Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / October 15.
Homeન્યૂઝધનબાદ જજ મૃત્યુ કેસ: CBI એ હાઇકોર્ટને કહ્યું- ઓટો ડ્રાઇવરે ઇરાદાપૂર્વક ટક્કર મારી

ધનબાદ જજ મૃત્યુ કેસ: CBI એ હાઇકોર્ટને કહ્યું- ઓટો ડ્રાઇવરે ઇરાદાપૂર્વક ટક્કર મારી

CBI
Share Now

ધનબાદના જજ ઉતમ આનંદન મામલે સીબીઆઇ (CBI)એ ઝારખંડ હાઇકોર્ટને જણાવ્યું કે, ઓટો ડ્રાઇવરે (Auto Driver) ઇરાદાપૂર્વક જજને ટક્કર મારી હતી. સુનાવણી સમયે સીબીઆઇના જોઇન્ટ ડાયરેક્ટરે કહ્યું કે, સીબીઆઇ દરેક એન્ગલથી તપાસ કરશે. તપાસ ચાલુ છે અને કોઇ પણ એન્ગલ છોડવામાં આવશે નહીં. ત્યારબાદ કોર્ટે આગામી અઠવાડીયે પ્રગતિ અહેવાલ રજુ કરવાનો નિર્દેશ આપ્યો છે.

સીબીઆઇ (CBI) એ હાઇકોર્ટને શું કહ્યું?

એજન્સીએ કહ્યું કે, વિશ્લેષણ અને ગુનાના સ્થળે રિકન્સ્ટ્રક્શન, સીસીટીવી (CCTV)ફુટેજની તપાસ અને હાજર ફોરેન્સિક પુરાવાથી જાણ થાય છે કે ઉત્તમ આનંદની જાણી જોઇને બે લોકોએ હત્યા કરી છે. સીબીઆઇએ આ વાત ઝારખંડ હાઇકોર્ટ (Jharkhand High Court)ના સવાલ પુછવા પર કેસની અપડેટ આપી હતી.

એજન્સીએ કહ્યું કે, હત્યાની તપાસ અંતિમ તબક્કામાં છે. સીબીઆઇએ કહ્યું કે તે હવે આ કેસના ઉપલબ્ધ ભૌતિક પુરાવા સાથે ફોરેન્સિક રિપોર્ટ દ્વારા જાણ કરી રહી છે. સીબીઆઇએ પુરાવાનો અભ્યાસ કરવા માટે દેશભરમાંથી ચાર અલગ-અલગ ફોરેન્સિક ટીમો લગાવી છે. સીબીઆઇનું કહેવુ છે કે તપાસ પુરી થવાની નજીક જ છે.

આ પણ વાંચો: હત્યા કે આત્મહત્યા ? મહંત નરેન્દ્ર ગિરીના નિધનની તપાસ કરશે CBI

સીબીઆઇના સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઓગષ્ટમાં એજન્સીએ કેટલાક મહત્વપૂર્ણ પુરાવા શોધ્યા હતા. તેમાં એ હકીકત પણ સામેલ છે કે આરોપીએ ગુનો કર્યા પહેલા કોલ કરવા માટે રેલવે કર્મીના ચોરી કરેલા બે મોબાઇલ ફોનનો ઉપયોગ કર્યો હતો. 28 જુલાઇના રોજ 49 વર્ષના જજ ઉત્તમ આનંદનું ઓટોના ટક્કરથી મોત નિપજ્યુ હતુ.

સીબીઆઇ (CBI)ની કાર્યવાહીથી હાઇકોર્ટ સંતુષ્ટ નથી

આ પહેલા જજ ઉત્તમ આનંદના મોતના કેસની અત્યાર સુધી થયેલી તપાસ અને કાર્યવાહીથી હાઇકોર્ટ (High Court)સંતુષ્ટ નહતી. કોર્ટે 23 સપ્ટેમ્બરના રોજ સીબીઆઇના જોનલ ડાયરેક્ટરને કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો હતો. ચીફ જસ્ટિસ (Chief Justice)ડૉ રવિ રંજન અને જસ્ટિસ (Justice)સુજીત નારાયણ પ્રસાદની કોર્ટે કેસની સુનાવણી દરમિયાન કહ્યું હતુ કે, સીબીઆઇ દરેક અઠવાડીયામાં પ્રગતિ રિપોર્ટ સોંપશે, પરંતુ તેમાં કઇ પણ નવુ નથી. દરેક વખતે એક જ પ્રકારનો રિપોર્ટ સોંપાઇ રહ્યો છે. જે સંતોષકારક નથી. જજની હત્યા થઇ છે. અમને પરિણામ જોઇએ.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment