Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / July 3.
Homeડિફેન્સCDS Bipin Rawat Died: હેલીકોપ્ટર દુર્ઘટનામાં જનરલ બિપિન રાવત સહિત 13ના નિધન, PM મોદી-ગૃહમંત્રીએ દુ:ખ વ્યક્ત કર્યું

CDS Bipin Rawat Died: હેલીકોપ્ટર દુર્ઘટનામાં જનરલ બિપિન રાવત સહિત 13ના નિધન, PM મોદી-ગૃહમંત્રીએ દુ:ખ વ્યક્ત કર્યું

CDS Bipin Rawat Died
Share Now

CDS Bipin Rawat Died તમિલનાડુના કુન્નૂરમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતુ. જંગલમાં હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયા પછી તેમાં આગ લાગી ગઈ હતી. જેમાં જનરલ બિપિન રાવત, પત્ની સહિત સેનાના જવાન સવાર હતા. ત્યારે એરફોર્સે જનરલ બિપિત રાવત અને તેની પત્ની સહિત 13 લોકોના મોત નિપજ્યાની પુષ્ટિ કરી છે. આ ઘટનામાં ગ્રુપ કેપ્ટન વરુણ સિંહની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જોકે તેમની સ્થિતિ પણ ગંભીર જણાવવામાં આવી છે.

હેલિકોપ્ટર ક્રેસની દુર્ઘટનામાં જનરલ બિપિન રાવત સહિત 13 ના મોત નિપજ્યા હતા. ત્યારે આ દુર્ઘટનાના પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી-ગૃહમંત્રી અમિત શાહે અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વિટ કરી દુ:ખ વ્યક્ત કર્યું હતુ.

દુર્ઘટના બાદ જનરલ રાવતને હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. તેમની હાલત કેવી છે તે અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નહતું. કેટલાક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે, જનરલ બિપિન રાવત ગંભીર રીતે ઘાયલ છે. રક્ષામંત્રી રાજનાથ સિંહ જનરલ રાવતના દિલ્હી સ્થિત ઘરે તેમના પરિવારને મળવા પહોંચ્યા હતા. આ દુર્ઘટના અંગે તેઓ સંસદમાં ગુરુવારે નિવેદન આપશે.

જનરલ બિપિન રાવત દેશના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ હતા. તેમણે 1લી જાન્યુઆરી 2020ના રોજ પદ સંભાળ્યું હતું. રાવત 31 ડિસેમ્બર 2016થી 31 ડિસેમ્બર 2019 સુધી સેના-પ્રમુખપદે રહ્યા હતા.

ગત્ત મહિને પણ MI-17 ક્રેશ થયું હતું
એક મહિનામાં દેશમાં આ બીજીવાર MI-17 હેલિકોપ્ટર ક્રેશ થયું છે. આ પહેલા ગત્ત 19 નવેમ્બરના રોજ અરુણાચલ પ્રદેશમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ ઘટનામાં એમાં સવાર તમામ 12 લોકોનાં મોત થયાં હતાં.

ભારતીય આર્મી ગુજરાતની મદદે જુઓ વીડિયો

 વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment