દિવાળી (Diwali)નો તહેવાર માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વિશ્વના અનેક દેશોમાં ઉજવવા (celebrate)માં આવે છે. દેશમાં તમામ મહિલાઓ, પુરુષો અને બાળકો આ તહેવારની તૈયારીઓમાં લાગી જાય છે. તે દરમિયાન દરેક ઘરમાં વિવિધ પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે. પાંચ દિવસીય તહેવારની ઉજવણી માટે હાલમાં તમામ ઘરોમાં મીઠાઈ અને વાનગીઓ બનાવવાની તૈયારીઓને પણ આખરી ઓપ આપી દેવામાં આવ્યો હશે. કોરોના મહામારીના લગભગ બે વર્ષ બાદ લોકો આ તહેવાર ધામધૂમથી ઉજવશે.
આરોગ્ય નિષ્ણાંતોની સલાહ મુજબ આ સ્વાસ્થ્ય ટિપ્સ અપનાવીને તંદુરસ્ત અને સુરક્ષિત દિવાળી (Diwali)ની ઉજવણી કરો:
ઘરે બનાવેલી મીઠાઈઓને આરોગવાનું રાખો: મીઠાઈ વગર દિવાળીનો તહેવાર અધૂરો લાગે છે, પરંતુ આ તમામ વચ્ચે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પણ એટલુ જ જરૂરી છે. ડ્રાય ફ્રૂટની મીઠાઈઓ ઘરે જ બનાવો અને જે લોકો મીઠાઈ ખાવાનું ટાળે છે તેઓ આ ડ્રાય ફ્રૂટને બનાવેલી મીઠાઈની પણ મીઠાઇમાં ગણતરી કરી શકે છે. સ્વીટ તરીકે ડાર્ક ચોકલેટનો પણ ઉપયોગ કરો, ફળમાંથી પણ વાનગી બનાવી અને આરોગવી જોઇએ.
આ પણ વાંચો: Diwali 2021: આજે નરક ચતુર્થી, કઇ રીતે કરશો પુજા, જાણો શુભ મુહુર્ત
ફટાકડા ફોડશો નહીં, બહાર જવાનું થાય ત્યારે માસ્ક પહેરોઃ
દિવાળીનો મહાપર્વ દરેક પરિવારોને એકસાથે લઇ આવે છે, પરિવારના સભ્યો એકબીજાને મળે છે, તમામ ફરિયાદો ભૂલીને એક થઈને તહેવારની ઉજવણી કરે છે. ભારતમાં દર વર્ષે સૌથી વધુ વાયુ પ્રદૂષણના આંકડા નોંધાય છે. વિશ્વના 30 પ્રદૂષિત દેશોમાં ભારત 22મા ક્રમે છે. દિવાળીના તહેવારમાં વાયુ પ્રદૂષણનું પ્રમાણ વધે છે. ફટાકડામાંથી નીકળતો કાર્બન હવાને પ્રદૂષિત કરે છે. જેના કારણે એલર્જીની સમસ્યા વધી જાય છે. ગળામાં દુ:ખાવો, શરદી જેવી સમસ્યાઓથી બચવા માટે ફટાકડા ફોડશો નહીં અને માસ્ક અવસ્ય પહેરો. અસ્થમા અને બ્રોન્કાઇટિસ જેવી સમસ્યાવાળા લોકોને માસ્કથી રાહત મળશે.
દિવાળી (Diwali)ની મીઠાઈઓ બનાવવા માટે ચોકલેટ અને ફળોનો ઉપયોગ કરો:
તમામના ઘરમાં મીઠાઈ તો બનતી જ હોય છે. ડાર્ક ચોકલેટની મીઠાઈઓ બનાવો તેમાં એન્ટી ઓક્સીડેન્ટની માત્રા વધુ હોય છે, જેના કારણે બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે. તે જ રીતે ફળમાં પણ કુદરતી ખાંડનું પ્રમાણ હોય છે, તેથી ચોકલેટ અને ફળની મીઠાઈઓ બનાવો અને પરિવાર સાથે મળીને તેને આરોગો. તો પરિવાર સંગ સુરક્ષિત રહીને દિવાળીના તહેવારની ઉજવણી કરો.
આવી રીતે કન્ટ્રોલ કરો બલ્ડ સ્યુગર જુઓ વીડિયો
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4