળ્યા.

લોકસભાvs. વિધાનસભા ચૂંટણી

ઓબીસી મતદારો લોકસભા ચૂંટણીમાં ભાજપને વધુ પસંદ કરે છે. પરંતુ વિધાનસભાની ચૂંટણી દરમ્યાન ઓબીસી મતદારોની પસંદગી બદલાઈ જતી હોય છે.  2019 ની લોકસભાની ચૂંટણી દરમિયાન, માત્ર 11 ટકા OBC મતદારોએ RJD ને મત આપ્યા હતો, પરંતુ 2020 ની વિધાનસભા ચૂંટણી દરમિયાન, RJD ને OBC ના 29 ટકા મત મળ્યા હતા. ઉત્તરપ્રદેશમાં 2019 ની ચૂંટણીમાં માત્ર 14 ટકા OBC મતદારોએ સમાજવાદી પાર્ટીને મત આપ્યા હતા. પરંતુ 2017 ની વિધાનસભાની ચૂંટણી દરમિયાન 29 ટકા OBC મતદારોએ સપાને મત આપ્યા હતા. તેમ છતાં સપાને ચૂંટણીમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.

ઓબીસી જાતિઓમાં મત મેળવવાનું રહ્યું સરળ 

ઓબીસીની અંદર પણ, ભાજપ માટે ઉચ્ચ ઓબીસી જાતિઓ અને ઓબીસી જાતિઓમાં રહેલ સૌથી નબળા વર્ગોના વૉટ મેળવવાનું સરળ રહ્યું છે. ભલે બીજેપીએ ઓબીસીમાં પોતાનો પગ મજબૂત કર્યો હોય, પરંતુ તે તેની પરંપરાગત વોટ બેંક જેટલી મજબૂત નથી. 2019 ની લોકસભાની ચૂંટણીમાં OBC ની ઉચ્ચ જાતિનો મત હિસ્સો ભાજપ માટે 41 ટકા હતો, જ્યારે OBC ની નીચી જાતિનો મત હિસ્સો 47 ટકા હતો.

ઓબીસીની ઉચ્ચ જાતિઓમાં પ્રાદેશિક પક્ષોનું પ્રભુત્વ 

ઓબીસીની ઉચ્ચ જાતિઓમાં પ્રાદેશિક પક્ષોનો વધુ પ્રભાવ રહ્યો છે. ઉત્તર પ્રદેશ અને બિહારના યાદવ મતદારો પોતપોતાના રાજ્યોમાં ખૂબ પ્રભુત્વ ધરાવતા વર્ગ રહ્યા છે. અને યાદવોએ  સમાજવાદી પાર્ટી અને આરજેડીને મત આપ્યો છે. પરંતુ, આ બંને રાજ્યોમાં, ભાજપે ઓબીસીની નીચલી અથવા કહીએ તો આર્થિક અને શૈક્ષણિક રીતે નબળી જાતિઓને તેની બાજુ ખેંચી લીધી છે.

ભાજપને લાગે છે ડર?

એક જાણીતા સમાચાર પત્રના અહેવાલ મુજબ, જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવવા માટે ભાજપ એટલા માટે તૈયાર નથી કેમ કે, એકવાર ઓબીસી જાતિના આંકડા બહાર આવી જશે તો પ્રાદેશિક પક્ષો શાસક પક્ષ પર દબાણ કરશે. અને કેન્દ્રીય નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં ઓબીસી ક્વોટાના પુન:નિર્માણની માંગ કરશે.પ્રદેશિક પક્ષોને એક નવો ચૂંટણીનો મુદ્દોમળી જશે. ભાજપને ડર છે કે જાતિ આધારિત વસ્તી ગણતરી એ મંડલ -2 પણ હોઈ શકે છે, જે ઘણા પ્રાદેશિક પક્ષોને નવું જીવન આપી શકે છે. આ સિવાય, બીજેપીને એ પણ ડર છે કે જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવવાથી જે ઓબીસી આંકડાઓ નીકળશે તેનાથી દેશમાં નવા સમીકરણો બાની શકે છે. જેને સંભાળવું ખૂબ જ મુશ્કેલ હશે.

ઉલ્લેખનીય છે કે, બિહાર અને ઉત્તરપ્રદેશના પ્રાદેશિક પક્ષો કેન્દ્ર સરકાર પાસે જાતિ આધારિત ગણતરી કરાવવાની માંગ કરી રહ્યા છે. જેને લઈને આજ રોજ બિહારના સીએમ નીતિશ કુમાર સહિત 11 લોકોનું પ્રતિનિધિ મંડળ પીએમ મોદીને મળ્યું હતું. ત્યારે હવે જોવું રહ્યું કે દેશમાં જાતિ આધારિત વસ્તી ગણતરી થાય છે કે કેમ?

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment