CDS જનરલ બિપિન રાવત(Bipin Rawat) અને પત્ની મધુલિકા રાવતના પાર્થિવ દેહ આજે લશ્કરી વિમાન દ્વારા દિલ્હી(Delhi) લાવવામાં આવશે. અહેવાલો અનુસાર, જનરલ રાવત અને તેમની પત્નીના મૃતદેહને તેમના નિવાસસ્થાને દર્શન માટે રાખવામાં આવશે. જ્યાં તમે સવારે 11 થી 2 વાગ્યા સુધી અંતિમ દર્શન અને સલામી આપી શકાશે. તમને જણાવી દઈએ કે, સેનાની વેલિંગ્ટન હોસ્પિટલમાંથી જનરલ બિપિન રાવત અને પત્ની મધુલિકા સહિત 12 અન્ય લોકોના પાર્થિવ દેહ મદ્રાસ રેજિમેન્ટલ સેન્ટર લાવવામાં આવ્યા હતા.
પીએમ મોદી પણ આપશે હાજરી
આવતીકાલે 2 વાગ્યા પછી (CDS જનરલ બિપિન રાવત) જનરલ બિપિન રાવતના અંતિમ સંસ્કારની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. તેમની અંતિમ યાત્રા કામરાજ માર્ગથી શરૂ થશે અને દિલ્હી કેંટોનમેંટના બ્રાર સ્ક્વેર સ્મશાનગૃહ સુધી લઈ જવામાં આવશે. આ શ્રદ્ધાંજલિ સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજરી આપશે.
#WATCH | Tamil Nadu: Bodies of those who died in the military chopper crash brought to Madras Regimental Centre from Military Hospital, Wellington in Nilgiris district pic.twitter.com/IaqlYwE3EX
— ANI (@ANI) December 9, 2021
આ પણ વાંચો:જાણો દેશના પ્રથમ CDS બિપિન રાવતની ભારતીય સૈન્યથી લઇને એવોર્ડ સુધીની સફર
ઉત્તરાખંડમાં ત્રણ દિવસનો રાજકીય શોક જાહેર
બિપિન રાવતના જન્મસ્થળ ઉત્તરાખંડમાં ત્રણ દિવસનો રાજ્ય શોક જાહેર કરવામાં આવ્યો છે. બિપિન રાવત અને મધુલિકા રાવતને બે દીકરીઓ છે – કીર્તિકા અને તારિણી. મોટી દીકરી પરિણીત છે અને મુંબઈમાં રહે છે, નાની દીકરી તારિણી દિલ્હીમાં રહે છે અને હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરે છે.
तमिलनाडु: दिवंगत सीडीएस जनरल बिपिन रावत और 12 अन्य लोगों के पार्थिव शरीर को सेना के वेलिंग्टन अस्पताल से मद्रास रेजिमेंटल सेंटर लाया गया। pic.twitter.com/ZA3iphNhBo
— ANI_HindiNews (@AHindinews) December 9, 2021
ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતનું બુધવારે તમિલનાડુના કુન્નુરમાં આર્મી હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. આ અકસ્માતમાં સીડીએસ બિપિન રાવતની પત્ની મધુલિકા રાવત અને અન્ય 11 લોકોના મોત થયા હતા. ભારતીય વાયુસેનાએ CDS બિપિન રાવતના મૃત્યુની પુષ્ટિ કરી છે. એક ટ્વીટમાં, વાયુસેનાએ કહ્યું, “ઘણા અફસોસ સાથે જાણવા મળ્યું છે કે CDS જનરલ બિપિન રાવત, તેમની પત્ની મધુલિકા રાવત અને વિમાનમાં સવાર અન્ય 11 લોકો આ દુર્ભાગ્યપૂર્ણ અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4