Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / August 10.
Homeડિફેન્સભારતીય વાયુસેના બનશે વધુ તાકાતવર : કેન્દ્ર સરકારે 56 C-295 MW વિમાન ખરીદવાને આપી મંજૂરી

ભારતીય વાયુસેના બનશે વધુ તાકાતવર : કેન્દ્ર સરકારે 56 C-295 MW વિમાન ખરીદવાને આપી મંજૂરી

INDIAN AIR FORCE
Share Now

IAF MW Transport Aircraft: ભારતીય વાયુસેનાને વધુ મજબૂત કરવાની દિશામાં કેન્દ્ર સરકાર તરફથી સતત પગલા ભરવામાં આવી રહ્યાં છે. આ વચ્ચે સુરક્ષા મામલાની સમિતિ (Cabinet Committee on Security) એ બુધવારે ભારતીય વાયુસેના માટે 56 સી-295 એમડબ્લ્યૂ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ખરીદવાની મંજૂરી આપી દીધી છે. આ એક પ્રકારનો પ્રથમ પ્રોજેક્ટ છે, જેમાં ભારતની અંદર ખાનગી કંપની તરફથી સૈન્ય એરક્રાફ્ટ તૈયાર કરવામાં આવશે. કેન્દ્ર સરકારે કહ્યું કે, બધા 56 વિમાનોને સ્વદેશી ઈલેક્ટ્રોનિક વોરફેયર સ્યુટની(electronic warfare suite) સાથે તૈયાર કરવામાં આવશે. સરકારે કહ્યું કે, આ કાર્યક્રમ દેશના એરોસ્પેસ ઈકોસિસ્ટમ તંત્રમાં રોજગારી ઉભી કરવામાં ઉત્પ્રેરક તરીકે કાર્ય કરશે.

આ પણ વાંચો : કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ટેકસટાઈલ સેક્ટર માટે મોટો નિર્ણય : PLI યોજનાને મંજૂરી મળી

દેશના એયરોસ્પેસ ઇકોસિસ્ટમમાં (aerospace ecosystem) થશે રોજગારીનું સર્જન

સરકારે કહ્યુ કે, આ કાર્યક્રમ દેશના એયરોસ્પેસ ઇકોસિસ્ટમમાં (aerospace ecosystem) રોજગાર સર્જન (Employment Generation) માં ઉત્પ્રેરકના રૂપમાં કાર્ય કરશે અને તેનાથી પ્રત્યેક્ષ રૂપથી 600 અત્યંત કુશળ નોકરીઓ, 3 હજારથી વધુ પરોક્ષ નોકરીઓ અને વધારાની 3 હજાર મધ્યમ કૌશલ્યની નોકરીઓ સર્જાય તેવી અપેક્ષા છે.

પ્રથમવાર મિલિટ્રી પ્લેન બનાવશે પ્રાઇવેટ કંપની

રિપોર્ટ અનુસાર, ભારતમાં આ પ્રકારનો આ પહેલો પ્રોજેક્ટ છે. જેમાં એક ખાનગી કંપની દેશની વાયુસેના માટે લશ્કરી વિમાનો બનાવશે. આ તમામ 56 વિમાનો હાઇટેક ઇલેક્ટ્રોનિક વોરફેર સાધનોથી સજ્જ હશે. જેથી તેઓ યુદ્ધના મેદાનમાં સૈનિકોને કોઈપણ સમસ્યા વિના મદદ કરી શકે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

 

No comments

leave a comment