Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / July 3.
Homeન્યૂઝઆ બિલાડીને જોઈ તમને પણ થશે કસરત કરવાની ઇચ્છા, વીડિયો જોઈને ચોંકી જશો

આ બિલાડીને જોઈ તમને પણ થશે કસરત કરવાની ઇચ્છા, વીડિયો જોઈને ચોંકી જશો

Cat
Share Now

સોશિયલ મીડિયા પર દિવસેને દિવસે તમે અજબ ગજબ વીડિયો જોતા જ હશો. આ વીડિયો તમને વારંવાર જોવા પણ ગમતા હશે. આવો જ એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેને જોઇને તમે પણ પોતાને ફિટ રાખવા માટે જીમમાં જવાનું પસંદ કરશો. આ વીડિયો એક બિલાડી (Cat)નો છે. એક બિલાડી જે ફિટનેસ (Fitness)ફ્રીક છે. આ વીડિયોને જોઇને તમને એવુ જ લાગશે કે, બિલાડી પોતાને ફિટ રાખવા માટે ધ્યાન રાખી રહી છે.

14 સેકન્ડનો Cat નો વીડિયો જોઇ ચોંકી જશો

14 સેકન્ડનો આ વીડિયો (Video)જોઈને તમે પણ ચોંકી જશો. વીડિયો એક જીમનો છે. કસરત કરવા માટે કેટલાક સાધનો જોવા મળી રહ્યા છે. જ્યાં બિલાડી આરામથી સૂતી નજરે ચઢે છે અને પુશ-અપ્સ કરી રહી છે. એવું લાગી રહ્યુ છે કે, બિલાડી પોતે જાણે છે કે, પુશ અપ્સ શરીરના ઉપરના ભાગને મજબૂત બનાવે છે. આ વીડિયોને હાલમાં લોકો ભારે પસંદ કરી રહ્યાં છે. તો શેર કરી અને તેમના પર સતત કોમેન્ટ પણ કરી રહ્યા છે.

આ પણ વાંચો: ગર્લફ્રેન્ડે માતા-પિતા સાથે મુલાકાત કરાવવા માટે બોયફ્રેન્ડને ઘરે બોલાવ્યો, પ્રેમીકાની માતાને જોતા જ…

Cat ની જોઇ એવુ લાગે કે, હમણાં જ વર્કઆઉટ પુરૂં કર્યુ છે

તાજેતરમાં, સોશિયલ મીડિયા (Social media)સાઇટ પર એક બિલાડી શેર કરવામાં આવી હતી, જેનું શરીર બોડી બિલ્ડર જેવું હતું. શરૂઆતમાં, મોટાભાગના લોકોને આ તસવીર નકલી લાગી. પરંતુ પાછળથી જાણવા મળ્યું કે માંસપેશીઓમાં સર્જાયેલી એક ખામીને કારણે બિલાડીની હાલત આવી થઈ ગઈ હતી. એક વ્યક્તિએ લખ્યું કે, બિલાડીને જોઈને એવું લાગે છે કે તેણે હમણાં જ તેનું વર્કઆઉટ પૂરું કર્યું છે અને તે બારી બહાર જોઈ રહી છે. તે જ સમયે, એક અન્ય યુઝરે લખ્યું કે, આ સુપરમેન કેટ છે.

7 વર્ષ પછી દેખાયો અતિ દુર્લભ સાપ જુઓ વીડિયો

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment